અમેરિકા દ્વારા સૂચિત ૧૦૦ ટકા ટેરિફ સામે ટેકસટાઈલ ઉદ્યોગ ચિંતિત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એપરલ તથા ટેકસટાઈલ ક્ષેત્ર માટે અમેરિકા મોટી બજાર
મુંબઈ : દેશના ટેકસટાઈલ ક્ષેત્ર માટે અમેરિકા એક સૌથી મોટી બજાર હોવાથી અમેરિકા દ્વારા વધારાના ૧૦૦ ટકા ટેરિફની આ ક્ષેત્ર પર ગંભીર અસર પડી શકે છે એમ ધ કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રી (સીટી) દ્વારા ચિંતા વ્યકત કરવામાં આવી છે.
પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે દેશનો ટેકસટાઈલ ઉદ્યોગ અગાઉથી જ પડકારોનો સામનો કરી રહ્યું છે ત્યારે વધારાના ટેરિફ સહન કરવાનું મુશકેલ બની રહેશે. દેશમાં મોટી સંખ્યાના એમએસએમઈ ટેકસટાઈલ ક્ષેત્ર સાથે સંકળાયેલ છે.
૧૦૦ ટકાના ટેરિફ લાગુ થશે તો અમેરિકામાં એપરલ તથા ટેકસટાઈલ નિકાસ કરવાનું મુશકેલ બની રહેશે એમ સીટીના સુત્રોએ જણાવ્યું હતું.
સૂચિત ટેરિફને કારણે ભારતના ટેકસટાઈલ નિકાસકારોએ સહન કરવાનું ન આવે તેની ભારત સરકાર તકેદારી લે તેવી તેમણે અપેક્ષા વ્યકત કરી હતી.
ભારત તથા અમેરિકા વચ્ચે યોગ્ય તથા સમતુલિત દ્વીપક્ષી વેપાર કરાર આજના સમયની માગ છે.
ભારતે જે દેશો સાથે મુકત વેપાર કરાર કર્યા છે તેને કારણે નવી બજારો ઊભી થઈ છે તેમ છતાં, અમેરિકાની બજારના તે વિકલ્પ બની શકે એમ નહીં હોવાનો પણ ેતેમણે દાવો કર્યો હતો.
વાર્ષિક ૧૦ અબજ ડોલર સાથે અમેરિકામાં ભારતની એપરલ તથા ટેકસટાઈલ નિકાસનો હિસ્સો એકંદર ટેકસટાઈલ નિકાસના ૨૮થી ૩૦ ટકા જેટલો થવા જાય છે.




