Business

સપ્ટેમ્બરમાં દેશનું ક્રુડ આયાત બિલ ૪૭ ટકા વધી ૧૫.૪૦ અબજ ડોલર રહ્યું

By GS Team
23 Oct 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ એશિયામાં તંગદિલીને કારણે ક્રૂડ તેલના ભાવ વધતા સપ્ટેમ્બરમાં ભારતનું ક્રૂડ ઓઈલ આયાત બિલ 47% વધીને $15.40 અબજ થયું છે. વોલ્યુમમાં 7% વૃદ્ધિ છતાં, પ્રતિ બેરલ સરેરાશ કિંમત $116.09 નોંધાઈ. રશિયા ભારતનું સૌથી મોટું ક્રૂડ સપ્લાયર રહ્યું, કુલ આયાતમાં 35% હિસ્સો ધરાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સપ્ટેમ્બરમાં દેશનું ક્રુડ આયાત બિલ ૪૭ ટકા વધી ૧૫.૪૦ અબજ ડોલર રહ્યું

પશ્ચિમ એશિયાના યુદ્ધને પરિણામે નીચા વોલ્યુમે પણ આયાત બિલ ઊંચુ
મુંબઈ : ક્રુડ તેલના ભાવમાં ઉછાળાને પરિણામે સપ્ટેમ્બરમાં ભારતનું ક્રુડ ઓઈલઆયાત બિલ વાર્ષિક ધોરણે ૪૭ ટકા વધી ૧૫.૪૦ અબજ ડોલર રહ્યાનું પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલના ડેટામાં જણાવાયું છે. પશ્ચિમ એશિયામાં તંગદિલી વધવાને કારણે ક્રુડ તેલના ભાવ ફરી ઊંચે ગયા છે.
વોલ્યુમની દ્રષ્ટિએ સપ્ટેમ્બરમાં આયાત સાત ટકા વધી ૨.૧૭ કરોડ ટન રહી છે જે ૨૦૨૫ના સપ્ટેમ્બરમાં ૨.૦૩ કરોડ ટન જોવા મળી હતી.
સપ્ટેમ્બરમાં ભારતને ક્રુડ તેલની સરેરાશ આયાત કિંમત ૧૧૬.૦૯ ડોલર પ્રતિ બેરલ પડી હતી જે ગયા વર્ષના સપ્ટેમ્બરમાં ૬૯.૬૧ ડોલર રહી હતી.
એપ્રિલથી સપ્ટેમ્બરના ગાળાનું આયાત બિલ ૪૬.૪૦ ટકા વધી ૯૦.૬૦ અબજ ડોલર રહ્યું છે.
ભારતની આયાતમાં ક્રુડ તેલ ટોચના ક્રમે રહે છે. દેશના માલસામાનના એકંદર આયાત બિલમાં ક્રુડનો હિસ્સો વીસ ટકા જેટલો રહે છે. વર્તમાન કટોકટીને ધ્યાનમાં રાખી ભારતે ઊંચા ભાવે પણ તેલ ખરીદવાનું ચાલુ રાખ્યુ છે જેથી ઘરઆંગણે ઉપલબ્ધતા જળવાઈ રહે.
હોર્મુઝ ખાડી મારફત અવરજવર કરતા જહાજોના ટ્રાફિકમાં પશ્ચિમ એશિયા યુદ્ધને કારણે ખલેલ પડતા તાજેતરના સમયમાં ક્રુડ તેલના ભાવમાં ફરી ઉછાળો આવ્યો છે.
સપ્ટેમ્બરમાં પણ રશિયા ભારતનું ક્રુડ તેલનું મોટું પૂરવઠેદાર જળવાઈ રહ્યું હતું. ક્રુડની કુલ આયાતમાં ૩૫ ટકા હિસ્સો રશિયન ઓઈલનો રહ્યો હતો, એમ રિસર્ચ પેઢી કેપ્લરના ડેટામાં જણાવાયું હતું.
ભારતને ક્રુડ તેલનો પૂરવઠો કરનારા ટોચના પાંચ દેશોમાં રશિયા ઉપરાંત ઈરાક, સાઉદી અરેબિયા, યુએઈ તથા કુવૈતનો સમાવેશ થાય છે. સપ્ટેમ્બરમાં ભારતની ક્રુડ આયાતમાં ૭૦ ટકા આ પાંચ દેશો ખાતેથી થઈ હતી.
ક્રુડ ઓઈલનું આયાત બિલ ૧૫.૪૦ અબજ ડોલર જ્યારે એલએનજી આયાત બિલ ૧.૨૦ અબજ ડોલર રહ્યું હતું. દેશની પેટ્રોલિયમ પ્રોડકટની નિકાસ ૪.૮૦ અબજ ડોલર રહી હતી.