Business

માળખાકીય પ્રોજેકટસ ધીમા પડતા કોમર્શિયલ વ્હીકલના વેચાણ પર અસર

By GS Team
9 Jun 20241 min read
This article was originally published on 9 Jun 2024
માળખાકીય પ્રોજેકટસ ધીમા પડતા કોમર્શિયલ વ્હીકલના વેચાણ પર અસર

મુંબઈ : વર્તમાન નાણાં વર્ષમાં કમર્સિઅલ વ્હીકલની હોલસેલ રવાનગીમાં ૪થી ૭ ટકા ઘટાડો જોવા મળવાની સંભાવના છે. ગયા નાણાં વર્ષના ઊંચા સ્તર ઉપરાંત લોકસભાની ચૂંટણીને કારણે કમર્સિઅલ વ્હીકલની વેચાણ વૃદ્ધિ ધીમી પડી છે.

ચૂંટણીને કારણે નાણાં વર્ષ ૨૦૨૫ના પ્રારંભિક મહિનાઓમાં માળખાકીય પ્રોજેકટસ પર પણ અસર પડી છે, જેને કારણે પણ કમર્સિઅલ વાહનોના વેચાણ પર અસર જોવા મળી રહી હોવાનું ઈક્રાના એક રિપોર્ટમાં જણાવાયું હતું.

વેચાણ ઘટવાને પરિણામે કમર્સિઅલ વાહનોના ઉત્પાદકોના કાર્યકારી નફાનું માર્જિન વર્તમાન નાણાં વર્ષમાં ઘટી ૮.૫૦થી ૯.૫૦ ટકા રહેવા અપેક્ષા છે. 

નીચા વોલ્યુમ ઉપરાંત ઊંચા સ્પર્ધાત્મક ભાવના દબાણને કારણે માર્જિન પર અસર જોવા મળી રહી છે. વર્તમાન નાણાં વર્ષમાં કમર્સિઅલ વાહવ ઉદ્યોગમાં ઈન્વેસ્ટમેન્ટ વધવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

 અંદાજે રૂપિયા ૫૯ અબજ ના મૂડીખર્ચની ધારણાં છે, જે ગયા નાણાં વર્ષમાં રૂપિયા ૩૭ અબજ કરાયો હતો.