Business

STTની આવક ૫૩% વધીને રૂ.૪૦,૨૧૪ કરોડ

By GS Team
20 Sep 20263 mins read
TukuTouch Logo
અમદાવાદ: સરકાર દ્વારા એસટીટી દરમાં કરાયેલા વધારાને કારણે નાણાકીય વર્ષ 2026-27માં 17 સપ્ટેમ્બર સુધીમાં આવક 53% વધીને ₹40,214.36 કરોડ થઈ છે. ગત વર્ષે આ જ ગાળામાં ₹26,305.72 કરોડની આવક થઈ હતી. 1 એપ્રિલથી ફ્યુચર્સ પરનો STT 0.02% થી વધારીને 0.05% કરાયો હતો. ચાલુ નાણાકીય વર્ષમાં STT દ્વારા ₹73,700 કરોડની આવકનો અંદાજ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

STTની આવક ૫૩% વધીને રૂ.૪૦,૨૧૪ કરોડ

દરમાં વધારો કરાયા બાદ આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ
૧ એપ્રિલથી ફ્યુચર્સ પરનો એસટીટી ટ્રેડેડ વેલ્યુના ૦.૦૨ ટકાથી વધારીને ૦.૦૫ ટકા કરવામાં આવ્યો હતા: વર્તમાન નાણાં વર્ષમાં એસટીટી મારફત રૂપિયા ૭૩૭૦૦ કરોડની આવકનો અંદાજ
અમદાવાદ : સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (એસટીટી) થકી થતી આવક નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માં ૧૭ સપ્ટેમ્બર સુાૃધીમાં આશરે ૫૩ ટકા વધીને રૂ. ૪૦,૨૧૪.૩૬ કરોડે પહોંચી ગઈ છે, જે ગત વર્ષે સમાન ગાળામાં રૂ. ૨૬,૩૦૫.૭૨ કરોડ હતી. કેન્દ્રીય બજેટમાં કરવામાં આવેલી જાહેરાત બાદ એપ્રિલ મહિનાથી અમલમાં આવેલા એસટીટી દરોના વધારાને પગલે આ તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે.
૧ એપ્રિલથી ફ્યુચર્સ પરનો એસટીટી ટ્રેડેડ વેલ્યુના ૦.૦૨ ટકાથી વાૃધારીને ૦.૦૫ ટકા કરવામાં આવ્યો હતો. ઓપ્શન્સમાં, પ્રીમિયમ ટર્નઓવર પરનો ટેક્સ ૦.૧ ટકાથી વાૃધીને ૦.૧૫ ટકા થયો હતો, જ્યારે એક્સરસાઇઝ્ડ ઓપ્શન્સ પરનો લેવી રેટ ઇન્ટ્રિન્સિક વેલ્યુના ૦.૧૨૫ ટકાથી વધીને ૦.૧૫ ટકા થયો હતો. વર્ષ ૨૦૨૪ પછી સરકાર દ્વારા એસટીટીમાં કરવામાં આવેલો આ બીજો વધારો હતો.
નાણાકીય વર્ષ ૨૦૨૬ (ખરૂ૨૬) માં કુલ એસટીટી કલેક્શન રૂ. ૫૭,૫૨૨ કરોડ રહ્યું હતું, જે ખરૂ૨૫ માં રૂ. ૫૩,૨૯૬ કરોડ હતું. કેન્દ્રીય બજેટમાં સરકારે ૨૦૨૬-૨૭ માં એસટીટી થકી રૂ. ૭૩,૭૦૦ કરોડ એકત્રિત કરવાનો અંદાજ મૂક્યો છે.
આવકમાં આવેલા આ ઉછાળાનું મુખ્ય કારણ ડેરિવેટિવ્ઝ ટ્રાન્ઝેક્શન્સ પર સરકાર દ્વારા વાૃધારવામાં આવેલા દરો છે. દરના આ ફેરફારનો આૃર્થ એ છે કે સરકાર હવે ટ્રેડ થતા દરેક કોન્ટ્રાક્ટ દીઠ નોંધપાત્ર રીતે વધુ આવક મેળવી રહી છે.
સેબી દ્વારા તાજેતરમાં લાદવામાં આવેલા કડક નિયમો (જેમ કે કોન્ટ્રેક્ટ સાઇઝ મોટી કરવી અને પોઝિશન લિમિટ કડક બનાવવી) નો હેતુ રિટેલ સટ્ટાખોરીને અંકુશમાં લાવવાનો હતો, તેમ છતાં એકંદર માર્કેટ ટ્રાન્ઝેક્શન મૂલ્ય હજુ પણ ઘણું ઊંચું રહ્યું છે.
સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ જે સરકારના પ્રત્યક્ષ કર સંગ્રહ (ડાયરેક્ટ ટેક્સ કલેક્શન) નો એક ભાગ છે, તે માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેન્જો પર થતા ઇક્વિટી, ફ્યુચર્સ અને ઓપ્શન્સ તથા ઇક્વિટી-ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ્સ સહિતના તમામ સિક્યોરિટીઝ સોદાઓ પર વસૂલવામાં આવે છે. આ કરમાંથી થતી આવક સામાન્ય રીતે ટ્રેડિંગ વોલ્યુમની સાથે વાૃધે છે, જે સેકન્ડરી માર્કેટની કામગીરી સાથે સીધી રીતે જોડાયેલ છે.
એસટીટી એ ફ્યુચર્સ અને ઓપ્શન્સ બંને કોન્ટ્રેક્ટ્સના તમામ વેચાણ ટ્રાન્ઝેક્શન પર લાગુ પડતો કર છે, જેમાં પ્રત્યેક ફ્યુચર્સ ટ્રેડનું મૂલ્ય વાસ્તવિક ટ્રેડેડ પ્રાઇસ પર અને ઓપ્શન ટ્રેડનું મૂલ્ય પ્રીમિયમ પર નક્કી કરવામાં આવે છે. ઓપ્શન કોન્ટ્રેક્ટના એક્સરસાઇઝ થવાના કિસ્સામાં, જો તે ઇન-ાૃધ-મની કોન્ટ્રેક્ટ હોય તો દિવસના સેટલમેન્ટ પ્રાઇસ પર એસટીટી વસૂલવામાં આવે છે.
આ વર્ષની શરૂઆતમાં માર્ચ મહિનામાં, આવકવેરા વિભાગે સ્ટોક બ્રોકરોને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ અને અગાઉના વર્ષો માટે ક્લાયન્ટ્સ પાસેથી એકત્રિત કરેલો એસટીટી જો સરકારી ખાતામાં જમા ન કરાયો હોય, તો વ્યાજ સહિત જમા કરાવવા જણાવ્યું હતું.
છેલ્લા એક મહિના દરમિયાન, ક્લોઝિંગ ઓક્શન સેશન અને ૧૦૦ ટકા કોલેટરલ (જમાનત) ની જરૂરિયાત જેવા નિયમનકારી ફેરફારોને કારણે ડેરિવેટિવ્ઝ વોલ્યુમ દબાણ હેઠળ આવ્યું છે.