Business

ટેરિફને કારણે અમેરિકામાં ક્રિસમસમાં થતા ખર્ચમાં વધારો

By GS TEAM
25 Dec 20251 min read
ટેરિફને કારણે અમેરિકામાં ક્રિસમસમાં થતા ખર્ચમાં વધારો

મુંબઈ : આયાત થતા માલસામાન પર જંગી ટેરિફ લાગુ કરવાના અમેરિકાના નિર્ણયને કારણે વર્તમાન વર્ષની ક્રિસમસ અમેરિકનો માટે મોઘી સાબિત થવાની શકયતા જોવાઈ રહી છે. ક્રિસમસના તહેવારમાં ડેકોરેશનથી લઈને મૂર્તિઓ તથા સંગ્રહિત વસ્તુઓની માગ અમેરિકનો મોટેભાગે આયાત દ્વારા જ પૂરી કરે છે. 

અમેરિકામાં ક્રિસમસમાં વપરાતા માલસામાનના ત્રણ મોટા પૂરવઠેદારોનો હિસ્સો એકંદર આયાતમાં ૯૦ ટકા રહે છે જેમની સામે અમેરિકાએ ઊંચા ટેરિફ લાગુ કર્યા છે.

ત્રણ મોટા પૂરવઠેદારોમાં ચીન  ભારત તથા કમ્બોડિયાનો સમાવેશ થાય છે. અમેરિકામાં ક્રિસમસમાં વપરાતા માલસામાનનો સૌથી મોટું પૂરવઠેદાર ચીન રહ્યું છે. બીજા ક્રમે ભારત છે. ભારત ખાતેથી વુડન તથા હેન્ડીક્રાફટસના પ્રોડકટસની અમેરિકામાં નિકાસ થાય છે એમ પ્રાપ્ત ડેટા પરથી જણાયું હતું. 

૨૦૨૪માં અમેરિકાએ   ક્રિસમસમાં  વપરાતા કાચ  અથવા લાકડાના નહીં તેવા ઓર્નામેન્ટસની  એકંદર ૨.૫૫ અબજ ડોલરની આયાત કરી હતી. જેમાંથી ૨.૨૪ અબજ ડોલરની આયાત ચીન ખાતેથી જ્યારે ૪.૪૩ કરોડ ડોલરની આયાત ભારત ખાતેથી કરવામાં આવી હતી. બીજા ક્રમે ૧૬.૫૦ કરોડ ડોલર સાથે કમ્બોડિયા રહ્યું હતું. 

આજ રીતે પ્લાસ્ટિકની બનાવટના ડેકોરેશનની ચીજવસ્તુનો આયાત આંક ૫૮.૯૭ કરોડ ડોલર રહ્યો હતો જેમાંથી ૫૦.૮૦ કરોડ ડોલરની આયાત ચીન ખાતેથી કરવામાં આવી હતી. 

ભારત ખાતેથી મુખ્યત્વે હેન્ડીક્રાફટની નિકાસ વધુ જોવા મળે છે. 

વૈશ્વિક સ્તરની વાત કરીએ તો ક્રિસમસમાં વપરાતા માલસામાનની એકંદર વૈશ્વિક આયાતમાં  કમ્બોડિયા બાદ ૧.૯૦ ટકા સાથે ભારતનો ક્રમ રહ્યો છે.