Get The App

ચાંદીના ભાવમાં એકઝાટકે 12 હજાર રૂપિયાનો કડાકો! સોનું પણ થયું સસ્તું; જાણો લેટેસ્ટ રેટ

Updated: Jan 8th, 2026

GS TEAM

Google News
Google News
ચાંદીના ભાવમાં એકઝાટકે 12 હજાર રૂપિયાનો કડાકો! સોનું પણ થયું સસ્તું; જાણો લેટેસ્ટ રેટ 1 - image
AI Image

Gold Silver Price 8 Jan: બુલિયન બજારમાં આજે(8 જાન્યુઆરી, 2026) સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. આમ, ચાંદીના ભાવમાં એકઝાટકે 12,225 રૂપિયા કડાકો થયો છે. જ્યારે સોનું 1,232 રૂપિયા સસ્તું થયું છે. GST વગરની ચાંદીનો ભાવ ઘટીને 2,35,775 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. જ્યારે GST સહિત ચાંદી હવે 2,42,848 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ હવે GST સહિત 1,39,506 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. આજે GST વગરના સોનાનો ભાવ 1232 રૂપિયાના ઘટાડા સાથે 1,35,443 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખૂલ્યો છે.

ચાંદીના ભાવમાં એકઝાટકે 12 હજાર રૂપિયાનો કડાકો! 

ચાંદી GST વગર ઓલ ટાઇમ હાઇ રૂ.2,48,000ની સપાટીએ બંધ થઈ છે. તેવી જ રીતે, GST વગર સોનું રૂ.1,36,675 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું છે. GST વગરનું સોનું 29 ડિસેમ્બર, 2025ના ઓલ ટાઇમ હાઇ રૂ.1,38,181થી રૂ.2,718 સસ્તું થયું છે. જ્યારે GST વગર ચાંદી 7 જાન્યુઆરીના ઓલ ટાઇમ હાઇ રૂ.2,48,000થી રૂ.12,225 સસ્તું થયું છે.

IBJAએ જાહેર કર્યા રેટ

આ રેટ ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન(IBJA) દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. IBJA દિવસમાં બે વખત રેટ જાહેર કરે છે. જેમાં એક વખત બપોરે 12 વાગ્યે અને બીજા આંકડા સાંજે 5 વાગ્યાની આસપાસ. હાલ દર્શાવવામાં આવેલા રેટ બપોરના 12 વાગ્યા મુજબના છે.

આ પણ વાંચો: ટ્રમ્પના કારણે શેરબજાર કડડભૂસ! 500 ટકા ટેરિફની ધમકી બાદ સેન્સેક્સમાં 780 પોઇન્ટનો કડાકો

કેરેટ મુજબ સોનાનો ભાવ

- આજે 23 કેરેટ સોનું પણ 1,227 રૂપિયા ઘટીને 1,34,901 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખૂલ્યું છે. GST સાથે તેનો ભાવ હવે 1,28,948 રૂપિયા છે. આમાં હજુ સુધી મેકિંગ ચાર્જનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

- 22 કેરેટ સોનાનો ભાવ 1,128 રૂપિયા ઘટીને 1,24,066 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. GST સાથે, તેનો ભાવ 1,27,787 રૂપિયા છે.

- 18 કેરેટ સોનાનો ભાવ 924 રૂપિયા ઘટી ગયો છે. આજે તે 1,01,582 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખૂલ્યો છે અને GST સાથે તેનો ભાવ 1,04,629 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો છે.

- 14 કેરેટ સોનાનો ભાવ પણ 721 રૂપિયા ઘટીને 79,234 રૂપિયા પર ખૂલ્યો છે અને GST સાથેનો ભાવ 81,611 રૂપિયા છે.

ડિસ્ક્લેમર: સોના-ચાંદીના ભાવ IBJA મુજબના છે. તમારા શહેરમાં રૂ.1,000 થી રૂ.2,000નો તફાવત જોવા મળી શકે છે.