Business

અમેરિકાના દબાણને કારણે રશિયા ખાતેથી ક્રુડની આયાત ઘટવાના સંકેત

By GS TEAM
7 Oct 20251 min read
અમેરિકાના દબાણને કારણે રશિયા ખાતેથી ક્રુડની આયાત ઘટવાના સંકેત

મુંબઈ : અમેરિકાના સતત દબાણ છતાં સપ્ટેમ્બરમાં  રશિયા ભારતનું ક્રુડ તેલનું ટોચનું પૂરવઠેદાર બની રહ્યું હતું. અમેરિકા દ્વારા ભારતના માલસામાન પર ટેરિફ લાગુ કરાવા છતાં રશિયા પાસેથી ક્રુડ તેલની ખરીદી ભારતે જાળવી રાખી હોવાનું પ્રાપ્ત ડેટા જણાવે છે. જો કે રશિયા ખાતેથી ક્રુડ તેલની ભારતની આયાત ઘટી રહી હોવાનું પણ જોવા મળી રહ્યું છે. 

ઓગસ્ટની સરખામણીએ રશિયા ખાતેથી આયાતમાં ૧૦ ટકા ઘટાડો થયો છે અને વાર્ષિક ધોરણે ૧૩ ટકા ઘટાડો થયો છે. ભારતની ક્રુડ તેલની એકંદર આયાતમાં અંદાજે ૩૪ ટકા જેટલો હિસ્સો રશિયાનો રહ્યો હતો. 

વર્તમાન વર્ષના એપ્રિલમાં ભારતના ક્રુડ તેલની ખરીદીમાં રશિયાનો હિસ્સો જે ૪૦.૨૫ ટકા હતો તે ગત મહિને ઘટી ૩૩.૯૦ ટકા પર આવી ગયાનું પ્રાપ્ત આંકડા જણાવે છે. વર્તમાન કેલેન્ડર વર્ષના અંત સુધીમાં આ ટકાવારી ઘટવાની શકયતા જોવાઈ રહી છે. 

અમેરિકાના સતત દબાણને કારણે આ ઘટાડો  થઈ રહ્યાનું ઓઈલ કંપનીઓના સુત્રોએ જણાવ્યું હતું.