Business

વિદેશી લેપટોપ પર પ્રતિબંધ મુદ્દે સરકારનો મોટો નિર્ણય, આયાત અટકાવવાનો કર્યો ઈન્કાર

By GS Team
7 Jan 20252 mins read
This article was originally published on 7 Jan 2025
TukuTouch Logo
કેન્દ્ર સરકાર વિદેશી લેપટોપ પર પ્રતિબંધ લગાવવાના નિર્ણય લેવામાં ફરી પાછીપાની કરી છે. કેન્દ્ર સરકાર પાસે વિદેશથી આયાત થનારા લેપટોપ પર પ્રતિબંધ મૂકવાનો કે પછી આયાતના જથ્થાનો ઘટાડી દેવાની કોઈ યોજના નથી. સરકારનું માનવું છે કે, દેશમાં સ્માર્ટફોનની જેમ લેપટોપના પ્રોડક્શનમાં ધીમે ધીમે તેજી આવશે અને સ્માર્ટફોનની જેમ વિદેશી લેપટોપની ડિમાન્ડ આપોઆપ ઘટી જશે. એક સમય એવો હતો કે, સ્માર્ટફોનની ડિમાન્ડ વધી હતી, પરંતુ સરકારે તેના પર કોઈપણ પ્રકારનો આયાત પ્રતિબંધ લગાવ્યો નહતો અને સ્થાનિક પ્રોડક્શન વધાર્યું હતું, ત્યારબાદ સ્માર્ટફોનની આયાતમાં ધરખમ ઘટાડો થયો.

Summarized by AI; it may make mistakes. Check important info

વિદેશી લેપટોપ પર પ્રતિબંધ મુદ્દે સરકારનો મોટો નિર્ણય, આયાત અટકાવવાનો કર્યો ઈન્કાર

Gadgets News : કેન્દ્ર સરકાર વિદેશી લેપટોપ પર પ્રતિબંધ લગાવવાના નિર્ણય લેવામાં ફરી પાછીપાની કરી છે. કેન્દ્ર સરકાર પાસે વિદેશથી આયાત થનારા લેપટોપ પર પ્રતિબંધ મૂકવાનો કે પછી આયાતના જથ્થાનો ઘટાડી દેવાની કોઈ યોજના નથી. સરકારનું માનવું છે કે, દેશમાં સ્માર્ટફોનની જેમ લેપટોપના પ્રોડક્શનમાં ધીમે ધીમે તેજી આવશે અને સ્માર્ટફોનની જેમ વિદેશી લેપટોપની ડિમાન્ડ આપોઆપ ઘટી જશે. એક સમય એવો હતો કે, સ્માર્ટફોનની ડિમાન્ડ વધી હતી, પરંતુ સરકારે તેના પર કોઈપણ પ્રકારનો આયાત પ્રતિબંધ લગાવ્યો નહતો અને સ્થાનિક પ્રોડક્શન વધાર્યું હતું, ત્યારબાદ સ્માર્ટફોનની આયાતમાં ધરખમ ઘટાડો થયો.

સ્થાનિક ઉત્પાદનમાં વધારો થશે

IT અને ઈલેક્ટ્રોનિક્સ સેક્રેટરી એસ.કૃષ્ણને કહ્યું કે, HP અને ડેલ જેવી કંપનીઓ આગામી નાણાકીય વર્ષમાં સ્થાનિક ઉત્પાદન વધારશે. આ ઉપરાંત દેશમાં કમ્પોનન્ટ બનાવવાના કામ પણ ઝડપી થશે. સરકાર દેશમાં સેમિકન્ડક્ટર સેક્ટરમાં વધુને વધુ કંપનીઓ રોકાણ કરે તેવી યોજના બનાવી રહી છે, જેથી સેમિકન્ડક્ટર ઉત્પાદકોને પ્રોત્સાહિત કરી શકાય. સરકાર માને છે કે, સેમિકન્ડક્ટર સેક્ટર માટે 10 અબજ ડૉલર નાનું બજેટ છે અને આ બજેટના કારણે જાપાન, અમેરિકા, યુરોપ અને ચીન જેવા દેશો સાથે સ્પર્ધા કરવી પણ મુશ્કેલ છે.

આ પણ વાંચો : એકથી વધુ લોન લીધી હોય તો ચેતજો! RBIએ બદલ્યો નિયમ, વધી શકે છે મુશ્કેલી

PLI યોજનાનો લાભ મળશે

તેમણે કહ્યું કે, ભારતે અન્ય દેશો સાથે સ્પર્ધા કરવી મુશ્કેલ છે, કારણ કે આ દેશો પાસે પહેલાથી જ સેમિકન્ડક્ટર ઉદ્યોગ ધમધમી રહ્યઓ છે, જ્યારે ભારતે હાલ ઓપરેશન સેટઅપ કરવાનો છે. દેશમાં લેપટોપનું ઉત્પાદન નવા નાણાકીય વર્ષથી શરૂ થવાની આશા છે. એચપી અને ડેલે 17,000 કરોડ રૂપિયાની પ્રોડક્શન-લિંક્ડ ઇનિશિયેટિવ સ્કીમ હેઠળ ઉત્પાદન વધારવાની જાહેરાત કરી છે, જેની જાહેરાત 2023માં કરવામાં આવી હતી.

લેપટોપની આયાત પર ક્યારે પ્રતિબંધ મૂકવામાં આવ્યો?

કેન્દ્ર સરકારે સૌપ્રથમ ત્રીજી ઓગસ્ટ-2023ના રોજ લેપટોપની આયાત પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી હતી, જે પહેલી ઓક્ટોબર-2023થી અમલમાં આવવાની હતી. પરંતુ લેપટોપ ઉત્પાદકોના વિરોધ બાદ પ્રતિબંધ હટાવવાની જાહેરાત કરાઈ હતી. અગાઉ એચપી અને ડેલ જેવી કંપનીઓ ભારતમાં લેપટોપ બનાવવાની ના પાડી રહી હતી, પરંતુ સરકારના આ નિર્ણય બાદ બંને કંપનીઓ ભારતમાં ઉત્પાદન કરવા માટે સંમત થઈ ગઈ છે.

આ પણ વાંચો : બજેટમાં મિડલ ક્લાસને મોટી રાહતની શક્યતા! FDના વ્યાજ પર લાગતાં ટેક્સ મુદ્દે થઈ શકે છે જાહેરાત