શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 1200 પોઇન્ટ તૂટ્યો, રોકાણકારોના રૂ.3 લાખ કરોડ સ્વાહા! જાણો કારણો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Stock Market Crash: ગુરુવારે ભારતીય શેરબજારના રોકાણકારો માટે સવાર અત્યંત નિરાશાજનક રહી. વૈશ્વિક બજારોમાંથી મળેલા નબળા સંકેતો, અમેરિકન ટ્રેઝરી યીલ્ડમાં થયેલો તીવ્ર ઉછાળો અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ 100 ડૉલરને પાર પહોંચી જતાં સ્થાનિક બજારમાં વ્યાપક વેચવાલીનું મોજું ફરી વળ્યું હતું. કારોબાર શરૂ થતાંની સાથે જ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી બંને ઇન્ડેક્સ કડડભૂસ થઈ ગયા હતા. બપોરે 2:00 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 1,200 પોઇન્ટથી વધુ અને નિફ્ટી લગભગ 375 પોઇન્ટ તૂટી ગયો હતો, જેના પગલે ગણતરીના કલાકોમાં રોકાણકારોની મૂડીમાંથી અંદાજે 3 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થઈ ગયું હતું.
કારોબાર ખૂલતાં જ સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો
ગુરુવારે સવારે BSE સેન્સેક્સ તેના અગાઉના બંધ 74,82 ની સરખામણીએ સીધો ગગડીને 74,272 પર ખૂલ્યો હતો અને પ્રથમ 5 મિનિટના ટ્રેડિંગમાં જ 700 પોઇન્ટથી વધુ તૂટીને 74,120 ના સ્તર પર આવી ગયો હતો. બપોરે 2:00 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 1.57% અથવા 1,246 પોઇન્ટના ઘટાડા સાથે 73,582 પર કારોબાર કરતો જોવા મળ્યો હતો. બીજી તરફ, NSE નિફ્ટી અગાઉના 23,446ના બંધ સામે ગબડીને 23,221 પર ખૂલ્યો હતો અને કારોબાર આગળ વધતાં 375 પોઇન્ટ તૂટીને 23,048ના નીચલા સ્તરે પહોંચી ગયો હતો.
બજારમાં કડાકા વચ્ચે NSE IPOનું ડેબ્યૂ
શેરબજારમાં સર્જાયેલા આ હાહાકાર વચ્ચે સ્ટોક એક્સચેન્જ NSEના 22,561.57 કરોડ રૂપિયાના મેગા IPOનું લિસ્ટિંગ યોજાયું. આ પબ્લિક ઈશ્યૂ 17થી 21 સપ્ટેમ્બર દરમિયાન સબસ્ક્રિપ્શન માટે ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો. જોકે, સેકન્ડરી માર્કેટમાં પ્રવર્તતી મંદી અને અનિશ્ચિતતાના કારણે ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) લિસ્ટિંગ પહેલાં ઘટીને માત્ર 2% આસપાસ આવી ગયું હતું, જેના કારણે રોકાણકારોમાં સુસ્ત લિસ્ટિંગ ગેઇનની ચિંતા વધી ગઈ હતી.
શેરબજાર ક્રેશ થવા પાછળના મુખ્ય કારણો
- વૈશ્વિક બોન્ડ યીલ્ડમાં તેજી
- વિદેશી રોકાણકારો (FIIs) ની વેચવાલી
- ક્રૂડ ઓઇલ 100 ડૉલરને પાર
- રૂપિયા પર દબાણ અને લોન મોંઘી થવાનો ડર




