Get The App

સોના-ચાંદીના ભાવમાં મોટું ગાબડું: ચાંદીના ભાવમાં 5000થી વધુનો ઘટાડો, સોનું પણ સસ્તુ થયું

Updated: Apr 28th, 2026

GS TEAM

Google News
Google News
સોના-ચાંદીના ભાવમાં મોટું ગાબડું: ચાંદીના ભાવમાં 5000થી વધુનો ઘટાડો, સોનું પણ સસ્તુ થયું 1 - image


Gold Silver Rate: લગ્નની સીઝન વચ્ચે સોના-ચાંદીના ભાવને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આજે સર્રાફા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. 28 એપ્રિલના રોજ 24 કેરેટ સોનાના ભાવમાં 1629 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, જેના કારણે સોનું 1,59,557 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. બીજી તરફ ચાંદીના ભાવમાં પણ 5381 રૂપિયાનો જંગી ઘટાડો થતા તે 2,38,339 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે.

22 કેરેટ સોનું અને 18 કેરેટનો રેટ

IBJA મુજબ આજે 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 1,492 ઘટીને 136994 થઈ ગયો છે. તેના પર 3% GST લાગુ નથી પડતો. GST સહિત તેની કિંમત 141103 થશે. 18 કેરેટ સોનાનો ભાવ પણ આજે 1,222 ઘટીને GST વિના 112168 થયો છે, GST સાથે તેનો ભાવ 115533 થઈ ગયો છે. 

14 અને 23 કેરેટ સોનાનો ભાવ

સર્રાફા બજારમાં આજે 23 કેરેટ સોનાનો ભાવ 1623 રૂપિયા ઘટીને 148958 રૂપિયા પર પહોંચી ગયો છે. જ્યારે 14 કેરેટ સોનાનો ભાવ 953 રૂપિયા ઘટીને 87491 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. IBJA દિવસમાં બે વાર રેટ જાહેર કરે છે. એક વખત બપોરે 12 અથવા 12:15 વાગ્યે, અને બીજો સાંજે 5 વાગ્યાની આસપાસ. આ બપોરે 12:15 વાગ્યેનો વર્તમાન રેટ છે.

IBJAના રેટ પ્રમાણે સોનું હવે સર્રાફા બજારમાં ઓલ ટાઈમ હાઈ 1,76,121થી 26564 રૂપિયા સસ્તુ થયું છે. જો યુદ્ધ વચ્ચેની વાત કરીએ તો સોનામાં અત્યાર સુધીમાં 9,540 અને ચાંદીમાં 29,561 ઘટાડો થયો છે.

કેમ ઘટ્યા સોના-ચાંદીના ભાવ

યુદ્ધ વચ્ચે સર્રાફા માર્કેટમાં સોના અને ચાંદીના ભાવ ઘટવાના કારણો અંગે કેડિયા કોમોડિટીઝના પ્રમુખ અજય કેડિયાએ જણાવ્યું કે, બજાર નિયમનકારોએ સોનાના વેપારમાં માર્જિન દરમાં વધારો કર્યો છે, જેની સીધી અસર નાના રોકાણકારો પર પડી છે. ઊંચા માર્જિનને કારણે સટ્ટાબાજી કરનારાઓની સંખ્યા ઘટી ગઈ છે. કિંમતો હવે નરમ પડી રહી છે.