Get The App

ક્રેડિટ કાર્ડસ મારફત થતા ખર્ચમાં 13 ટકાથી વધુનો થયેલો વધારો

- ક્રેડિટ કાર્ડસની સંખ્યા પણ ડિસેમ્બરના અંતે ૧૧.૫૭ કરોડ પહોંચી

Updated: Jan 29th, 2026

GS TEAM

Google News
Google News
ક્રેડિટ કાર્ડસ મારફત થતા ખર્ચમાં 13 ટકાથી વધુનો થયેલો વધારો 1 - image

મુંબઈ : ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)માં ઘટાડા તથા તહેવારો નિમિત્તેની માગમાં વધારા ને કારણે વર્તમાન નાણાં વર્ષના એપ્રિલથી ડિસેમ્બરના ગાળામાં ક્રેડિટ કાર્ડસ મારફતના ખર્ચમાં વાર્ષિક ધોરણે ૧૩.૫૭ ટકા વધારો થયાનું રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ડેટા જણાવે છે.

ડિસેમ્બરમાં ક્રેડિટ કાર્ડસ મારફતના ખર્ચમાં વાર્ષિક ધોરણે ૯.૦૪ ટકા વધારો થઈ રૂપિયા ૨.૦૫ ટ્રિલિયન રહ્યો છે જે ૨૦૨૪ના ડિસેમ્બરમાં રૂપિયા ૧.૮૯ ટ્રિલિયન રહ્યો હતો. 

૨૦૨૫માં ડિસેમ્બર ચોથો એવો મહિનો રહ્યો છે જેમાં ક્રેડિટ કાર્ડસ મારફતનો ખર્ચ રૂપિયા ૨ ટ્રિલિયનથી ઉપર રહ્યો છે.

ક્રેડિટ કાર્ડસની સંખ્યા ડિસેમ્બરમાં વાર્ષિક ધોરણે ૭.૧૫ ટકા વધી ૧૧.૫૭ કરોડ રહી હતી. ડિસેમ્બર, ૨૦૨૪ના અંતે  આ આંક ૧૦.૮૦ કરોડ રહ્યો હતો. 

જીએસટીમાં ઘટાડા બાદ તહેવારો દરમિયાન ખર્ચમાં વધારો થતાં વર્તમાન નાણાં વર્ષમાં ક્રેડિટ કાર્ડસ મારફતના ખર્ચમાં વધારો જોવા મળ્યો છે. 

એપ્રિલથી ડિસેમ્બરના ગાળામાં ઈ-કોમર્સ પર ક્રેડિટ કાર્ડ મારફતનો ખર્ચ ૧૪.૩૮ ટકા વધી રૂપિયા ૧૧.૦૩ ટ્રિલિયન રહ્યો હોવાનું પણ પ્રાપ્ત ડેટા જણાવે છે.