Business

શેરબજારમાં કેશ સેગમેન્ટમાં વ્યક્તિગત રોકાણકારોની સંખ્યા વધી પરંતુ વેપાર હિસ્સામાં ઘટાડો

By GS Team
26 Nov 20261 min read
TukuTouch Logo
મુંબઈ: ભારતીય શેરબજારના કેશ સેગમેન્ટમાં ઓક્ટોબરમાં વ્યક્તિગત રોકાણકારોની સંખ્યા 1.43 કરોડ સાથે બે વર્ષની ટોચે પહોંચી છે. જોકે, તેમના વેપારનો હિસ્સો 4.50% ઘટીને 30.30% થયો છે, જે સાત મહિનાની નીચી સપાટી છે. પ્રોપ્રાઈટરી ટ્રેડર્સનો હિસ્સો 33.50% સાથે સૌથી વધુ રહ્યો છે. આ સમયગાળામાં વ્યક્તિગત રોકાણકારોએ સેકન્ડરી માર્કેટમાં 13558 કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

શેરબજારમાં કેશ સેગમેન્ટમાં વ્યક્તિગત  રોકાણકારોની સંખ્યા વધી પરંતુ વેપાર હિસ્સામાં ઘટાડો

કેશ સેગમેન્ટમાં પ્રોપ્રાઈટરી ટ્રેડરોનો વેપાર હિસ્સો ૩૩.૫૦ ટકા સાથે સૌથી ઊંચો
મુંબઈ : ભારતીય શેરબજારમાં કેશ સેગમેન્ટમાં વ્યક્તિગત રોકાણકારોની સંખ્યામાં વધારો થયો છે, પરંતુ વેપારમાં તેમના હિસ્સામાં ઓકટોબરમાં ઘટાડો જોવા મળ્યો છે.
નેશનલ સ્ટોક એકસચેન્જ (એનએસઈ) માર્કેટ પલ્સમાં પૂરા પડાયેલા ડેટા પ્રમાણે, ઓકટોબરમાં કેશ સેગમેન્ટમાં વ્યક્તિગત રોકાણકારોની સંખ્યા ૧.૪૩ કરોડ સાથે બે વર્ષની ટોચે રહી હતી જે સપ્ટેમ્બરમાં ૧.૨૩ કરોડ જોવા મળી હતી.
ઓકટોબર, ૨૦૨૪માં આ આંક ૧.૫૮ કરોડ રહ્યો હતો. નીચા મૂલ્ય તથા કયારેક કયારેક કરાતા વેપારને કારણે ઈન્વેસ્ટરોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે, પરંતુ વેપારમાં તેમના હિસ્સામાં વધારો થયો નથી.
કેશ માર્કેટમાં વ્યક્તિગત રોકાણકારોનો હિસ્સો વાર્ષિક ધોરણે ૪.૫૦ ટકા ઘટી ૩૦.૩૦ ટકા રહ્યો હતો જે સાત મહિનાની નીચી સપાટીએ હતો. ઓકટોબર, ૨૦૨૫માં આ આંક ૩૪.૮૦ ટકા હતો. પ્રોપ્રાઈટરી ટ્રેડર્સનો હિસ્સો ૩૩.૫૦ ટકા સાથે સૌથી વધુ રહ્યો હોવાનું પણ પ્રાપ્ત ડેટામાં જણાવાયું છે. કેશ સેગમેન્ટના વેપારમાં ઘરેલુ સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો ૧૪ ટકા જ્યારે વિદેશી રોકાણકારોનો હિસ્સો ૧૩.૪૦ ટકા રહ્યો છે. ઓકટોબરમાં વ્યક્તિગત રોકાણકારોએ સેકન્ડરી માર્કેટમાં રૂપિયા ૧૩૫૫૮ કરોડની નેટ વેચવાલી કરી હતી.
પ્રાઈમરી માર્કેટમાં વ્યક્તિગત ઈન્વેસ્ટમેન્ટ વર્તમાન નાણાં વર્ષના પ્રથમ સાત મહિનામાં રૂપિયા ૩૨૭૬૪ કરોડ રહ્યુ હતું. આઈપીઓમાં વધારાને કારણે વ્યક્તિગત રોકાણકારોના રોકાણમાં વધારો જોવા મળ્યો છે.