Business

સોનું ઉંચકાયું સામે ચાંદીમાં પીછેહટ : રશિયાથી ક્રૂડ નિકાસ ઘટી 3 માસના તળિયે

By GS Team
26 Jun 20242 mins read
This article was originally published on 26 Jun 2024
સોનું ઉંચકાયું સામે ચાંદીમાં પીછેહટ : રશિયાથી ક્રૂડ નિકાસ ઘટી 3 માસના તળિયે

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ વધ્યા હતા. જ્યારે ચાંદી નરમ રહી હતી. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશદીઠ ૨૩૨૬થી ૨૩૨૭ વાળા ઉંચામાં ૨૩૩૭ તથા નીચામાં ૨૩૨૨ થઈ ૨૩૨૫થી ૨૩૨૬ ડોલર રહ્યા હતા. ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં  સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૭૪૧૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૪૩૦૦ રહ્યા હતા.અમદાવાદ ચાંદીના ભાવ જો કે કિલોના રૂ.૨૫૦ ઘટી રૂ.૯૧૨૫૦ રહ્યા હતા.

 વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૨૯.૫૪થી ૨૯.૫૫ વાળા ઉંચામાં ૨૯.૬૭ તથા નીચામાં ૨૯.૨૫ થઈ ૨૯.૬૦થી ૨૯.૬૧ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૧૩૨૮ વાળા રૂ.૧૪૫૨ જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૭૧૬૧૫ વાળા રૂ.૭૧૭૩૯ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૮૮૬૭૧ વાળા રૂ.૮૮૪૮૬ થઈ રૂ.૮૮૫૧૫ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૧૦૦૨ વાળા નીચામાં ૯૯૦ થઈ ૯૯૧થી ૯૯૨ ડોલર રહ્યા હતા.  જ્યારે પેલેડીયમના ભાવ ઔંશના ૯૯૫ વાળા નીચામાં ૯૫૯ થઈ ૯૭૦થી ૯૭૧ ડોલર રહ્યા હતા.

વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૬૦ ટકા માઈનસમાં રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ ફરી વધી આવ્યાના નિર્દેશો હતા. રશિયાથી ક્રૂડતેલની નિકાસ ઘટી ૩ મહિનાના તળિયે ઉતરી છે. ત્યાં બંદરોએ કામગીરી ધીમી પડયાની ચર્ચા હતી.

વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૮૫.૩૩ વાળા ઉંચામાં ૮૬.૨૩ થઈ ૮૫.૬૧ ડોલર રહ્યા હતા.જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૮૦.૮૨ વાળા વધી ૮૧.૯૦ થઈ ૮૧.૧૯ ડોલર રહ્યા હતા.  કેનેડાાં ફુગાવો વધ્યાના સમાચાર હતા. આના પગલે ત્યાં જુલાઈમાં અપેક્ષીત વ્યાજ દરમાં ઘટાડો વિલંબમાં પડશે.