Business

૩૦ વર્ષ પછી સપ્ટેમ્બરમાં સૌથી વધુ IPO મૂડીબજારમાં પ્રવેશ્યા

By GS Team
25 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં શેરબજારની વોલેટાલિટી વચ્ચે પણ IPO માર્કેટમાં તેજી જોવા મળી છે. સપ્ટેમ્બર મહિનામાં 30 મેનબોર્ડ IPO આવ્યા, જે ડિસેમ્બર 1996 પછીનો સૌથી મોટો આંકડો છે. આ IPO દ્વારા રૂ. 38,785 કરોડ એકત્ર થયા. NSEનો રૂ. 22,561 કરોડનો ઇશ્યૂ સૌથી મોટો રહ્યો. SME સેગમેન્ટમાં પણ 37 IPO દ્વારા રૂ. 1,486 કરોડ એકત્ર થયા, જે નાના ઉદ્યોગો માટે સીધી તક બની.

Summarized by AI; it may make mistakes. Check important info

૩૦ વર્ષ પછી સપ્ટેમ્બરમાં સૌથી વધુ IPO મૂડીબજારમાં પ્રવેશ્યા

ડિસેમ્બર ૧૯૯૬માં ૩૩ IPO આવ્યા હતા :સપ્ટેમ્બરમાં ૩૭ એસએમઈ IPO આવ્યા, જે એક મહિનાનો સૌથી મોટો આંકડો
અમદાવાદ : શેરબજારમાં વિદેશી રોકાણકારોની વેચવાલી અને ક્રૂડ ઓઈલના ભાવમાં તેજીથી સર્જાયેલી ભારે વોલેટાલિટી વચ્ચે પણ આઈપીઓ માર્કેટમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. સપ્ટેમ્બર મહિનો છેલ્લાં લગભગ ૩૦ વર્ષોમાં મેનબોર્ડ ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ (આઈપીઓ) માટે સૌથી વ્યસ્ત મહિનો બનીને ઊભરી આવ્યો છે.
આ મહિને એટલે કે સપ્ટેમ્બરમાં અત્યાર સુાૃધીમાં ૩૦ આઈપીઓ આવી ચૂક્યા છે. આ આંકડો ડિસેમ્બર ૧૯૯૬ પછી કોઈપણ એક મહિનાનો સૌથી મોટો આંકડો છે. ડિસેમ્બર ૧૯૯૬માં એક જ મહિનામાં ૩૩ આઈપીઓ આવ્યા હતા.
આ મહિને આઈપીઓ દ્વારા ફંડ (ભંડોળ) એકત્ર કરવામાં પણ ભારે તેજી જોવા મળી છે. મેનબોર્ડ આઈપીઓ દ્વારા કંપનીઓએ આશરે રૂ. ૩૮,૭૮૫ કરોડ એકત્ર કર્યા છે. ગયા વર્ષે ઓક્ટોબર પછી કોઈપણ એક મહિનામાં એકત્ર કરાયેલી આ સૌથી મોટી રકમ છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં ૧૦ આઈપીઓ દ્વારા રૂ. ૪૫,૧૮૮ કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા.
આ વર્ષે નેશનલ સ્ટોક એક્સચેન્જનો રૂ. ૨૨,૫૬૧ કરોડનો ઇશ્યૂ આ મહિને એકત્ર થયેલી કુલ રકમમાં સૌથી મોટો ઈશ્યુ છે. આ મહિને આવેલા ૩૦ આઈપીઓમાંથી ૨૪ આઈપીઓ નાના કદના હતા, જેનું સરેરાશ કદ આશરે રૂ. ૪૦૦ કરોડ રહ્યું હતું.
મેનબોર્ડ આઈપીઓની સાથોસાથ આ વખતે સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ (એસએમઈ) સેગમેન્ટમાં પણ હિલચાલ ખૂબ તેજ રહી છે. સપ્ટેમ્બરમાં ૩૭ એસએમઈ આઈપીઓ આવ્યા હતા, જે ગયા વર્ષે આજ મહિના પછી એક મહિનાનો સૌથી મોટો આંકડો છે. આ આઈપીઓદ્વારા લગભગ રૂ. ૧,૪૮૬ કરોડ એકત્ર કરવામાં આવ્યા, જેનાથી નાની કંપનીઓને શેરબજારમાંથી મૂડી ઊભી કરવાની સીાૃધી તક મળી છે.
પ્રાઇમરી માર્કેાં આ તેજી એવા સમયે આવી છે જ્યારે સેકન્ડરી માર્કેટ (શેરબજાર)માં સતત ઉતાર-ચઢાવ ચાલી રહ્યો છે. વિદેશી રોકાણકારોની સતત વેચવાલી, બોન્ડ યીલ્ડમાં વધારો અને ભૌગોલિક-રાજકીય તણાવના કારણે બજારમાં નિરાશાજનક વાતાવરણ છે.