Business

રાહુલ ગાંધીના રિપ્લાયથી ઈલોન મસ્ક ખુશ, કહ્યું- થેન્ક્યૂ, આ ખરેખર ચિંતાજનક છે...

By GS Team
9 Oct 20262 mins read
TukuTouch Logo
ટેસ્લાના વડા ઈલોન મસ્કે 'X' પર સ્ટારલિંકને ભારતમાં લાયસન્સ ન મળવા અંગે સવાલ ઉઠાવ્યો, પૂછ્યું કે "શું અંબાણી ભારતના અસલી બોસ છે?" રાહુલ ગાંધીએ સ્વાગત કરતા કહ્યું કે "વધુ જાણવા મળશે," જેના પર મસ્કે "ખૂબ ચિંતાજનક" કહ્યું. ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ માર્કેટમાં સ્પર્ધા અને નિયમોને લઈને આ ચર્ચાએ જોર પકડ્યું છે. સરકારે ભેદભાવનો ઇનકાર કરી સુરક્ષા ક્લિયરન્સને મહત્ત્વ આપ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાહુલ ગાંધીના રિપ્લાયથી ઈલોન મસ્ક ખુશ, કહ્યું- થેન્ક્યૂ, આ ખરેખર ચિંતાજનક છે...

Elon Musk Starlink India: દુનિયાના સૌથી અમીર વ્યક્તિ અને ટેસ્લા તેમજ સ્પેસએક્સના વડા ઈલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ પર લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપતા લખ્યું કે, 'ઈલોન, ભારતમાં તમારું સ્વાગત છે. જ્યારે તમે અન્ય વ્યક્તિને મળશો ત્યારે તમને વધુ બાબતોની જાણ થશે.' રાહુલ ગાંધીના આ જવાબ બાદ ઈલોન મસ્કે તેમનો આભાર માનતા લખ્યું કે, 'આ બાબત ખરેખર ખૂબ જ ચિંતાજનક છે.'

ડૉ. અનિરુદ્ધની પોસ્ટ પર ચર્ચા

વાસ્તવમાં, ઈલોન મસ્કે ડૉ. અનિરુદ્ધ નામના એક યુઝરની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી હતી. તે પોસ્ટમાં સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે, શું સરકાર ભારતીય નાગરિકોને છોડીને 'ક્રોની કેપિટલિઝમ' (પક્ષપાતી પૂંજીવાદ)ને બચાવી રહી છે? તે જ પોસ્ટ પર મસ્કે સવાલ કર્યો હતો કે, 'સ્ટારલિંકને 165 દેશોમાં લાયસન્સ મળેલું છે. પાંચ વર્ષ સુધી તમામ જરૂરી ગાઈડલાઈન્સ પૂરી કરવા છતાં ભારતમાં અમને લાયસન્સ કેમ નથી મળી રહ્યું? શું અંબાણી ભારતના અસલી બોસ છે?' મસ્કના આ સવાલથી ભારતના સેટેલાઇટ ઇન્ટરનેટ માર્કેટમાં ચાલી રહેલી સ્પર્ધા અને વિવાદને લઈને નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.

અગાઉ મસ્કે ઉઠાવ્યા હતા ઈશારાત્મક સવાલ

અગાઉ આ વિવાદ ત્યારે શરૂ થયો હતો જ્યારે ઈલોન મસ્કે કોઈ ચોક્કસ ઉદ્યોગપતિનું નામ લીધા વિના કહ્યું હતું કે કેટલાક શક્તિશાળી લોકો પોતાની એકાધિકાર (મોનોપોલી) જાળવી રાખવા માટે સ્ટારલિંકને ભારતમાં પ્રવેશતા અટકાવી રહ્યા છે. હવે આ મામલે સીધી ચર્ચા સામે આવી રહી છે.

ભારત સરકાર અને મંત્રાલયનો સત્તાવાર ખુલાસો

આ સમગ્ર વિવાદ વચ્ચે ભારત સરકાર તરફથી કડક પ્રતિક્રિયા આપવામાં આવી છે. મસ્કના આરોપોને ફગાવતા સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં સેટેલાઇટ કમ્યુનિકેશન માટેના નિયમો તમામ કંપનીઓ માટે સમાન છે અને સ્ટારલિંક સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવી રહ્યો નથી.

સંચાર રાજ્યમંત્રી ચંદ્રશેખર પેમ્માસાસીએ જણાવ્યું છે કે આ મામલો હાલ ગૃહ મંત્રાલય પાસે પેન્ડિંગ છે અને સિક્યોરિટી ક્લિયરન્સ એ કોઈ એક કંપની સાથે જોડાયેલો વિષય નથી. તમામ કંપનીઓ હાલ સમાન રેગ્યુલેટરી સ્ટેજ પર છે અને સુરક્ષા સંબંધિત પ્રક્રિયા પૂરી થયા બાદ જ મંજૂરી આપવામાં આવશે.