2025નો શુભારંભ : શેરોમાં તેજીનો નવો દોર : સેન્સેક્સ 368 પોઈન્ટ ઉછળી 78507

રોકાણકારોની સંપતિ રૂ.૨.૪૮ લાખ કરોડ વધીને રૂ.૪૪૪.૪૩ લાખ કરોડ
મુંબઈ : કેલેન્ડર વર્ષ ૨૦૨૫નો આજે ભારતીય શેર બજારોમાં શુભારંભ થયો હતો. વૈશ્વિક બજારોમાં અમેરિકા, યુ.કે. સહિત યુરોપ, એશીયાના મોટાભાગના બજારો આજે બંધ રહ્યા સામે ભારતીય શેર બજારોમાં લોકલ ફંડો, સંસ્થાકીય રોકાણકારોએ ઓટોમોબાઈલ, કેપિટલ ગુડઝ શેરોની આગેવાનીએ શેરોમાં મોટું વેલ્યુબાઈંગ કરતાં ફરી તેજીનો નવો દોર શરૂ થયો હતો. અનેક શેરો ઓવર વેલ્યુએશન બાદ કરેકશનમાં મોટો ઘટાડો બતાવીને ફરી આકર્ષક વેલ્યુએશને મળી રહ્યાનો લાભ ઉઠાવી આજે ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ પોતાના પસંદગીના શેરોમાં ખરીદી કરી હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં સતત વેચવાલી સામે લોકલ ફંડોએ ખરીદી કરી હતી. સેન્સેક્સ ૩૬૮.૪૦ પોઈન્ટ વધીને ૭૮૫૦૭.૪૧ અને નિફટી ૫૦ સ્પોટ ૯૮.૧૦ પોઈન્ટ વધીને ૨૩૭૪૨.૯૦ બંધ રહ્યા હતા. અલબત ફયુચર્સમાં સાંજે નાસ્દાકમાં ૧૯૦ પોઈન્ટનો ઘટાડો અને ડાઉ જોન્સમાં ૫૫ પોઈન્ટનો ઘટાડો બતાવાતો હતો.
મારૂતી રૂ.૩૫૪ ઉછળી રૂ.૧૧,૨૨૧ : મહિન્દ્રા વધીને રૂ.૩૦૮૦ : ઓટો ઈન્ડેક્સ ૬૩૮ પોઈન્ટ ઉછળ્યો
ઓટોમોબાઈલ કંપનીઓ માટે નવું વર્ષ ૨૦૨૫ નવા મોડલો સાથે પ્રોત્સાહક નીવડવાની અપેક્ષાએ આજે ફંડોએ પસંદગીના ફ્રન્ટલાઈન શેરોની આગેવાનીમાં મોટું વેલ્યુબાઈંગ કર્યું હતું. મારૂતી સુઝુકી રૂ.૩૫૪.૩૦ ઉછળી રૂ.૧૧,૨૨૧.૨૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૭૩.૭૫ વધીને રૂ.૩૦૮૦.૭૦, ટીવીએસ મોટર રૂ.૩૮.૪૦ વધીને રૂ.૨૪૦૭.૧૦, સુંદરમ રૂ.૧૫.૧૦ વધીને રૂ.૧૦૭૪, એક્સાઈડ રૂ.૫.૨૫ વધીને રૂ.૪૨૨, આઈશર મોટર્સ રૂ.૫૮.૯૦ વધીને રૂ.૪૮૭૬, ટાટા મોટર્સ રૂ.૮.૫૫ વધીને રૂ.૭૪૯.૨૫, અશોક લેલેન્ડ રૂ.૨.૨૫ વધીને રૂ.૨૨૨.૮૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૬૩૭.૮૮ પોઈન્ટ ઉછળીને ૫૨૩૦૦.૮૬ બંધ રહ્યો હતો.
હિટાચી એનજીૅ રૂ.૧૦૧૨ ઉછળી રૂ.૧૫,૪૧૫ : સુઝલોન, લાર્સન, સીજી પાવરમાં તેજી
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં પણ નવેસરથી ફંડોએ ખરીદી કરતાં તેજી જોવાઈ હતી. હિટાચી એનજીૅ રૂ.૧૦૧૨.૦૫ ઉછળી રૂ.૧૫,૪૧૫, સુઝલોન એનજીૅ રૂ.૩.૧૧ વધીને રૂ.૬૫.૩૪, આઈનોક્સ વિન્ડ રૂ.૬.૪૦ વધીને રૂ.૧૮૭.૪૦, કેઈન્સ ટેક રૂ.૧૮૧.૬૦ વધીને રૂ.૭૫૯૫, સીજી પાવર રૂ.૧૩.૪૦ વધીને રૂ.૭૪૦.૫૦, ભેલ રૂ.૩.૯૦ વધીને રૂ.૨૩૩.૨૦, શેફલેર રૂ.૫૭.૧૦ વધીને રૂ.૩૪૬૨.૫૫, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૫૯.૨૦ વધીને રૂ.૩૬૬૭.૨૦, સિમેન્સ રૂ.૯૫.૬૦ વધીને રૂ.૬૬૩૩.૩૦, ગ્રાઈન્ડવેલ નોટર્ન રૂ.૨૬.૧૦ વધીને રૂ.૧૯૪૭.૨૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૮૨૪.૬૧ પોઈન્ટ વધીને ૬૮૬૦૪.૧૧ બંધ રહ્યો હતો.
હેલ્થકેર શેરોમાં સિલેક્ટિવ ખરીદી : સ્ટ્રાઈડ્સ ફાર્મા, બ્લિસ જીવીએસ, સિક્વેન્ટ, ન્યુલેન્ડ લેબમાં તેજી
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. બ્લિસ જીવીએસ રૂ.૧૨.૩૦ વધીને રૂ.૧૭૭, સ્ટ્રાઈડ ફાર્મા રૂ.૪૨.૨૦ વધીને રૂ.૭૦૨, દિશમેન કાર્બોજેન રૂ.૧૪ વધીને રૂ.૨૮૪.૨૦, સિક્વિન્ટ સાઈન્ટિફિક રૂ.૮.૮૦ વધીને રૂ.૧૮૪.૮૦, ન્યુલેન્ડ લેબ રૂ.૬૨૨.૨૦ વધીને રૂ.૧૪,૩૫૦, ગુજરાત થેમીસ રૂ.૧૧.૪૫ વધીને રૂ.૩૧૬.૯૦, ઈન્દ્રપ્રસ્થ મેડી રૂ.૧૯.૫૦ વધીને રૂ.૫૪૨.૫૦, રેઈનબો ચાઈલ્ડ રૂ.૫૩.૬૫ વધીને રૂ.૧૫૫૦.૨૦ રહ્યા હતા.
બેંકિંગ શેરોમાં વેલ્યુબાઈંગ : બજાજ ટ્વિન્સ, ઈન્ડસઈન્ડ, એક્સિસ બેંક, એચડીએફસીમાં આકર્ષણ
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોએ વેલ્યુબાઈંગ કર્યું હતું. ઈન્ડસઈન્ડ બેંક રૂ.૮.૯૫ વધીને રૂ.૯૬૯.૨૦, એક્સિસ બેંક રૂ.૬.૮૦ વધીને રૂ.૧૦૭૨.૦૫, એચડીએફસી બેંક રૂ.૧૦ વધીને રૂ.૧૭૮૨.૪૫, બેંક ઓફ બરોડા રૂ.૧.૧૦ વધીને રૂ.૨૪૧.૬૦ રહ્યા હતા. ફાઈનાન્સ, અન્ય બેંકિંગ શેરોમાં રેપકો હોમ રૂ.૨૫.૭૦ વધીને રૂ.૪૩૩.૫૫, મેડી આસીસ્ટ રૂ.૩૩.૦૫ વધીને રૂ.૬૧૦.૭૫, જેએસડબલ્યુ હોલ્ડિંગ રૂ.૭૬૫.૯૦ વધીને રૂ.૧૬,૦૮૪.૫૫, અરમાન ફાઈનાન્શિયલ રૂ.૫૪.૮૦ વધીને રૂ.૧૨૯૪.૮૦, મુથુટ ફાઈનાન્સ રૂ.૭૯.૬૦ વધીને રૂ.૨૨૧૬.૬૦, નિપ્પોન રૂ.૨૬.૮૫ વધીને રૂ.૭૫૩.૭૦, ફાઈવપૈસા કેપિટલ રૂ.૧૭ વધીને રૂ.૪૮૪.૨૫, જનરલ ઈન્સ્યોરન્સ રૂ.૧૪.૪૦ વધીને રૂ.૪૫૮.૪૫, આઈઈઆએફએલ કેપિટલ રૂ.૧૦.૫૦ વધીને રૂ.૩૩૮.૫૦, પીએનબી હાઉસીંગ રૂ.૨૭.૨૦ વધીને રૂ.૯૦૪.૮૫, પીએનબી ગિલ્ટ્સ રૂ.૩.૬૦ વધીને રૂ.૧૧૨.૧૫, એન્જલ વન રૂ.૮૪.૩૫ વધીને રૂ.૩૦૧૬.૭૫, જિયો ફાઈનાન્શિયલ રૂ.૫.૭૫ વધીને રૂ.૩૦૪.૫૦, બજાજ ફાઈનાન્સ રૂ.૧૧૫.૨૫ વધીને રૂ.૬૯૩૬.૬૫ રહ્યા હતા.
ફંડો, ઓપરેટરો સક્રિય બનતાં સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી તેજીના મંડાણ : ૨૭૪૧ શેરો પોઝિટીવ બંધ
ફંડો, ઓપરેટરો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો આજે વર્ષ ૨૦૨૫ના પ્રથમ દિવસે જ ફરી સક્રિય બન્યા સાથે લેવાલ બનતાં ઘણા સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં નવેસરથી તેજીના મંડાણ થતાં જોવાયા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૭૨ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૭૪૧ અને ઘટનારની સંખ્યા ૧૨૪૧ રહી હતી.
વર્ષ ૨૦૨૫ના પ્રથમ દિવસે રોકાણકારોની સંપતિ ૨.૪૮ લાખ કરોડ વધીને રૂ.૪૪૪.૪૩ લાખ કરોડ
વર્ષ ૨૦૨૫ના પ્રથમ દિવસે ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો, ઓપરેટરોની સક્રિય લેવાલીએ ઘણા શેરોના ભાવો વધી આવતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૪૮ લાખ કરોડ વધીને રૂ.૪૪૪.૪૩ લાખ કરોડ પહોંચી ગયું હતું.
FPIs/FIIની કેશમાં રૂ.૧૭૮૩ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૧૬૯૦ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે બુધવારે કેશમાં શેરોમાં રૂ.૧૭૮૨.૭૧ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૨૩૭.૦૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૩૦૧૯.૭૩ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૧૬૯૦.૩૭ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૮૫૩૬.૯૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૬૮૪૬.૬૦ કરોડની વેચવાલી થઈ હતી.




