Business

સ્પેકટ્રમ પેમેન્ટ માટે બે વર્ષના મોરેટોરિઅમથી એજીઆરની અસર ઘટવા સામે પ્રર્વતતી શંકા

By GS Team
23 Nov 20191 min read
This article was originally published on 23 Nov 2019
સ્પેકટ્રમ પેમેન્ટ માટે બે વર્ષના મોરેટોરિઅમથી એજીઆરની અસર ઘટવા સામે પ્રર્વતતી શંકા

મુંબઈ, તા. 23 નવેમ્બર 2019, શનિવાર

સ્પેકટ્રમની બાકી રહેલી રકમની ચૂકવણી માટે ટેલિકોમ કંપનીઓને અપાયેલા બે વર્ષના સમયગાળા અને આવતા મહિનેથી મોબાઈલ કોલ અને ડેટા ટેરિફસમાં થઈ રહેલા વધારાથી એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યુ (એજીઆર)ની ચૂકવવાની રકમને કારણે ભારતી એરટેલ તથા વોડાફોન આઈડીયા પર આવી પડેલા ભારણની અસર ઓફ્ફસેટ કરવા માટે પૂરતા નથી એમ ફિચે જણાવ્યું હતું.

૨૪ ઓકટોબરના આપેલા એક ચુકાદામાં  સુપ્રીમ કોર્ટે સરકારને ચૂકવવાની રહેતા સ્ટેટયૂટરી ડયૂસમાં નોન-ટેલિકોમ રેવેન્યુનો પણ સમાવેશ થાય છે એમ જણાવ્યું હતું. આ ચુકાદાને કારણે આવી પડેલી અસરને ધ્યાનમાં રાખી સરકારે ટેલિકોમ ઓપરેટરોને   સ્પેકટ્રમની રકમની ચૂકવણીમાં બે વર્ષનું મોરેટોરિયમ પૂરું પાડયું છે.

આ ઉપરાંત ટેલિકોમ કંપનીઓએ આવતા મહિને પોતાની સેવાના દર વધારવાની પણ જાહેરાત કરી છે.

આ જાહેરાત  ટેલિકોમ ઉદ્યોગમાટે પોઝિટિવ હોવાનું પણ રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું. જો કે ભારતી એરટેલ તથા વોડાફોન આઈડીયા પર આવેલી પડેલા ભારણની અસર  હળવી કરવામાં આ પગલાં પૂરતા સાબિત નહીં થાય એવો પણ મત વ્યકત કરાયો છે.