Business

અમેરિકાથી અહેવાલ આવતાં જ ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્સ-નિફ્ટી રોકેટ બન્યા !

By GS TEAM
26 Nov 20252 mins read
TukuTouch Logo
ભારતીય શેરબજારમાં આજે બુધવારે ખરીદીનો જોરદાર માહોલ જોવા મળી રહ્યો છે અને બજાર ઓલ-ટાઇમ હાઇની નજીક પહોંચી ગયું છે. સેન્સેક્સ 720 પોઇન્ટના ઉછાળા સાથે 85,300ની સપાટીને પાર કરી ગયો છે, જ્યારે નિફ્ટી 227 પોઇન્ટના વધારા સાથે 26,112 પર ટ્રેડ કરી રહ્યો છે. બૅન્ક નિફ્ટીમાં પણ 628 પોઇન્ટથી વધુનો મજબૂત ઉછાળો નોંધાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકાથી અહેવાલ આવતાં જ ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્સ-નિફ્ટી રોકેટ બન્યા !

Indian Stock Market : ભારતીય શેરબજારમાં આજે બુધવારે ખરીદીનો જોરદાર માહોલ જોવા મળી રહ્યો છે અને બજાર ઓલ-ટાઇમ હાઇની નજીક પહોંચી ગયું છે. સેન્સેક્સ 720 પોઇન્ટના ઉછાળા સાથે 85,300ની સપાટીને પાર કરી ગયો છે, જ્યારે નિફ્ટી 227 પોઇન્ટના વધારા સાથે 26,112 પર ટ્રેડ કરી રહ્યો છે. બૅન્ક નિફ્ટીમાં પણ 628 પોઇન્ટથી વધુનો મજબૂત ઉછાળો નોંધાયો છે.

બજારમાં તેજી પાછળનું કારણ શું? 

બજારમાં આવેલી આ શાનદાર તેજી પાછળ વૈશ્વિક બજારોનો મજબૂત સંકેત મુખ્ય કારણ છે. વૈશ્વિક બજારોમાં સતત ત્રીજા દિવસે તેજી જોવા મળી રહી છે. અમેરિકામાં રિટેલ વેચાણ અને ગ્રાહક વિશ્વાસ જેવા આર્થિક ડેટા નબળા આવતા, એવી આશા વધી છે કે યુએસ ફેડરલ રિઝર્વ બૅંક ડિસેમ્બર 2025માં વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે. આ સકારાત્મક સંકેતને કારણે અમેરિકાથી લઈને એશિયન બજારો સુધી તેજીનો માહોલ છે, જેની સીધી અસર ભારતીય બજાર પર પણ જોવા મળી રહી છે.

તમામ સેક્ટરમાં હરિયાળી 

આજના કારોબારમાં ઘરેલુ બજારના તમામ સેક્ટર ગ્રીન ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે. સૌથી વધુ તેજી ઓટો, મેટલ, પીએસયુ બૅન્ક, ફાર્મા અને કન્ઝ્યુમર સેક્ટરમાં જોવા મળી રહી છે. BSEના ટોચના 30 શેરોમાંથી માત્ર ભારતી એરટેલના શેરમાં 2 ટકાનો ઘટાડો છે, જ્યારે બાકીના તમામ 29 શેર તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. અદાણી પોર્ટ્સ, ટ્રેન્ટ, ટાટા સ્ટીલ, એક્સિસ બૅન્ક અને ટાટા મોટર્સના શેરમાં 2 ટકા સુધીનો ઉછાળો આવ્યો છે.

રોકાણકારોને થઈ બમ્પર કમાણી

બજારની આ તેજીમાં રોકાણકારોની સંપત્તિમાં મોટો ઉછાળો આવ્યો છે. 25 નવેમ્બરે બીએસઇનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન 469.41 લાખ કરોડ રૂપિયા હતું, જે આજે વધીને 473.65 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. આનો અર્થ એ છે કે માત્ર આજના ટ્રેડિંગ સેશનમાં જ રોકાણકારોની સંપત્તિમાં 4.24 લાખ કરોડ રૂપિયાનો જંગી વધારો થયો છે.

આ શેરોમાં જોવા મળ્યો સૌથી વધુ ઉછાળો

Best Agro life: શેર આજે 16% ઉછળીને ₹350.25 પર પહોંચ્યો.

Igarashi Motors India: શેરમાં 17%ની તેજી આવી અને તે ₹512.40 પર ટ્રેડ કરી રહ્યો હતો.

Rusel Tech: શેરમાં 11%નો ઉછાળો નોંધાયો અને તે ₹769.20 પર હતો.

Lloyds Metals: શેર 5% વધીને ₹1,240.90 પર પહોંચ્યો.

SAIL: શેર 4%ના વધારા સાથે ₹136 પર ટ્રેડ કરી રહ્યો હતો.

આ સિવાય ટાટા ઇન્વેસ્ટમેન્ટ કૉર્પોરેશનમાં 7%, રિલાયન્સ પાવરમાં 6% અને નેટકો ફાર્માના શેરમાં 7%ની તેજી જોવા મળી.