શેરો કડ્ડ્ડ્ભૂસ : ઓટો શેરોમાં ધબડકો ઈન્ટ્રા-ડે સેન્સેક્સ ૧૧૮૭ પોઈન્ટ તૂટયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અંતે સેન્સેક્સ ૫૭૧ પોઈન્ટ ગબડીને ૭૧૯૧૦ : નિફટી અંતે ૧૯૮ પોઈન્ટ તૂટયો :ગાંધી જયંતિ નિમિતે શેર બજારો આજે બંધ રહેશે
મુંબઈ : વૈશ્વિક બજારોનું સેન્ટીમેન્ટ ડહોળાતા અને ઘર આંગણે મોંઘવારી ફાટમફાટ થવા લાગતાં અને અધૂરામાંપૂરૂ દેશમાં દુષ્કાળનો કાળ લોકોની ખરીદશક્તિને ભીંસી નાખશે એવા અંદાજોએ આજે ફંડો, મહારથીઓ, ખેલંદાઓએ સપ્તાહના અંતે શેરોમાં મોટાપાયે વેચવાલી કરતાં અનેક શેરો કડ્ડ્ડ્ભૂસ થયા હતા. ક્રુડ ઓઈલના વિશ્વબજારમાં ભાવ વધતાં રહી બ્રેન્ટ ક્રુડ ૧૦૦ ડોલરની સપાટી પાર કરી જતાં અને નાયમેક્ષ ક્રુડ ૯૨ ડોલરની સપાટી કુદાવી જતાં અને યુ.એસ. ટ્રેઝરી યીલ્ડ વધીને બે દાયકાની ૫.૩૧ ટકાની ઊંચી સપાટીએ પહોંચી જતાં અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો આજે ૪૭ પૈસા તૂટીને ૯૬.૩૦ થઈ ગયો હતો. ભારત માટે કફોડી હાલત થવાના એંધાણ અને પેટ્રોલ, ડિઝલના ભાવમાં પણ મોટો વધારો થવાની શકયતાએ તહેવારોની સીઝનમાં વાહનોની ખરીદી ઘટવાના અંદાજો સાથે સપ્ટેમ્બર મહિનાના ઓટોમોબાઈલ કંપનીઓના વાહનોના વેચાણના આંકડા અપેક્ષાથી નબળા આવતાં આજે ફંડોએ ઓટો શેરો પાછળ કડાકો બોલાવી દીધો હતો. આ સાથે મેટલ-માઈનીંગ, બેંકિંગ, ઓઈલ-ગેસ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ગાબડાં પડયા હતા. જો કે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ શેરોમાં ફંડો લેવાલ રહ્યા હતા. સેન્સેક્સ આજે ઈન્ટ્રા-ડે ૧૧૮૭.૪૧ પોઈન્ટના કડાકે નીચામાં ૭૧૨૯૨.૮૮ સુધી ખાબકી છેલ્લા કલાકની વોલેટીલિટીના અંતે ૫૭૦.૫૯ પોઈન્ટ ગબડીને ૭૧૯૦૯.૭૦ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ટ્રા-ડે ૪૦૩.૧૫ પોઈન્ટ તૂટીને નીચામાં ૨૨૨૧૭.૩૦ સુધી ખાબકી અફડાતફડીના અંતે ૧૯૮.૫૦ પોઈન્ટ ગબડીને ૨૨૪૨૧.૯૫ બંધ રહ્યો હતો. બીજી ઓકટોબર ૨૦૨૬ના શુક્રવારના ગાંધી જયંતિ નિમિતે શેર બજારો બંધ રહેશે.
મેટલ ઈન્ડેક્સ ૮૮૨ પોઈન્ટ ગબડયો : લોયડ્સ મેટલ રૂ.૧૦૧, સેઈલ રૂ.૮, જિન્દાલ રૂ.૩૩ તૂટયા
મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોની ધૂમ વચવાલી રહી હતી. લોયડ્સ મેટલ રૂ.૧૦૦.૮૦ તૂટીને રૂ.૧૭૭૮.૧૦, સેઈલ રૂ.૭.૬૦ તૂટીને રૂ.૧૭૪, ટાટા સ્ટીલ રૂ.૫.૫૫ ઘટીને રૂ.૧૭૯.૧૦, જિન્દાલ સ્ટીલ રૂ.૩૩ ઘટીને રૂ.૧૦૯૯, એપીએલ અપોલો રૂ.૬૧.૧૫ ઘટીને રૂ.૨૧૧૯.૯૦, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૭૫.૯૫ ઘટીને રૂ.૨૮૨૪.૩૦, નાલ્કો રૂ.૮.૧૫ ઘટીને રૂ.૩૩૪.૧૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૨૫ ઘટીને રૂ.૧૨૩૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૮૮૨.૪૫ પોઈન્ટ ગબડીને ૩૯૬૩૪.૩૩ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં નવા ગાબડાં : કલ્યાણ જવેલર્સ રૂ.૨૪, ક્રોમ્પ્ટન રૂ.૭, ડિક્સન રૂ.૪૪૦ તૂટયા
કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ આજે નવા ગાબડાં પડયા હતા. કલ્યાણ જવેલર્સ રૂ.૨૩.૭૦ તૂટીને રૂ.૫૨૯.૫૦, ક્રોમ્પ્ટન રૂ.૭.૪૦ ઘટીને રૂ.૨૦૨.૧૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૪૪૦ તૂટીને રૂ.૧૨,૭૦૦, બ્લુ સ્ટાર રૂ.૪૨.૪૫ ઘટીને રૂ.૧૪૭૫, વોલ્ટાસ રૂ.૧૬.૭૦ ઘટીને રૂ.૧૦૫૪, ટાઈટન કંપની રૂ.૫૫ ઘટીને રૂ.૪૫૩૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૭૯૩.૫૯ પોઈન્ટ તૂટીને ૫૭૮૦૯.૪૬ બંધ રહ્યો હતો.
ઓટો ઈન્ડેક્સ ૧૭૯૮ તૂટયો : બજાજ રૂ.૭૯૦, ઉનો મિન્ડા રૂ.૬૬, મારૂતી રૂ.૫૪૯, મહિન્દ્રા રૂ.૯૬ તૂટયા
સપ્ટેમ્બર મહિનાના વાહનોના વેચાણના અલગ અલગ કંપનીઓના જાહેર થયેલા આંકડા અને તહેવારોની સીઝનમાં વાહનોની ખરીદીને નબળો પ્રતિસાદ મળવાના અંદાજોએ ફંડોએ આજે ઓટો શેરોમાં કડાકો બોલાવી દીધો હતો. બજાજ ઓટો રૂ.૭૯૦.૧૫ તૂટીને રૂ.૧૦,૦૬૯.૮૫, ઉનો મિન્ડા રૂ.૬૬.૩૫ ગબડીને રૂ.૧૧૧૫, મારૂતી સુઝુકી રૂ.૫૪૯ ગબડીને રૂ.૧૧,૪૦૦, મધરસન સુમી રૂ.૫.૮૦ તૂટીને રૂ.૧૫૭.૫૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૯૬.૩૫ ગબડીને રૂ.૨૮૫૧.૦૫, બોશ રૂ.૧૫૦૦.૧૫ તૂટીને રૂ.૪૫૫૯૯.૮૫, સોના બીએલડબલ્યુ રૂ.૨૪.૯૫ તૂટીને રૂ.૮૦૫.૯૫, ભારત ફોર્જ રૂ.૫૬.૮૦ તૂટીને રૂ.૧૮૬૬.૧૦, આઈશર મોટર્સ રૂ.૧૯૫.૨૦ તૂટીને રૂ.૬૯૪૯.૮૫, ટીવીએસ મોટર રૂ.૭૯.૫૫ ઘટીને રૂ.૪૦૨૧.૪૫, એમઆરએફ રૂ.૨૨૫૭.૭૫ તૂટીને રૂ.૧,૨૩,૦૪૫.૪૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૭૯૭.૫૩ પોઈન્ટ તૂટીને ૫૬૩૬૪.૦૬ બંધ રહ્યો હતો.
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફરી વેચવાલીનું દબાણ વધ્યું : પીએનબી, એયુ સ્મોલ બેંક, ઈન્ડસઈન્ડ બેંક ઘટયા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફરી વેચવાલીનું દબાણ વધતું જોવાયું હતું. પીએનબી રૂ.૩.૫૦ ઘટીને રૂ.૧૦૯.૯૦, એયુ સ્મોલ બેંક રૂ.૨૪.૪૦ ઘટીને રૂ.૯૯૦.૬૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૭.૭૦ ઘટીને રૂ.૮૮૦, યુનિયન બેંક રૂ.૨.૫૦ ઘટીને રૂ.૧૬૮, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૧.૧૩ ઘટીને રૂ.૮૦.૩૨, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૭ ઘટીને રૂ.૧૩૦૫.૫૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૩૬૯.૧૨ પોઈન્ટ ઘટીને ૬૧૩૫૬.૧૩ બંધ રહ્યો હતો.
બ્રેન્ટ ફરી ૧૦૦ ડોલર પાર : ઓઈલ-ગેસ શેરોમાં ઓફલોડિંગ : રિલાયન્સ, ઈન્દ્રપ્રસ્થ, એચપીસીએ ઘટયા
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ફરી બ્રેન્ટ ક્રુડના ૧૦૦ ડોલર કુદાવી જતાં અને નાયમેક્ષ ૯૨ ડોલરની સપાટી પાર થતાં અને અમેરિકી ડોલર સામે રૂપિયો ૪૭ પૈસા તૂટીને ૯૬.૩૦ થઈ જતાં ઓઈલની આયાત અત્યંત ખર્ચાળ બનવાના નેગેટીવ પરિબળે ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલી રહી હતી. ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૨.૭૫ ઘટીને રૂ.૧૪૨.૯૦, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૧.૫૦ ઘટીને રૂ.૧૧૬૬, એચપીસીએલ રૂ.૬ ઘટીને રૂ.૩૪૬, ઈન્ડિયન ઓઈલ કોર્પ રૂ.૨.૧૫ ઘટીને રૂ.૧૩૨, અદાણી ટોટલ ગેસ રૂ.૯.૩૫ ઘટીને રૂ.૫૮૩.૧૫ રહ્યા હતા.
આઈટી શેરોનો સપોર્ટ : એમ્ફેસીસ રૂ.૯૬, કોફોર્જ રૂ.૭૩, ઈન્ફોસીસ રૂ.૪૦, સાસ્કેન રૂ.૬૧ ઉછળ્યા
ખરાબ બજારે આજે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોની ખરીદીનો સપોર્ટ મળ્યો હતો. એમ્ફેસીસ રૂ.૯૬.૦૫ વધીને રૂ.૨૨૫૪.૯૫, કોફોર્જ રૂ.૭૩.૨૦ વધીને રૂ.૧૮૨૫.૨૦, ઈન્ફોસીસ રૂ.૪૦ વધીને રૂ.૧૦૩૫, સાસ્કેન રૂ.૬૧.૪૦ વધીને રૂ.૧૭૨૩.૦૫, જેનેસીસ ઈન્ટરનેશનલ રૂ.૮.૫૦ વધીને રૂ.૨૮૧.૪૦, ઝેનસાર રૂ.૧૦.૯૫ વધીને રૂ.૪૩૩.૨૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૪૮૦.૨૩ પોઈન્ટ વધીને ૨૭૧૯૮.૭૮ બંધ રહ્યો હતો.
સુગર-એફએમસીજી શેરોમાં તેજીના વળતા પાણી : અલાઈડ બ્લેન્ડર્સ, અવધ સુગર, ઉત્તમ સુગર તૂટયા
દુષ્કાળના એંધાણે મોંઘવારી વધવાની પૂરી શકયતા વચ્ચે એફએમસીજી શેરોમાં ફંડોની વેચવાલી વધતી જોવાઈ હતી. અલાઈડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટીલરીઝ રૂ.૩૯.૬૫ તૂટીને રૂ.૬૭૯.૪૦, ટ્રુઅલ્ટ બાયોએનજીૅ રૂ.૨૩.૪૫ તૂટીને રૂ.૪૪૪.૨૫, ડીસીએમ શ્રીરામ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧.૭૩ તૂટીને રૂ.૩૭.૭૭, અવધ સુગર રૂ.૩૩.૮૦ તૂટીને રૂ.૭૬૭.૨૫, કેસીપી સુગર રૂ.૧.૧૭ તૂટીને રૂ.૨૬.૯૨, ઉત્તમ સુગર રૂ.૧૧.૩૫ તૂટીને રૂ.૨૭૭, મગધ સુગર રૂ.૨૦.૩૦ તૂટીને રૂ.૫૧૦.૩૦ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૨૫૪.૭૦ પોઈન્ટ ઘટીને ૧૬૬૫૧.૨૮ બંધ રહ્યો હતો.
હેલ્થકેર શેરોમાં ફંડોની વેચવાલી વધી : એનલોન હેલ્થકેર, સિન્કોમ, ઈન્ડોકો, પિરામલ ફાર્મા તૂટયા
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં આજે વેચવાલીનું દબાણ વધ્યું હતું. એનલોન હેલ્થકેર રૂ.૧.૭૩ તૂટીને રૂ.૩૨.૯૫, સિન્કોમ ફોર્મ્યુલેશન રૂ.૧.૨૫ તૂટીને રૂ.૨૩.૯૭, ઈન્ડોકો રેમેડીઝ રૂ.૧૧.૪૦ તૂટીને રૂ.૨૫૧.૭૦, પિરામલ ફાર્મા રૂ.૮.૫૫ તૂટીને રૂ.૧૯૭.૭૫, અંબાલાલ સારાભાઈ રૂ.૧.૫૯ તૂટીને રૂ.૩૭.૯૨, શેલબી રૂ.૫.૨૦ ઘટીને રૂ.૩૦૮.૫૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૧૪૭.૧૬ પોઈન્ટ ઘટીને ૪૯૮૯૯.૯૪ બંધ રહ્યો હતો.
મોટી મંદીના એંધાણ : સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં અંધાધૂંધ વેચવાલી : ૩૨૦૪ શેરો નેગેટીવ બંધ
સપ્તાહના અંતે સેન્સેક્સ, નિફટીમાં કડાકો બોલાઈ જવા સાથે મોટી મંદીના એંધાણને લઈ ફંડોએ સ્મોલ, મિડ કેપ શેરોમાં અંધાધૂંધ વેચવાલી કરતાં અનેક શેરોમાં ગાબડાં પડતા માર્કેટબ્રેડથ ખરાબ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૬૫૮ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૨૨૬ અને ઘટનારની સંખ્યા ૩૨૦૪ રહી હતી.
FPIs/FIIની કેશમાં રૂ.૯૪૮૪ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૧૦,૦૪૧ કરોડની ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે ગુરૂવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૯૪૮૪.૨૨ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૨,૨૬૦.૨૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૨૧,૭૪૪.૪૮ કરોડની વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૧૦,૦૪૧.૮૪ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૨૫,૪૨૦.૦૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૩૭૮.૨૦ કરોડની વેચવાલી કરી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૪.૯૦ લાખ કરોડ ધોવાઈને રૂ.૪૬૬.૯૬ કરોડ થયું
સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં વ્યાપક વેચવાલીએ રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૪.૯૦ લાખ કરોડ ઘટીને રૂ.૪૬૬.૯૬ લાખ કરોડ રહ્યું હતું.




