Business

ઈરાન યુદ્ધ વચ્ચે ઓઇલ સપ્લાયમાં ભારતને વધારાની છૂટ નહીં આપે રશિયા: રિપોર્ટમાં દાવો

By GS Team
6 Mar 20262 mins read
TukuTouch Logo
મિડલ ઈસ્ટમાં યુદ્ધ વૈશ્વિક ક્રૂડ ઓઇલ સંકટનો ભય પેદા કરી રહ્યું છે. આ દરમિયાન અમેરિકાએ ભારતને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા માટે 30 દિવસની છૂટ આપી છે, પરંતુ ભારતને વધુ કિંમત ચૂકવવી પડી શકે છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત આ ક્રૂડ ઓઇલ વધુ કિંમતે ખરીદશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન યુદ્ધ વચ્ચે ઓઇલ સપ્લાયમાં ભારતને વધારાની છૂટ નહીં આપે રશિયા: રિપોર્ટમાં દાવો

Crude Oil Prices: મિડલ ઈસ્ટમાં યુદ્ધ વૈશ્વિક ક્રૂડ ઓઇલ સંકટનો ભય પેદા કરી રહ્યું છે. આ દરમિયાન અમેરિકાએ ભારતને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા માટે 30 દિવસની છૂટ આપી છે, પરંતુ ભારતને વધુ કિંમત ચૂકવવી પડી શકે છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત આ ક્રૂડ ઓઇલ વધુ કિંમતે ખરીદશે.

રશિયાનું યુરલ્સ ઓઇલમાં ડિસ્કાઉન્ટ પર મળતું, તે મોંઘું થયું!

અહેવાલ અનુસાર, વેપારીઓ બ્રેન્ટ ક્રૂડ ઓઇલ કરતાં પ્રતિ બેરલ 4-5 ડૉલરના પ્રીમિયમ પર ભારતને રશિયાનું યુરલ્સ ઓઇલ વેચી રહ્યા છે. આ ક્રૂડ ઓઇલ માર્ચ અને એપ્રિલની શરૂઆતમાં ભારતીય બંદરો પર પહોંચશે. આ ફેબ્રુઆરીમાં આપવામાં આવેલા ડિસ્કાઉન્ટ કરતા વધારે છે, જ્યારે ફેબ્રુઆરીના શિપમેન્ટમાં પ્રતિ બેરલ 13 ડૉલરનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. જોકે, યુદ્ધ શરૂ થાય તે પહેલાં, ભારતીની કંપની HPCLએ 28મી ફેબ્રુઆરીના રોજ 13 ડૉલરના ડિસ્કાઉન્ટ પર રશિયા પાસેથી ક્રૂડ ઓઇલના બે કાર્ગો ખરીદ્યા હતા.

આ પણ વાંચો: ટ્રમ્પને યુદ્ધ ભારે પડશે! ગલ્ફ દેશો અમેરિકામાંથી 2 ટ્રિલિયન ડૉલરનું રોકાણ પાછું ખેંચવાની તૈયારીમાં

ભારત કેટલું ક્રૂડ ઓઇલ ખરીદવાનું આયોજન કરી રહ્યું છે?

મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે પુરવઠાની અછત વચ્ચે, ભારતીય રિફાઇનરીઓ તાત્કાલિક પુરવઠા માટે રશિયા પાસેથી લાખો બેરલ ક્રૂડ ઓઇલ ખરીદી રહી છે. સરકારી માલિકીની રિફાઇનરીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પ, ભારત પેટ્રોલિયમ કોર્પ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પ અને મેંગલોર રિફાઇનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની તાત્કાલિક ડિલિવરી માટે વેપારીઓ સાથે વાટાઘાટો કરી રહી છે. ભારતીય સરકારી માલિકીની રિફાઇનરીઓએ અત્યાર સુધીમાં વેપારીઓ પાસેથી આશરે 20 મિલિયન બેરલ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદ્યું છે.

ભારતમાં રશિયાના ક્રૂડ ઓઇલ વેચાણ સાથે સંકળાયેલા એક વેપારીએ જણાવ્યું હતું કે 'ભારતીય રિફાઇનર્સ બજારમાં પાછા ફર્યા છે, પરંતુ કિંમતો કરતાં ઉપલબ્ધતા વધુ મહત્ત્વપૂર્ણ મુદ્દો છે. આ દરમિયાન રશિયન દૂતાવાસના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઊર્જા પુરવઠામાં વિક્ષેપની સ્થિતિમાં રશિયા ભારતની ઊર્જા માંગણીઓ પૂરી કરવા તૈયાર છે.

યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે ગુરુવારે ભારતને ભારતીય રિફાઇનરીઓને ફસાયેલા રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ તેલ ખરીદવા માટે 30 દિવસની છૂટ આપી છે. યુક્રેન સંઘર્ષ દરમિયાન મોસ્કોને નાણાંનો પ્રવાહ મર્યાદિત કરવા માટે વોશિંગ્ટન દ્વારા ભારતને રશિયાના ક્રૂડ ઓઇલની આયાત મર્યાદિત કરવાની વિનંતીના મહિનાઓ પછી આ પગલું લેવામાં આવ્યું છે.

ભારત પાસે કેટલો સ્ટોક છે?

ભારત પાસે લગભગ 25 દિવસની માગને પહોંચી વળવા માટે ક્રૂડ ઓઇલનો ભંડાર છે, અને તેની ઓઇલ આયાતનો લગભગ 40 ટકા ભાગ મિડલ ઈસ્ટમાંથી હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા આવે છે. 2022માં મોસ્કો દ્વારા યુક્રેન પર આક્રમણ કર્યા પછી, ભારત રશિયાના દરિયાઈ માર્ગે મોકલવામાં આવતા ક્રૂડ ઓઇલનો મુખ્ય ખરીદદાર હતો, પરંતુ જાન્યુઆરીમાં, યુએસ દબાણ હેઠળ, તેણે ખરીદી ઘટાડી દીધી. પરિણામે, યુએસ દ્વારા લાદવામાં આવેલ 50 ટકા ટેરિફ ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો.