Business

સૌથી વધુ અણગમતા દેશોની યાદીમાં 2 મહાસત્તા ટોચે, ટોપ-10માં ભારતનું ક્રમ ચોંકાવનારું

By GS Team
25 Aug 20262 mins read
TukuTouch Logo
'વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યુ'ના વૈશ્વિક અહેવાલ મુજબ, દુનિયામાં સૌથી વધુ અણગમતા દેશોમાં ચીન પ્રથમ ક્રમે છે, જ્યારે અમેરિકા બીજા અને રશિયા 3જા સ્થાને છે. તેમની સરકારોના નિર્ણયો, આક્રમક વલણ અને માનવાધિકાર રેકોર્ડને કારણે આ દેશો વૈશ્વિક ટીકાનો ભોગ બન્યા છે. પાકિસ્તાન 6ઠ્ઠા અને ભારત 10મા ક્રમે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સૌથી વધુ અણગમતા દેશોની યાદીમાં 2 મહાસત્તા ટોચે, ટોપ-10માં ભારતનું ક્રમ ચોંકાવનારું

World Population Review Most Disliked Countries : વિશ્વભરના દેશોની આંતરરાષ્ટ્રીય છબી તેમની વિદેશ નીતિઓ, સૈન્ય હસ્તક્ષેપ, રાજકીય નિર્ણયો અને માનવાધિકાર રેકોર્ડના આધારે નક્કી થાય છે. 'વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂ' (World Population Review) ના તાજેતરના વૈશ્વિક ગ્લોબલ અહેવાલ અનુસાર દુનિયામાં સૌથી વધુ અણગમતા (Disliked) દેશોની યાદીમાં ચીન પ્રથમ ક્રમે છે, જ્યારે વિશ્વની સૌથી શક્તિશાળી મહાસત્તા ગણાતું અમેરિકા બીજા સ્થાને છે. આ યાદી દેશના સામાન્ય નાગરિકોના સ્વભાવની નથી, પરંતુ તેમની સરકારોના નિર્ણયો, આક્રમક વલણ અને વૈશ્વિક પ્રભાવ પ્રત્યે દુનિયાના વલણને દર્શાવે છે. આ ટોપ-20 દેશોની યાદીમાં મોટાભાગની વૈશ્વિક મહાસત્તાઓનો સમાવેશ થાય છે, જેમાં રશિયા ત્રીજા નંબરે છે.

ચીન, અમેરિકા અને રશિયા કેમ અણગમતા દેશોમાં કેમ ટોચે?

યાદીમાં પહેલા ક્રમે રહેલું ચીન પોતાના કડક સરકારી નિયંત્રણો, માનવાધિકારોના ઉલ્લંઘન, તાઇવાન તેમજ દક્ષિણ ચીન સાગરમાં આક્રમક વલણ અને 'ડેટ-ટ્રેપ ડિપ્લોમસી' ને કારણે વૈશ્વિક સ્તરે આકરા આક્ષેપોનો સામનો કરી રહ્યું છે. બીજા ક્રમે રહેલા અમેરિકા સામે વૈશ્વિક બાબતોમાં બિનજરૂરી સૈન્ય હસ્તક્ષેપ, એકતરફી આર્થિક પ્રતિબંધો અને આંતરિક રાજકીય ધ્રુવીકરણ મુખ્ય કારણો માનવામાં આવે છે. ત્રીજા ક્રમે રહેલા રશિયાની આંતરરાષ્ટ્રીય છબીને યુક્રેન યુદ્ધ, અભિવ્યક્તિની સ્વતંત્રતા પર પ્રતિબંધ અને પશ્ચિમી દેશો સાથેના તણાવથી મોટું નુકસાન પહોંચ્યું છે.

પાકિસ્તાન છઠ્ઠા અને ભારત 10મા સ્થાને

આ યાદીમાં ઉત્તર કોરિયા, ઇઝરાયલ, ઇરાન, સીરિયા અને ઇરાક જેવા દેશો પણ સામેલ છે. ઉત્તર કોરિયા અને ઇરાન પોતાના પરમાણુ કાર્યક્રમો તથા આંતરિક દમનને કારણે વૈશ્વિક સ્તરે વિખૂટા પડ્યા છે. જ્યારે ઇઝરાયલ અને સીરિયા મધ્ય પૂર્વમાં લાંબા સમયથી ચાલી રહેલા સૈન્ય સંઘર્ષ અને માનવીય સંકટને કારણે ટીકાઓનો સામનો કરી રહ્યા છે. પાકિસ્તાન આ યાદીમાં છઠ્ઠા ક્રમે છે, જેની પાછળ રાજકીય અસ્થિરતા, ચરમપંથ અને પડોશી દેશો સાથેનો સીમા તણાવ મુખ્યત્વે જવાબદાર પરિબળો છે.

વિકસિત દેશો પણ આ યાદીમાં કેમ સામેલ?

ઝડપથી ઊભરતી અર્થવ્યવસ્થા અને વિશાળ લોકશાહી હોવા છતાં ભારત આ યાદીમાં 10મા સ્થાને છે. આંતરરાષ્ટ્રીય મીડિયામાં થતી ચર્ચાઓ અને રાજકીય બાબતો તેની વૈશ્વિક રેટિંગ પર અસર કરે છે. આ સિવાય UK, જાપાન, જર્મની, ઇટાલી અને દક્ષિણ કોરિયા જેવા આર્થિક રીતે સમૃદ્ધ દેશો પણ ટોપ-20 માં સામેલ છે. આ વિકસિત દેશોના આ યાદીમાં આવવાનું મુખ્ય કારણ તેમનો ઐતિહાસિક સંસ્થાનવાદી પ્રભાવ, કડક રાજકીય નિર્ણયો અને પ્રાદેશિક તણાવ છે.