Business
ક્રિપ્ટો માર્કેટનું મૂલ્ય ભારતના જીડીપીના અડધાથી વધુ ડૂબી ગયું
By GS Team
26 Jun 20262 mins read
મુંબઈથી પ્રાપ્ત સમાચાર મુજબ, ક્રિપ્ટોકરન્સી માર્કેટ ઐતિહાસિક ધોવાણનો સામનો કરી રહ્યું છે. ઓક્ટોબર 2025માં 4.3 ટ્રિલિયન ડોલરનું કુલ માર્કેટ કેપ હવે ઘટીને 2 ટ્રિલિયન ડોલર થઈ ગયું છે. આઠ મહિનામાં 2.3 ટ્રિલિયન ડોલર ગુમાવતા, ક્રિપ્ટો માર્કેટે ભારતના GDPના અડધાથી વધુ મૂલ્ય ગુમાવ્યું છે, જે રોકાણકારો માટે ચિંતાજનક છે.
Summarized by AI; it may make mistakes. Check important info

- ઓકટોબર ૨૦૨૫માં ક્રિપ્ટો માર્કેટ કેપ જે ૪.૩ ટ્રિલિયન ડોલર હતું, તે ઘટીને બે ટ્રિલિયન ડોલર
મુંબઈ : ક્રિપ્ટોકરન્સી માર્કેટ ઐતિહાસિક ધોવાણનો સામનો કરી રહ્યું છે. મેક્રોઈકોનોમિક એનાલિસિસ પ્લેટફોર્મ ધ કોબેઈસી લેટરના જણાવ્યા મુજબ, ઓકટોબરથી ક્રિપ્ટો માર્કેટે તેના અડધાથી વધુ મૂલ્યનું ધોવાણ નોતર્યું છે. ઓકટોબર ૨૦૨૫માં કુલ ક્રિપ્ટો માર્કેટ કેપ જે ૪.૩ ટ્રિલિયન ડોલર જેટલું હતું, તે હવે ઘટીને બે ટ્રિલિયન ડોલર થઈ ગયું છે.
જેનો અર્થ એ થયો કે ડિજિટલ એસેટ માર્કેટે આઠ મહિનામાં જ ૨.૩ ટ્રિલિયન ડોલર ગુમાવ્યા છે. બીજી રીતે જોઈએ તો ક્રિપ્ટો માર્કેટે આ જ સમયગાળા દરમિયાન ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ના લગભગ અડધાથી વધુ વેલ્યુએશન ગુમાવ્યું છે. જીડીપી ૪.૧૫ ટ્રિલિયન ડોલર છે. આ આંકડાના અડધાથી વધુ ગુમાવવાનો અર્થ એ છે કે, ક્રિપ્ટો માર્કેટમાં એક વર્ષમાં ૨.૩ ટ્રિલિયન ડોલરથી વધુ સંપત્તિ સ્વાહા થઈ ગઈ છે. જ્યારે ડિજિટલ એસેટ્સ ડામાડોળ બની છે, ત્યારે ટ્રિલિયન ડોલરના ઘટાડાના તીવ્ર વેગથી રિટેલ અને સંસ્થાકીય રોકાણકારો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
ક્રિપ્ટો હવે ફક્ત આઠ મહિનામાં તેના મૂલ્યના અડધાથી વધુ ઘટાડાનો સામનો કર્યો છે. ૬, ઓકટોબર ૨૦૨૫ના રોજ ક્રિપ્ટોનું કુલ માર્કેટ કેપ રેકોર્ડ ૪.૩ ટ્રિલિયન ડોલરને આંબી ગયું હતું. આજે, ૨૬૧ દિવસ બાદ, ક્રિપ્ટોનું મૂલ્ય ફક્ત ૨.૦ ટ્રિલિયન ડોલર છે, જે મૂલ્યમાં ૫૪ ટકાનો ઘટાડો દર્શાવે છે. આનો અર્થ એ થયો કે ક્રિપ્ટો માર્કેટમાં સતત ૨૬૧ દિવસ માટે દરરોજ સરેરાશ ૮.૮ અબજ ડોલરનો ઘટાડો થયો છે.