Get The App

અમેરિકા ખાતે સ્માર્ટફોનની નિકાસ 86 ટકા વધી 19.68 અબજ ડોલર

- ગત નાણાં વર્ષમાં ઈલેકટ્રોનિકસ નિકાસમાં ૨૪ ટકા વધારો

Updated: Apr 24th, 2026

GS TEAM

Google News
Google News
અમેરિકા ખાતે સ્માર્ટફોનની નિકાસ 86 ટકા વધી 19.68 અબજ ડોલર 1 - image

મુંબઈ : અમેરિકા સાથે ટેરિફ વિવાદને કારણે ભારતના વેપાર સંબંધોમાં તાજેતરમાં ચડાવઊતાર જોવા મળી હોવા છતાં,  અમેરિકા ખાતે સ્માર્ટફોનની નિકાસમાં  વધારો થયો છે.  સમાપ્ત થયેલા નાણાં વર્ષ ૨૦૨૫-૨૬માં  સ્માર્ટફોનની આગેવાનીમાં દેશની ઈલેકટ્રોનિકસ નિકાસ વાર્ષિક ધોરણે ૨૪ ટકા વધી ૪૭.૯૬ અબજ ડોલર રહી છે જે નાણાં વર્ષ ૨૦૨૪-૨૫માં ૩૮.૫૬ અબજ ડોલર જોવા મળી હતી. 

પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ સ્કીમ (પીએલઆઈ)ના નિકાસ વૃદ્ધિના સ્વરૂપમાં પરિણામ મળી રહ્યા હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું. 

સ્માર્ટફોનની નિકાસમાં ૨૨ ટકા વધારો થયો છે. ભારતમાં ઉત્પાદિત સ્માર્ટફોનની અમેરિકા ખાતેથી માગમાં વાર્ષિક ધોરણે ૮૬ ટકા વધારો થઈને ૧૯.૬૮ અબજ ડોલર રહી હતી. 

સ્માર્ટફોન ઉપરાંત પ્રિન્ટેડ સર્કિટ બોર્ડસ, કોમ્પ્યુટર, ટેલિકોમ સાધનોની નિકાસમાં પણ ગત નાણાં વર્ષમાં વધારો જોવા મળ્યો હોવાનું પ્રાપ્ત ડેટામાં જણાવાયું છે. ભારતમાં ઉત્પાદિત ઈલેકટ્રાનિક ચીજવસ્તુઓની હોંગકોંગ, ચીન, યુએઈ તથા સિંગાપુર સહિતના દેશો ખાતે પણ નોંધપાત્ર નિકાસ થાય છે. 

ઈલેકટ્રોનિકસ ક્ષેત્ર માટે સરકારે જાહેર કરેલી પીએલઆઈ સ્કીમ્સને કારણે ઘરઆંગણે ઉત્પાદનમાં વધારો શકય બન્યો છે. 

પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ સ્કીમ લાગુ થયા બાદ સ્માર્ટફોનની નિકાસમાં વધારો થયો છે જેને પરિણામે એકંદર ઈલેકટ્રોનિકસ નિકાસમાં વૃદ્ધિ થવા પામી છે. ભારતના સ્માર્ટફોનની નિકાસ માટે અમેરિકા મોટું મથક બની રહ્યું છે.