Business

શેરબજારમાં હાહાકાર: સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, ટ્રમ્પના એક નિવેદનથી રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા

By GS Team
2 Sep 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ એશિયામાં અમેરિકા-ઈરાન યુદ્ધના સંકટ અને ટ્રમ્પના આક્રમક વલણને કારણે બુધવારે ભારતીય શેરબજાર ધરાશાયી થયું. સેન્સેક્સ 700થી વધુ અને નિફ્ટી 250થી વધુ પોઈન્ટ તૂટ્યા. લાર્જકેપ, મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી. વૈશ્વિક બજારોમાં પણ ગભરાટ ફેલાયો અને ક્રૂડના ભાવ ભડક્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

શેરબજારમાં હાહાકાર: સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, ટ્રમ્પના એક નિવેદનથી રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા

Indian Stock Market Crash: પશ્ચિમ એશિયામાં વધી રહેલા અમેરિકા-ઈરાન યુદ્ધના સંકટ અને ડોનાલ્ડ ટ્રમ્પના આક્રમક વલણને કારણે વૈશ્વિક બજારોમાં હાહાકાર મચી ગયો છે. બુધવારે ભારતીય શેરબજાર ખુલતાની સાથે જ ધરાશાયી થયું હતું, જેમાં સેન્સેક્સ 700 પોઈન્ટથી વધુ અને નિફ્ટી 250 પોઈન્ટથી વધુ ગાબડા સાથે રેડ ઝોનમાં બતાવી રહ્યા હતા.

સેન્સેક્સ અને નિફ્ટી ઓપનિંગ સાથે જ ક્રેશ

બુધવારે ભારતીય શેરબજારમાં રોકાણકારો માટે શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી.

બીએસઈ સેન્સેક્સ (BSE Sensex): તેના અગાઉના બંધ 76,944 ની સરખામણીએ ઘટીને 76,471 પર ખુલ્યો હતો અને જોતજોતામાં 700 અંકથી વધુ તૂટીને 76,135 ની સપાટીએ પહોંચી ગયો હતો.

એનએસઈ નિફ્ટી (NSE Nifty): અગાઉના બંધ 24,055 સામે રેડ ઝોનમાં 23,858 પર ખુલ્યા બાદ વધુ ઘટીને 23,786 ના સ્તરે કારોબાર કરતો જોવા મળ્યો હતો.

મુખ્ય શેરોમાં ભારે વેચવાલી

બજારમાં અચાનક આવેલી આ મંદીમાં લાર્જકેપ, મિડકેપ અને સ્મોલકેપ એમ ત્રણેય કેટેગરીના શેર્સની હાલત કફોડી થઈ હતી:

લાર્જકેપ: ઇન્ડિગો (IndiGo) 2.70% અને એટરનલ (Eternal) 1.90% સુધી તૂટ્યા હતા.

મિડકેપ: GVT&D (3.10%), ગોદરેજ પ્રોપર્ટીઝ (3%), MFSL (2.90%), TI ઇન્ડિયા (2.50%) અને વોલ્ટાસ (2.20%) ના ભાવમાં ઘટાડો થયો હતો.

સ્મોલકેપ: કેફિન ટેક (KFIN Tech) 3.45%, બ્રિગેડ (Brigade) 3% અને ચોલા હોલ્ડિંગ્સ (Chola Holdings) 2.50% ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

કડાકા પાછળ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન જવાબદાર!

શેરબજારમાં કડાકાનું મુખ્ય કારણ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન છે. તેમણે દાવો કર્યો હતો કે વ્યૂહાત્મક રીતે અતિ મહત્વપૂર્ણ એવા 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' પર હવે અમેરિકાનું લગભગ સંપૂર્ણ નિયંત્રણ છે અને ઈરાનની અર્થવ્યવસ્થા ધ્વસ્ત થઈ રહી છે. આ ઉપરાંત અમેરિકા દ્વારા ઈરાનના લશ્કરી ઠિકાણાઓ પર એરસ્ટ્રાઈક પણ કરવામાં આવી છે.

ક્રૂડ ઓઈલમાં ભડકો અને વૈશ્વિક બજારોની સ્થિતિ

ટ્રમ્પના દાવા બાદ વૈશ્વિક આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ભડકે બળ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ $96 પ્રતિ બેરલ, WTI ક્રૂડ $92 અને મર્બન ક્રૂડ 7% ના ઉછાળા સાથે $104 ને પાર પહોંચી ગયું હતું. ઓઈલ મોંઘું થવાથી એશિયન બજારોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો; જાપાનનો નિક્કેઈ (Nikkei) 1800 અંક, હોંગકોંગનો હેંગસેંગ (HangSeng) 300 અંક અને સાઉથ કોરિયાનો કોસ્પી (KOSPI) ઇન્ડેક્સ 4% સુધી તૂટ્યા હતા.