ઇક્વિટી સ્કીમોના કુલ ઇનફ્લોમાં SIPનો હિસ્સો ૮૩%
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બજારના અસ્થિરતાભર્યા તબક્કાએ રોકાણકારોની મ્યુ. ફંડમાં નાણાં રોકવાની રીત બદલી નાખી
અમદાવાદ : ઇક્વિટી માર્કેટમાંથી મળેલા બે વર્ષના નબળા વળતર અને અસ્થિરતાના તબક્કાઓએ રિટેલ રોકાણકારોની મ્યુચ્યુઅલ ફંડમાં નાણાં રોકવાની રીત બદલી નાખી છે. એકસાથે મોટી રકમ (લમ્પસમ) રોકીને માર્કેટના સમયનો અંદાજ લગાવવાનો પ્રયાસ કરવાને બદલે, રોકાણકારો હવે મોટા પાયે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (સિપ)નો માર્ગ અપનાવી રહ્યા છે.
એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એમ્ફી) દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૬ (FY૨૬)માં ઇક્વિટી સ્કીમોમાં કુલ ઇનફ્લોમાં સિપનો હિસ્સો ૮૩% જેટલો રહ્યો હતો, જે FY૨૫માં ૫૭% અને FY૨૪માં ૬૭% હતો.
આ ટ્રેન્ડ નાણાકીય વર્ષ ૨૦૨૭ (FY૨૭)માં વધુ મજબૂત બન્યો છે. ઓગસ્ટ મહિનામાં સિપ ઇનફ્લો રૂ. ૩૨,૨૯૭ કરોડની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચ્યો હતો અને ઇક્વિટી ફંડ ઇનફ્લોમાં તેનો હિસ્સો ૮૯% હતો. આ દર્શાવે છે કે રોકાણકારો એકસાથે મોટી રકમ રોકવાને બદલે ધીમે-ધીમે હપ્તાવાર રોકાણ કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે.
આ બદલાવ ખૂબ મહત્ત્વપૂર્ણ છે કારણ કે તે શેરબજારના નબળા વળતરના લાંબા ગાળા દરમિયાન જોવા મળ્યો છે. ફંડ ઇન્ડસ્ટ્રીના સુત્રો સિપની વધતી લોકપ્રિયતા પાછળ બજારની અસ્થિરતા, રોકાણકારોમાં વધેલી જાગૃતિ, સરળ ડિજિટલ સુવિધા અને નાના શહેરોમાંથી વધતી ભાગીદારીને કારણભૂત ગણાવે છે.
સિપના કારણે નાના શહેરોના રોકાણકારો માટે પણ એકસાથે મોટી રકમ (લમ્પ-સમ) ભેગી કરવાની રાહ જોયા વગર પ્રમાણમાં નાની રકમથી રોકાણ કરવાનું સરળ બન્યું છે સિપને બજારની અસ્થિરતા વચ્ચે પણ શિસ્તબદ્ધ રીતે રોકાણ જાળવી રાખવાનો એક ઉત્તમ માર્ગ છે. વધતી જતી નાણાકીય સાક્ષરતા, વ્યાપક ડિજિટલ પહોંચ અને ટાયર-૨ તથા ટાયર-૩ બજારોમાંથી વધી રહેલી ભાગીદારીએ આ પ્રવાહને વધુ મજબૂત બનાવ્યો છે. જ્યારે લઘુત્તમ રોકાણની નાની મર્યાદા, સરળ ડિજિટલ ઓનબોર્ડિંગ અને વ્યાપક વિતરણ નેટવર્કે પ્રવેશ માટેના અવરોધો ઘટાડી દીધા છે.
જોકે, આ પ્રવાહ સંપૂર્ણપણે એકતરફી પણ નથી રહ્યો. લાંબા સમયથી ચાલી રહેલા સુસ્ત વળતર અને અસ્થિરતાને કારણે સિપ બંધ થવાના (રિડેમ્પશન) પ્રમાણમાં પણ વધારો થયો છે, ભલે ઇન્ડસ્ટ્રીમાં નવા રોકાણકારો ઉમેરાતા રહેતા હોય. તેમ છતાં, ફંડ મેનેજરો માને છે કે માર્કેટની મંદી વચ્ચે પણ સિપ ઇનફ્લો ટકી રહેવો એ બાબતનો પુરાવો છે કે આ પ્રોડક્ટ હવે પરિવારોની રોકાણ કરવાની આદતમાં ઊંડે સુધી વણાઈ ગઈ છે.
ઇક્વિટી ઇનફ્લોમાં SIPનો હિસ્સો
નાણાં વર્ષ ઇનફ્લો |
FY૨૨ ૪૯% |
FY૨૩ ૭૪% |
FY૨૪ ૬૭% |
FY૨૫ ૫૭% |
FY૨૬ ૮૩% |
(આંકડા ટકામાં) |




