જૂનમાં યુપીઆઈ થકી વ્યવહારમાં વોલ્યુમ તથા વેલ્યુની દ્રષ્ટિએ વધારો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઓછા મૂલ્યના વ્યવહાર માટે પણ યુપીઆઈનો વધી રહેલો ઉપયોગ
મુંબઈ : સમાપ્ત થયેલા જૂનમાં યુનિફાઈડ પેમેન્ટસ ઈન્ટરફેસ (યુપીઆઈ) મારફતના વ્યવહારમાં વોલ્યુમ તથા વેલ્યુની દ્રષ્ટિએ નોંધપાત્ર વધારો થયો છે. મૂલ્યની દ્રષ્ટિએ વાર્ષિક ધોરણે ૨૦ ટકાથી વધુ વધારો થઈને રૂપિયા ૨૮.૯૦ લાખ કરોડ રહ્યા છે.
નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનસીપીઆઈ) દ્વારા જારી કરાયેલા ડેટા પ્રમાણેગત મહિને યુપીઆઈ વ્યવહાર વોલ્યુમ ૨૨.૭૨ અબજ રહ્યું હતું. ગયા વર્ષના જૂનમાં આ આંક ૧૮.૩૦ અબજ રહ્યો હતો. જો કે મેની દ્રષ્ટિએ એકંદર વોલ્યુમમાં ઘટાડો નોંધાયો છે.
દેશમાં ઓછા મૂલ્યના નાણાંકીય વ્યવહાર પણ યુપીઆઈ મારફત પાર પડી રહ્યા છે જે ડીજિટલ પેમેન્ટસના ફેલાવાના સંકેત આપે છે.
યુપીઆઈના વપરાશમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી દેશમાં રોકડ મારફતના વ્યવહાર ઘટી રહ્યા છે. ઉપયોગમાં સરળ રહેતા હોવાથી ડિજિટલ પેમેન્ટસ માટે ઉપભોગતાના વિશ્વાસમાં વધારો થઈ રહ્યો છે. યુપીઆઈ હાલમાં વિશ્વના આઠ દેશોમાં લોન્ચ થયેલું છે જેમાં કતાર, યુએઈ, શ્રીલંકા, નેપાળ, ભુતાન, સિંગાપુર, ફ્રાન્સ તથા મોરિસિયસનો સમાવેશ થાય છે. ડિજિટલ પેમેન્ટસમાં ભારત વૈશ્વિક આગેવાન બની રહ્યું હોવાનું પણ હવે કહી શકાય એમ છે. વિશ્વમાં તેના સ્વીકારને કારણે રેમિટેન્સમાં પણ વધારો થઈ રહ્યો છે.









