Business

નીતિશ-નાયડુના સત્તાવાર સમર્થન બાદ શેરબજારમાં જોરદાર ઉછાળો, ઘણાં શેર ઓલ ટાઈમ હાઇ

By GS Team
7 Jun 20242 mins read
This article was originally published on 7 Jun 2024
TukuTouch Logo
ઉલ્લેખનીય છે, 4 જૂને સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટા ગાબડાં સાથે રોકાણકારોએ એક જ દિવસમાં 31 લાખ કરોડથી વધુની મૂડી ગુમાવી હતી. સેન્સેક્સ અને નિફ્ટી આ કડાકામાંથી ઉભરી આવ્યા છે, પરંતુ હજી તેની ઓલટાઈમ હાઈ સપાટીથી દૂર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નીતિશ-નાયડુના સત્તાવાર સમર્થન બાદ શેરબજારમાં જોરદાર ઉછાળો, ઘણાં શેર ઓલ ટાઈમ હાઇ

Stock Market Boom: લોકસભા ચૂંટણી 2024ના પરિણામોના દિવસે શેરબજારમાં નોંધાયેલા મોટા કડાકા બાદ માર્કેટ માત્ર 3 દિવસમાં રિકવર થયું છે. એનડીએને ચંદ્રબાબુ નાયડુ અને નિતિશકુમારનું સંપૂર્ણ સમર્થન મળતાં એનડીએની સરકાર નિશ્ચિત થઈ છે. બીજી બાજુ આરબીઆઈએ પણ જીડીપી ગ્રોથ મજબૂતપણે વધવાનો સંકેત આપતાં શેરબજારમાં ધૂમ તેજી જોવા મળી છે. 

સેન્સેક્સ 1516.51 પોઈન્ટ ઉછળ્યો છે, નિફ્ટી 23250ની ઈન્ટ્રા ડે ટોચે પહોંચ્યો છે. આ સાથે 4 જૂને શેરબજારમાં નોંધાયેલા મોટો કડાકો સળંગ ત્રણ દિવસની તેજીમાં રોકાણકારોની મૂડી રૂ. 26.86 લાખ કરોડ વધી છે. આજે ઓટો ઈન્ડેક્સ સતત બીજા દિવસે નવી ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો છે. આ સિવાય કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને હેલ્થકેર ઈન્ડેક્સે પણ સર્વોચ્ચ ટોચ નોંધાવી છે. 


આજે આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીની બેઠકે વ્યાજદરો યથાવત્ત રાખવાની સાથે જીડીપી ગ્રોથ અંદાજ 2024-25 માટે સુધારી 7.2 ટકા કર્યો છે. જેનાથી દેશની આર્થિક સ્થિતિ મજબૂત હોવાના સંકેત સાથે માર્કેટ સેન્ટિમેન્ટ પોઝિટીવ બન્યું છે.બીજી બાજુ એનડીએ દ્વારા સરકાર બનાવવાની કવાયત શરૂ થઈ ચૂકી છે.


શેરબજારની સ્થિતિ

બપોરે 1.27 વાગ્યે નિફ્ટી 360.95 પોઈન્ટના ઉછાળા સાથે 23182.35 અને સેન્સેક્સ 1297 પોઈન્ટ ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સાથે રોકાણકારોની મૂડી આજે વધુ 5.74 લાખ કરોડ વધી છે.

ઓટો- હેલ્થકેર શેરો બુમ

સનફાર્મા, ડો. રેડ્ડી, સિપ્લા, સુવેન, સહિતના ફાર્મા શેરોમાં જોરદાર ઉછાળાના પગલે આજે બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ 36217.46ની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. લગભગ ટોચની કંપનીઓની ઓટો સેલ્સ મેમાં વધ્યા હોવાની અસર ઓટો શેર્સ પર જોવા મળી છે. ઓટો ઈન્ડેક્સ 1.22 ટકા ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ, મધરસન સુમી સહિતના શેરોમાં વોલ્યૂમ વધતાં તેજી નોંધાઈ છે.

ઉલ્લેખનીય છે, 4 જૂને સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટા ગાબડાં સાથે રોકાણકારોએ એક જ દિવસમાં 31 લાખ કરોડથી વધુની મૂડી ગુમાવી હતી. સેન્સેક્સ અને નિફ્ટી આ કડાકામાંથી ઉભરી આવ્યા છે, પરંતુ હજી તેની ઓલટાઈમ હાઈ સપાટીથી દૂર છે. 

ડિસ્ક્લેમરઃ

આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.