651 અબજ ડોલરથી વધુના સ્તર સાથે દેશનું ફોરેકસ રિઝર્વ નવીં ટોચે

મુંબઈ : ૩૧મી મેના સપ્તાહમાં દેશનું ફોરેકસ રિઝર્વ નવી ઊંચી સપાટીએ પહોચ્યું હતું.સદર સપ્તાહ દરમિયાન ફોરેકસ રિઝર્વમાં ૪.૮૦ અબજ ડોલરનો વધારો થઈને તે ૬૫૧.૫૦ અબજ ડોલર પર પહોંચ્યું હોવાનું રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)ની ત્રણ દિવસના બેઠકના અંતે જણાવ્યું હતું.
૨૪મી મેના સપ્તાહમાં રિઝર્વ બે અબજ ડોલર ઘટી ૬૪૬.૬૭ અબજ ડોલર રહ્યું હતું. ભારતના બહારી ક્ષેત્ર સ્થિતિસ્થાપક જળવાઈ રહ્યા છે અને બહારી મુખ્ય નબળાઈઓના નિર્દેશાંકો સ્થિતિ સુધરી રહ્યાના સંકેત આપે છે.
દેશની ચાલુ ખાતાની ખાધ પરનું દબાણ ઘટી રહ્યું છે એટલું જ નહીં જીડીપીથી બહારી દેવાના પ્રમાણમાં ઘટાડો થઈ રહ્યો છે.
બહારી નાણાંકીય આવશ્યકતાને પહોંચી વળાય તેવી આપણે સાનુકૂળ સ્થિતિમાં છીએ એમ દાસે જણાવ્યું હતું. ડોલર સામે રૂપિયાને ઘટતો અટકાવવા રિઝર્વ બેન્ક અવારનવાર કરન્સી માર્કેટમાં દરમિયાનગીરી કરતી રહે છે.




