ખાંડનો સ્ટોક દાયકાના નીચલા સ્તરે, નિકાસ પ્રતિબંધ યથાવત રહેશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ખાંડના વિદેશી શિપમેન્ટ પર મે મહિનામાં લાદવામાં આવેલ પ્રતિબંધ તાજેતરમાં સમાપ્ત થયો
અમદાવાદ મુંબઈ : નવી સીઝન (ઓક્ટોબર-સપ્ટેમ્બર, ૨૦૨૬-૨૭)ની શરૂઆતમાં મિલો પાસે ખાંડનો ઓપનિંગ સ્ટોક ઘટીને ૩.૭૫ મિલિયન ટન થઈ ગયો છે, જે ઓછા ઉત્પાદનને કારણે એક દાયકાથી વધુ સમયગાળામાં સૌથી નીચો છે, તેમ ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું. આનાથી ખાંડની નિકાસ પર ફરીથી પ્રતિબંધ લાદવાની શક્યતા વધી ગઈ છે. ખાંડના વિદેશી શિપમેન્ટ પર મે મહિનામાં લાદવામાં આવેલ પ્રતિબંધ બુધવારે સમાપ્ત થઈ ગયો હતો.
૧ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ ખાંડનો કેરી-ફોરવર્ડ સ્ટોક પાંચ મિલિયન ટન હતો. ઓક્ટોબર-નવેમ્બર સમયગાળામાં પુરવઠો જાળવી રાખવા માટે ઓપનિંગ સ્ટોક રાખવામાં આવે છે, કારણ કે શેરડીનું પિલાણ ઓક્ટોબરના અંત સુધીમાં શરૂ થાય છે.
ખાંડનું ઉત્પાદન ૨૦૨૧-૨૨માં ૩૫.૮ મિલિયન ટન હતું, જે ૨૭% ઘટીને ૨૦૨૫-૨૬ની સીઝનમાં આશરે ૨૮.૧ મિલિયન ટન થયું છે. ઉદ્યોગના અંદાજ મુજબ, છેલ્લા પાંચ સીઝનમાં વપરાશ ૨૭.૩ મિલિયન ટનથી નજીવો વધીને ૨૮.૭ મિલિયન ટન થયો છે.
કિંમતોમાં ઉછાળાને કાબૂમાં રાખવા માટે પુરવઠો વધારવા સરકારે ગયા મહિને છેલ્લા એક દાયકામાં પ્રથમ વખત ૧ મિલિયન ટન કાચી ખાંડની ડયુટી-ફ્રી આયાત કરવાની મંજૂરી આપી હતી, સાથે જ સંગ્રહખોરી સામે વ્યાપક કાર્યવાહી શરૂ કરી હતી અને બલ્ક ઉદ્યોગો પાસે રહેલા ખાંડના સ્ટોક પર મર્યાદા (કેપિંગ) લાદી હતી.
ગયા વર્ષે લગભગ ૧ મિલિયન ટન ખાંડની નિકાસ કરવાની મંજૂરી આપ્યા બાદ, મે ૨૦૨૬માં સરકારે ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી ખાંડના શિપમેન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો.
ગયા મહિને, સરકારે ખાંડના ભાવમાં તીવ્ર ઉછાળા માટે હવામાન સંબંધિત નુકસાનને કારણે સ્થાનિક ઉત્પાદનમાં ઘટાડો, તહેવારોની મોસમ પહેલાં માંગમાં વધારો, વૈશ્વિક ઊંચા ભાવો અને કેટલાક ઉત્પાદકો દ્વારા કરવામાં આવતી સંગ્રહખોરી જેવા પરિબળોને જવાબદાર ગણાવ્યા હતા.
ઇન્ડિયન સુગર એન્ડ બાયો-એનર્જી મેન્યુફેક્ચરર્સ એસોસિએશનએ જણાવ્યું હતું કે ઇથેનોલ તરફ વાળવામાં આવેલી ખાંડ સિવાય કુલ ખાંડનું ઉત્પાદન શરૂઆતના ૩૪.૫ મિલિયન ટનના અંદાજથી સુધારીને આશરે ૩૦.૯ મિલિયન ટન કરવામાં આવ્યું છે.




