Business

જીવન વીમા કંપનીઓની બિઝનેસ પ્રીમિયમ આવકમાં વીસ ટકા વૃદ્ધિ

By GS Team
9 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈથી પ્રાપ્ત અહેવાલ મુજબ, જુલાઈમાં જીવન વીમા કંપનીઓની પ્રીમિયમ આવક 20.70% વધીને ₹47004.84 કરોડ થઈ છે. જૂનમાં આ વધારો 13% હતો. LIC અને ખાનગી કંપનીઓના જંગી પ્રીમિયમને કારણે આ વધારો થયો છે. ખાસ કરીને ગ્રુપ વીમા પોલિસીની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જે LIC માટે 30% વધ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જીવન વીમા કંપનીઓની બિઝનેસ પ્રીમિયમ આવકમાં વીસ ટકા વૃદ્ધિ

ગુ્રપ વીમા પોલિસીઓ માટેની માંગમાં જોવાયેલો વધારો
મુંબઈ : જુલાઈમાં જીવન વીમા કંપનીઓના નવા બિઝનેસ પ્રીમિયમ મારફતની આવક વાર્ષિક ધોરણે ૨૦.૭૦ ટકા વધી રૂપિયા ૪૭૦૦૪.૮૪ કરોડ રહી હતી. જૂનમાં આ વધારો ૧૩ ટકા રહ્યો હતો. ગુ્રપ વીમા પોલિસી માટેના આકર્ષણમાં વધારો થઈ રહ્યો છે.
લાઈફ ઈન્સ્યૂરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એલઆઈસી) તથા ખાનગી જીવન વીમા કંપનીઓ દ્વારા મેળવાયેલા જંગી પ્રીમિયમને પરિણામે ૨૦ ટકાથી વધુ વધારો થયો હતો.
લાઈફ ઈન્સ્યૂરન્સ કાઉન્સિલ દ્વારા જારી કરાયેલા ડેટા પ્રમાણે, લાઈફ ઈન્સ્યૂરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એલઆઈસી)ની નવા બિઝનેસ પ્રીમિયમ મારફતની આવક ૨૩.૭૭ ટકા વધી રૂપિયા ૨૭૯૯૩.૬૦ કરોડ રહી હતી, જ્યારે ખાનગી જીવન વીમા કંપનીઓની આ આવક ૧૬.૩૪ ટકા વધી રૂપિયા ૧૯૦૧૧.૨૩ કરોડ રહી હતી.
જુલાઈની સારી કામગીરીને પરિણામે વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ચાર મહિનાની નવા બિઝનેસ પ્રીમિયમ મારફતની આવકમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી છે.
એપ્રિલ-જુલાઈના ગાળામાં નવા બિઝનેસ પ્રીમિયમ મારફતની આવક વાર્ષિક ધોરણે ૧૭.૪૫ ટકા વધી રૂપિયા ૧.૫૬ ટ્રિલિયન રહી હતી. એપ્રિલ-જૂનમાં આ વૃદ્ધિ ૧૬.૬૦ ટકા રહી હતી.
એપ્રિલ-જુલાઈના ગાળામાં ખાનગી જીવન વીમા કંપનીઓની નવા બિઝનેસ પ્રીમિયમ મારફતની આવક ૨૩ ટકા વધી રૂપિયા ૬૨૦૮૨.૮૦ કરોડ રહી હતી જ્યારે એલઆઈસીની આવક ૧૪.૦૪ ટકા વધી રૂપિયા ૯૩૫૪૨.૪૯ કરોડ રહી હતી.
એલઆઈસીમાં ગુ્રપ વીમાની ઊંચી માગ જોવા મળી રહી છે. જુલાઈમાં જુથ વીમા પ્રીમિયમ આવકમાં ૩૦ ટકા જેટલો વધારો થઈ રૂપિયા ૨૧૫૩૬ કરોડ રહી છે જ્યારે વ્યક્તિગત પ્રીમિયમ મારફતની આવક ૬.૮૦ ટકા વધી રૂપિયા ૬૪૫૭ કરોડ રહી હોવાનું પણ કાઉન્સિલના ડેટા જણાવે છે.
વ્યક્તિગત વીમામાં એલઆઈસીની સરખાંમણીએ ખાનગી જીવન વીમા કંપનીઓની સારી કામગીરી જોવા મળી રહી છે.