Business

મોટા રોકાણોને પગલે ટેક ફંડિંગ ૭% વધીને ૧૦.૩ બિલિયન ડોલર

By GS Team
26 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ: ભારતે જર્મની અને ફ્રાંસને પાછળ છોડીને વિશ્વનું 5મું સૌથી વધુ ભંડોળ મેળવનાર ટેક માર્કેટ સ્થાન મેળવ્યું છે. 2026ના પ્રથમ 9 મહિનામાં ભારતીય ટેક્નોલોજી સ્ટાર્ટઅપ્સે $10.3 બિલિયન એકત્ર કર્યા છે, જે ગયા વર્ષ કરતાં 7% વધુ છે. રોકાણકારો હવે ઓછી કંપનીઓમાં મોટું મૂડીરોકાણ કરી રહ્યા છે. 18 મોટા સોદા દ્વારા આ ભંડોળ એકત્ર થયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મોટા રોકાણોને પગલે ટેક ફંડિંગ ૭% વધીને ૧૦.૩ બિલિયન ડોલર

જર્મની અને ફ્રાંસને પાછળ છોડીને ભારત વિશ્વનું પાંચમું સૌથી વધુ ભંડોળ મેળવનાર ટેક માર્કેટ બન્યું
અમદાવાદ : ભારતના ટેક્નોલોજી સ્ટાર્ટઅપ્સે ૨૦૨૬ના પ્રથમ નવ મહિનામાં ૧૦.૩ બિલિયન ડોલર એકત્ર કર્યા છે, જે ફંડિંગ રાઉન્ડમાં ૩૮% નો ઘટાડો થયો હોવા છતાં પાછલા વર્ષની સરખામણીએ ૭% વાૃધુ છે. આ તફાવત દર્શાવે છે કે બજાર હવે વાૃધુ કેન્દ્રિત બની રહ્યું છે. રોકાણકારો ઓછી કંપનીઓમાં મોટું મૂડીરોકાણ કરી રહ્યા છે, જ્યારે નવા અને પ્રારંભિક તબક્કાના સ્ટાર્ટઅપ્સની સંખ્યા ઘટી રહી છે. ભારતમાં ૨૦૨૬ના નવ મહિનામાં ૬ યુનિકોર્ન બન્યા, જે ગયા વર્ષે ૪ હતા.
ટ્રેક્સન ટેક્નોલોજીસના અહેવાલ મુજબ, ૨૧ સપ્ટેમ્બર સુાૃધીમાં ૧,૧૩૪ ફંડિંગ રાઉન્ડ નોંાૃધાયા હતા, જે અગાઉના વર્ષના સમાન સમયગાળામાં ૧,૮૩૮ હતા. પ્રથમ વખત ભંડોળ મેળવનારી કંપનીઓમાં ૩૦% નો ઘટાડો થઈને તે ૩૩૮ થઈ ગઈ છે, જ્યારે સિરીઝ છ અને ત્યારપછીના રાઉન્ડ ૨૩% ઘટીને ૪૦૯ થયા છે.તેમ છતાં, મોટા સોદાઓએ કુલ ભંડોળ વાૃધારવાનું ચાલુ રાખ્યું હતું.
ભારતમાં ઓછામાં ઓછા ૧૦૦ મિલિયન ડોલરના ૧૮ રાઉન્ડ નોંાૃધાયા હતા. સીડ ફંડિંગ ૩૭% ઘટીને ઇં૬૯૮ મિલિયન થયું, જે સૌથી પ્રારંભિક તબક્કે રહેલા દબાણને રેખાંકિત કરે છે.૨૦૨૬ના નવ મહિનામાં જર્મની અને ફ્રાંસને પાછળ છોડીને ભારત વિશ્વનું ૫મું સૌથી વાૃધુ ભંડોળ મેળવનાર ટેક માર્કેટ બન્યું છે. રોકાણકારો ઓછી કંપનીઓમાં મોટા દાવ લગાવી રહ્યા હોવાથી ટેક સેક્ટરમાં ડીલ સાઈઝ (સોદાનું કદ) વાૃધી રહી છે. અર્લી-સ્ટેજ ફંડિંગ ૨૭% વાૃધીને ૪.૨ બિલિયન ડોલર થયું છે. લેટ-સ્ટેજ (મોડા તબક્કાનું) ફંડિંગ ૫.૪ બિલિયન ડોલર પર લગભગ સ્થિર રહ્યું હતું. જ્યારે એન્ટરપ્રાઇઝ ઇન્ફ્રા ફંડિંગમાં ૪૩૬% નો ઉછાળો અને એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન્સમાં ૪૯% નો વાૃધારો થયો હતો.
રોકાણકારોના રસનો મોટો લાભ એન્ટરપ્રાઇઝ ટેક્નોલોજીને મળ્યો હતો. એન્ટરપ્રાઇઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડિંગ અગાઉના વર્ષના ૨૯૨ મિલિયન ડોલરથી ૪૩૬% ઉછળીને ૧.૬ બિલિયન ડોલર થયું, જ્યારે એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન્સ ૪૯% વાૃધીને ૩.૫ બિલિયન ડોલર થયું હતું. ફિનટેક ફંડિંગ ૧૩% વધીને ૨.૨ બિલિયન ડોલર થયું છે.