Business

ગુજરાતીઓનું સિક્રેટ જે તેમને પૈસાદાર બનાવે છે! આજથી જ ફોલો કરવા લાગશો

By GS Team
6 Aug 20262 mins read
TukuTouch Logo
ગુજરાતીઓની ધનવાન બનવાની કળા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. તેઓ દેખાડાથી દૂર રહી, ગાડી પહેલા જમીન ખરીદે છે. નોકરીને કાયમી સુરક્ષા ન ગણતા, બચત અને રોકાણ પર ભાર મૂકે છે. ડિગ્રી કરતાં પ્રતિષ્ઠાને મહત્ત્વ આપી, બાળકોને નાનપણથી જ નાણાકીય વ્યવસ્થાપન શીખવે છે. આમદની કરતાં ઓછો ખર્ચ કરી, બચેલા પૈસાનું રોકાણ કરવું એ જ તેમનો સફળ ધન મંત્ર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતીઓનું સિક્રેટ જે તેમને પૈસાદાર બનાવે છે! આજથી જ ફોલો કરવા લાગશો

Gujarati money management rules wealth secret : આપણે અવારનવાર સાંભળતા હોઈએ છીએ કે ગુજરાતી પરિવાર પાસે હંમેશા પૈસાની કમી નથી રહેતી અને તેઓ શાનદાર અંદાજમાં જીવે છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેમની આ અમીરી પાછળનું અસલી રહસ્ય શું છે? સોશિયલ મીડિયા પર હાલમાં જ વાયરલ થઇ રહેલી ધન સંચયની પોસ્ટમાં ખાસ નિયમો શેર કર્યા છે, જેને જાણીને તમે પણ દંગ રહી જશો અને તમારી આર્થિક વિચારસરણી બદલાઈ જશે.

ગાડી પહેલા જમીન ખરીદવાની કળા

ગુજરાતીઓનો સૌથી મોટો મંત્ર એ છે કે દેખાડા માટે ગાડી કે મોંઘી ચીજો પાછળ પૈસા ઉડાડવા કરતા જમીન કે પ્રોપર્ટી ખરીદવી વધુ ઉત્તમ છે. જ્યાં સુધી ખિસ્સામાં આર્થિક મજબૂતાઈ ન આવે ત્યાં સુધી લક્ઝરી લાઈફના શોખ મોકૂફ રાખવા જોઈએ. આ સાદગી જ તેમને લાંબા ગાળે સમાજમાં સૌથી આગળ રાખે છે.

નોકરી ક્યારેય કાયમી સુરક્ષા નથી

ઘણા લોકો માને છે કે દર મહિને ફિક્સ પગાર આવી જાય એટલે જિંદગી સેટ છે, પણ આ વાત સાચી નથી. તેમની નજરે પગાર માત્ર ત્યાં સુધી જ સુરક્ષિત છે જ્યાં સુધી કંપની તમને રાખે છે. એટલા માટે જ તેઓ હંમેશા બચત, રોકાણ અને આવકના વધારાના સ્ત્રોત ઊભા કરવા પર વિશેષ ભાર મૂકે છે.

ડિગ્રી કરતાં પ્રતિષ્ઠાનું મોટું મહત્ત્વ

અહીં નોંધવા જેવી મહત્ત્વની વાત એ છે કે માત્ર ડિગ્રી કે સર્ટિફિકેટથી બધું નથી મળતું. તમારી વિશ્વસનીયતા અને ઈમાનદારી જ તમારી અસલી મૂડી છે. તમારી પ્રતિષ્ઠા જોઈને લોકો આંખ બંધ કરીને તમારી પર ભરોસો કરે છે અને મોટા બિઝનેસ કે લોન માટે મદદ કરવા હંમેશા તૈયાર થઈ જાય છે.

બાળકોને નાનપણથી જ શીખવો મની મેનેજમેન્ટ

બાળકોને નાણાકીય બાબતોથી દૂર રાખવાને બદલે તેમને નાનપણથી જ પૈસાની સાચી કિંમત સમજાવવી જોઈએ. ગુજરાતીઓ પોતાના બાળકોને દેખાડા માટે મોંઘા શોખ નથી કરાવતા, પરંતુ ભવિષ્યની જવાબદારીઓ માટે મજબૂત બનાવે છે. આમદની કરતાં હંમેશા ઓછો ખર્ચ કરવો, વધુમાં વધુ પૈસા બચાવવા અને બચેલા નાણાંનું યોગ્ય જગ્યાએ રોકાણ કરવું એ જ તેમનો સાચો અને સફળ ધન મંત્ર છે, જે દરેક વ્યક્તિએ અપનાવવો જોઈએ.