શેરબજારમાં બે દિવસના ઘટાડાને બ્રેકઃ સેન્સેકસ ૩૩૨ પોઈન્ટ વધી ૭૪૩૩૬
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નિફટી ૯૯ વધી ૨૩૨૧૭ બંધ બજારમાં સુધારો છતાં બીએસઈ પર માર્કેટ બ્રેડથ નેગેટિવ
મુંબઈ : નીચા વેલ્યુએશને ભારતીય ઈક્વિટીસમાં ઈન્વેસ્ટરોની ખરીદી નીકળતા સતત બે દિવસની ઉડાઉડ વેચવાલી અટકી હતી અને ઘટાડાને બ્રેક લાગી હતી. અમેરિકન ફેડરલ રિઝર્વના વ્યાજ દર અંગે આવનારા નિર્ણય પૂર્વે જોકે સુધારો સાવચેતીભર્યો રહ્યો હતો. ક્રુડ તેલના ભાવમાં પ્રમાણમાં સ્થિરતાએ પણ બજારને ટેકો આપ્યો હતો. જો કે લાર્જ કેપની સરખામણીએ મિડકેપ તથા સ્મોલ કેપ શેરો હજુપણ દબાણ હેઠળ રહ્યા હતા. બીએસઈ સેન્સેકસ ૩૩૨.૬૩ પોઈન્ટ વધી ૭૪૩૩૬.૪૫ બંધ રહ્યો હતો જ્યારે નિફટી ૫૦ ઈન્ડેકસ ૯૯ પોઈન્ટ વધી ૨૩૨૧૭.૬૦ રહ્યો હતો. બીએસઈ પર લિસ્ટેડ શેરોની એકંદર માર્કેટ કેપ રૂપિયા ૦.૫૮ લાખ કરોડ વધી રૂપિયા ૪૭૨.૯૬ લાખ કરોડ રહી હતી. માર્કેટ બ્રેડથ નેગેટિવ રહી હતી. બીએસઈ પર ૧૯૩૦ શેરના ભાવ વધ્યા હતા જ્યારે ૨૪૨૦ કંપનીના શેર ભાવ ઘટયા હતા.
બેન્ક શેરોમાં આકર્ષણ
આગામી ઓકટોબર તથા ડિસેમ્બરની બેઠકમાં રિઝર્વ બેન્ક રેપો રેટમાં વધારો કરશે તેવી ધારણાંએ બેન્ક શેરોમાં આકર્ષણ જોવા મળ્યુ હતું. એનએસઈ પર એસબીઆઈ રૂપિયા ૨૩.૪૦ વધી રૂપિયા ૯૯૧.૪૦, પીએનબી રૂપિયા ૨.૧૦ વધી રૂપિયા ૧૧૬.૮૦, યુનિયન બેન્ક રૂપિયા ૩.૨૦ વધી રૂપિયા ૧૭૮.૨૦, યસ બેન્ક રૂપિયા ૦.૩૩ વધી રૂપિયા ૨૩.૪૦ બંધ રહ્યો હતો. ફેડરલ બેન્ક રૂપિયા ૧.૨૦ ઘટી રૂપિયા ૩૪૧.૮૦ જ્યારે ઈન્ડસઈન્ડ બેન્ક રૂપિયા ૧૦.૦૦ ઘટી રૂપિયા ૯૪૬.૫૦ બંધ રહ્યો હતો.
ડિફેન્સ શેરોમાં પાંચમા સત્રમાં વેચવાલી
બ્રિકસ દેશોની શિખર પરિષદમાં સંરક્ષણ સાધનો સંદર્ભમાં ખાસ મોટા કરાર જાહેર નહીં કરાતા ડિફેન્સ કંપનીના શેરોમાં રોકાણકારોનું માનસ ખરડાયુ હતું. મુખ્ય ડિફેન્સ કંપની એમટાર ટેકમાં રૂપિયા ૧૫૫.૦૦ ઘટી રૂપિયા ૬૭૯૨, સોલાર ઈન્ડ. રૂપિયા ૩૫૦.૦૦ ઘટી રૂપિયા ૧૮૯૦૦, પારસ ડિફેન્સ રૂપિયા ૨૦.૪૦ ઘટી રૂપિયા ૧૩૧૮.૮૦, સિયેન્ટ ડીએલએમ રૂપિયા ૧૫.૩૦ ઘટી રૂપિયા ૮૬૭.૪૦ બંધ રહ્યો હતો.
આઈટી શેરો તૂટયા
ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધારાના કિસ્સામાં કંપનીઓ દ્વારા આઈટી પાછળના ખર્ચમાં ઘટાડો આવી શકે છે તેવી ગણતરીએ આઈટી શેરોમાં રોકાણકારોની વેચવાલી રહી હતી. એચસીએલ ટેક રૂપિયા ૦.૭૦ ઘટી રૂપિયા ૧૨૫૩.૦૦, ટીસીએસ રૂપિયા ૬૨.૨૦ ઘટી રૂપિયા ૨૧૮૮.૮૦, વિપ્રો રૂપિયા ૩.૧૧ ઘટી રૂપિયા ૧૬૬.૮૯, ઈન્ફોસિસ રૂપિયા ૧૭.૦૦ ઘટી રૂપિયા ૧૦૬૦.૦૦ બંધ રહ્યો હતો.
એફએમસીજી શેરોમાં ખરીદી
દેશમાં આગામી તહેવારોની મોસમ દરમિયાન ફાસ્ટ મુવિંગ કન્ઝયૂમર ગુડસ (એફએમસીજી)માં ખરીદી વધવાની આશાએ એફએમસીજી ક્ષેત્રની કંપનીના સ્ટોકસમાં લેવાલી નીકળી હતી. આઈટીસી રૂપિયા ૬.૧૫ વધી રૂપિયા ૨૬૪.૧૫, નેસ્લે રૂપિયા ૨૨.૫૦ વધી રૂપિયા ૧૩૮૪.૫૦ તથા એચયુએલ રૂપિયા ૨૩.૯૦ વધી રૂપિયા ૧૯૬૨.૦૦ બંધ રહ્યો હતો. ઈમામી રૂપિયા ૪.૪૦ ઘટી રૂપિયા ૩૬૯.૩૦, ડાબર ઈન્ડિયા રૂપિયા ૨.૯૦ ઘટી રૂપિયા ૩૮૨.૦૦ બંધ રહ્યો હતો.
મેટલ શેરો મક્કમ
દેશમાં ચોમાસુ સમાપ્ત થવાની તૈયારીમાં છે ત્યારે બાંધકામ તથા માળખાકીય ક્ષેત્ર તરફથી સ્ટીલ સહિતના મેટલની માગ નીકળવાની તૈયારીમાં છે. આજે નેલ્કો રૂપિયા ૫.૪૫ વધી રૂપિયા ૩૫૬.૦૦, હિન્દાલકો રૂપિયા ૧૪.૦૦ વધ રૂપિયા ૯૭૨.૭૦ બંધ રહ્યો હતો. હિન્દ કોપર રૂપિયા ૧૦.૫૦ ઘટી રૂપિયા ૪૮૧.૬૦, વેદાંતા રૂપિયા ૧.૦૦ ગબડી રૂપિયા ૨૫૬.૦૦ બંધ રહ્યો હતો.
એફપીઆઈની રૂ.૨૦૩૨ ંકરોડની વેચવાલી
બુધવારે ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફપીઆઈ/એફઆઈઆઈ)ની ઈક્વિટી કેશમાં રૂપિયા ૧૪૯૯૧.૬૫ કરોડની વેચવાલી અને રૂપિયા ૧૨૯૫૯.૦૪ કરોડની લેવાલી સાથે નેટ રૂપિયા ૨૦૩૨.૬૧ કરોડની વેચવાલી રહી હતી. બીજી બાજુ ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)એ રૂપિયા ૧૫૨૭૯.૫૯ કરોડની લેવાલી કરી હતી અને રૂપિયા ૧૧૩૭૧.૩૬ કરોડની વેચવાલી સાથે નેટ રૂપિયા ૩૯૦૮.૨૩ કરોડની ખરીદી રહી હતી.




