Business

સેન્સેક્સનો ૫૩૩ પોઈન્ટનો ઉછાળો અંતે ધોવાયો

By GS Team
1 Oct 20265 mins read
TukuTouch Logo
મુંબઈ શેરબજારમાં FPIs/FIIની રૂ. 10,148 કરોડની જંગી વેચવાલી વચ્ચે નિફટી 96 પોઈન્ટ ઘટીને 22620 થયો. ઈરાન-અમેરિકા તણાવે ક્રૂડ ઉકળતા અને ત્રણ દિવસની રજા પૂર્વે ફંડોએ ઊંચા ભાવે વેચવાલી કરતા ફાર્મા, મેટલ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં કડાકો બોલાયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

સેન્સેક્સનો ૫૩૩ પોઈન્ટનો ઉછાળો અંતે ધોવાયો

ક્રુડ ફરી ઉકળ્યું : ત્રણ દિવસની રજા પૂર્વે ઉછાળે હળવા થતાં ફંડો : શોર્ટ કવરિંગ બાદ આંચકા : ફાર્મા શેરોમાં કડાકો
નિફટી ૯૩ પોઈન્ટનો સુધારો ધોવાઈ અંતે ૯૬ પોઈન્ટ ઘટીને ૨૨૬૨૦ : FPIs/FIIની કેશમાં રૂ.૧૦,૧૪૮ કરોડની જંગી ચોખ્ખી વેચવાલી
મુંબઈ : ઈરાન અને અમેરિકા વચ્ચે ટેન્શન યથાવત રહી ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પરના આર્થિક પ્રતિબંધો હળવા કરવાનો ઈરાનની જપ્ત સંપત્તિ મુક્ત કરવાનો ઈન્કાર કરતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવ ફરી ઉકળવા લાગી બ્રેન્ટના દોઢ ટકા વધીને ૯૮ ડોલર નજીક અને નાયમેક્ષ-ન્યુયોર્ક ક્રુડના ૯૧ ડોલર નજીક પહોંચી જતાં વૈશ્વિક બજારો સાથે ભારતીય શેર બજારોમાં પણ આરંભિક ઉછાળો ટક્યો નહોતો. આ સાથે શુક્રવારે ૨, ઓકટોબરના ગાંધી જયંતિ નિમિતે શેર બજારો બંધ રહેનાર હોઈ ત્રણ દિવસની સળંગ રજા આવી રહી હોઈ ફંડો, મહારથીઓએ તેજીનો મોટો વેપાર ઉછાળે હળવો કરવાનું પસંદ કરતાં આરંભિક ઉછાળો ધોવાઈ બજાર નેગેટીવ ઝોનમાં આવી ગયું હતું. ફંડોએ આજે ખાસ હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં હેમરિંગ કર્યું હતું. આ સાથે મેટલ-માઈનીંગ, કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ શેરોમાં પણ વેચવાલી કરી હતી. અલબત બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ, આઈટી-સોફ્ટવેર શેરોમાં આરંભમાં શોર્ટ કવરિંગની તેજીએ સેન્સેક્સ શરૂઆતમાં ૫૩૩.૧૬ પોઈન્ટની છલાંગે ઉપરમાં ૭૩૦૬૨.૨૩ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી સંપૂર્ણ સુધારો ધોવાઈ અંતે સેન્સેક્સ ૪૮.૭૮ પોઈન્ટ ઘટીને ૭૨૪૮૦.૨૯ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ આરંભમાં ૯૩.૧૫ પોઈન્ટના ઉછાળે ઉપરમાં ૨૨૮૦૯.૩૫ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી ઘટી આવી સંપૂર્ણ સુધારો ધોવાઈ અંતે ૯૫.૭૫ પોઈન્ટ ઘટીને ૨૨૬૨૦.૪૫ બંધ રહ્યો હતો.
હેલ્થકેર ઈન્ડેક્સ ૧૨૦૬ તૂટયો : અપોલો હોસ્પિટલ રૂ.૫૬૩, વેનબરી રૂ.૧૮, ફોર્ટિસ હેલ્થ રૂ.૫૧ ગબડયા
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં આજે સન ફાર્મા, અપોલો હોસ્પિટલ્સ, ફોર્ટિસ હેલ્થકેર, મેક્સ હેલ્થકેર, દિવીઝ લેબ સહિતમાં મોટાપાયે ઓફલોડિંગ થતાં ગાબડાં પડયા હતા. સન ફાર્મા ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪૦ તૂટીને રૂ.૧૮૨૦, ઈન્નોવા કેપટેબ રૂ.૧૧૪.૪૫ તૂટીને રૂ.૧૧૫૮.૧૫, વેનબરી રૂ.૧૮.૨૫ તૂટીને રૂ.૧૯૮.૯૦, ઈન્ડસ્વિફ્ટ લેબ રૂ.૨૭.૧૫ તૂટીને રૂ.૩૮૬.૫૦, અપોલો હોસ્પિટલ રૂ.૫૬૩.૪૦ તૂટીને રૂ.૮૧૩૮.૫૦, ફોર્ટિસ હેલ્થકેર રૂ.૫૦.૮૦ તૂટીને રૂ.૭૬૮.૨૦, સન ફાર્મા એડવાન્સ રૂ.૧૧.૫૫ ઘટીને રૂ.૧૯૭.૨૦, મેક્સ હેલ્થ રૂ.૫૪.૨૫ ઘટીને રૂ.૯૨૯.૭૦, એસ્ટર ડીએમ રૂ.૩૯.૭૦ ઘટીને રૂ.૬૯૫.૬૦, કોપરાન રૂ.૧૨.૪૦ ઘટીને રૂ.૨૭૮.૧૦, એપીએલ લિમિટેડ રૂ.૩૩.૮૫ તૂટીને રૂ.૮૨૬.૨૦, વોક્હાર્ટ રૂ.૮૨.૬૦ તૂટીને રૂ.૨૧૧૫.૫૦, રેઈનબો રૂ.૫૨.૭૫ તૂટીને રૂ.૧૩૧૫.૫૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૧૨૦૫.૭૮ પોઈન્ટના કડાકે ૫૦૦૪૭.૧૦ બંધ રહ્યો હતો.
મેટલ શેરોમાં પ્રોફિટ બુકિંગ : અદાણી એન્ટરપ્રાઈસીઝ, ટાટા સ્ટીલ, હિન્દાલ્કો, નાલ્કો, લોઈડ્સ મેટલ ઘટયા
મેટલ-માઈનીંગ શેરોમાં આજે ઉછાળે પ્રોફિટ બુકિંગ થયું હતું. અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૬૫.૭૫ તૂટીને રૂ.૨૯૦૦.૨૫, ટાટા સ્ટીલ રૂ.૩.૩૦ ઘટીને રૂ.૧૮૪.૬૫, હિન્દાલ્કો રૂ.૧૬.૩૦ ઘટીને રૂ.૯૪૨.૩૦, નાલ્કો રૂ.૪.૨૦ ઘટીને રૂ.૩૪૨.૩૦, લોઈડ્સ મેટલ રૂ.૨૧.૬૫ ઘટીને રૂ.૧૮૭૮.૯૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૩.૩૦ ઘટીને રૂ.૧૨૫૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૫૦૮.૯૭ પોઈન્ટ ગબડીને ૪૦૫૧૬.૭૮ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૮૫૦ ગબડયો : કલ્યાણ જવેલર્સ, હવેલ્સ, બ્લુ સ્ટાર, વોલ્ટાસ, ટાઈટન તૂટયા
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં આજે સતત ધોવાણ થયું હતું. સોના અને ચાંદીના ભાવોમાં ઘટાડાના પરિણામે જવેલરી કંપનીઓના શેરોમાં વેચવાલી વધતી જોવાઈ હતી. કલ્યાણ જવેલર્સ રૂ.૧૬.૮૦ ઘટીને રૂ.૫૫૩.૨૦, હવેલ્સ રૂ.૩૦.૭૦ તૂટીને રૂ.૧૦૧૫.૨૦, બ્લુ સ્ટાર રૂ.૪૨.૫૫ ઘટીને રૂ.૧૫૧૭.૪૫, વોલ્ટાસ રૂ.૨૪.૩૦ ઘટીને રૂ.૧૦૭૦.૭૦, ટાઈટન કંપની રૂ.૯૪ ઘટીને રૂ.૪૫૯૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૧૭૨ ઘટીને રૂ.૧૩,૧૪૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૮૫૦.૯૨ પોઈન્ટ ગબડીને ૫૮૬૦૩.૦૫ બંધ રહ્યો હતો.
કોટક મહિન્દ્રાની આગેવાનીએ બેંકિંગ શેરોમાં મજબૂત રિકવરી : આઈડીએફસી, આઈસીઆઈસીઆઈ વધ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોએ કોટક મહિન્દ્રા બેંકની આગેવાનીએ ખરીદી કરતાં મજબૂત રિકવરી જોવાઈ હતી. કોટક મહિન્દ્રા બેંક રૂ.૧૧.૬૦ વધીને રૂ.૪૧૭.૬૦, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૧.૮૬ વધીને રૂ.૮૧.૪૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૨૯.૯૦ વધીને રૂ.૧૩૨૨.૫૦, એયુ બેંક રૂ.૧૯ વધીને રૂ.૧૦૧૫, બેંક ઓફ બરોડા રૂ.૩.૩૦ વધીને રૂ.૨૩૧, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૨.૭૦ વધીને રૂ.૮૯૭.૭૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૪૧૯.૩૭ પોઈન્ટ ઉછળીને ૬૧૭૨૫.૨૫ બંધ રહ્યો હતો.
ઓટો શેરોમાં સિલેક્ટિવ ખરીદી : બોશ રૂ.૧૫૩૫, હીરો મોટો રૂ.૯૫, એમઆરએફ રૂ.૨૦૭૬ વધ્યા
ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં આજે ઘટાડે સિલેક્વિટ ખરીદી થઈ હતી. તહેવારોની સીઝનમાં વાહનોની ખરીદી મંદ રહેવાના અંદાજો અને પેટ્રોલ, ડિઝલના ભાવમાં વધારાની શકયતાએ પાછલા દિવસોમાં ઓટો શેરોમાં સતત વેચવાલી થઈ હતી. બોશ રૂ.૧૫૩૫.૨૦ વધીને રૂ.૪૭,૧૦૦, મધરસન રૂ.૩.૮૦ વધીને રૂ.૧૬૩.૩૦, સોનો બીએલડબલ્યુ રૂ.૧૫.૮૦ વધીને રૂ.૮૩૦.૯૦, હીરો મોટોકોર્પ રૂ.૯૫.૨૫ વધીને રૂ.૫૨૩૬.૬૫, ઉનો મિન્ડા રૂ.૧૯.૯૫ વધીને રૂ.૧૧૮૧.૩૫, એમઆરએફ રૂ.૨૦૭૫.૬૫ વધીને રૂ.૧,૨૫,૪૦૩, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૩.૯૦ વધીને રૂ.૨૮૪.૮૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૦૯.૩૪ પોઈન્ટ વધીને ૫૮,૧૬૧.૫૯ બંધ રહ્યો હતો.
આઈટી શેરોમાં ફંડોનું વેલ્યુબાઈંગ : ટીવીએસ ઈલેક્ટ્રોનિક્સ, ઓરમ, સિએન્ટ, ઓરેકલ વધ્યા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ફંડોએ ઘટાડે પસંદગીના શેરોમાં વેલ્યુબાઈંગ કર્યું હતું. ટીવીએસ ઈલેક્ટ્રોનિક્સ રૂ.૪૦.૬૫ ઉછળીને રૂ.૪૧૫.૩૫, ઓરમ રૂ.૧૧.૧૫ વધીને રૂ.૨૩૨, ઓરેકલ ફિનસર્વ રૂ.૩૫૮.૪૦ વધીને રૂ.૧૦,૭૫૮.૪૦, ટાટા ટેકનોલોજી રૂ.૧૯.૬૦ વધીને રૂ.૭૦૭.૩૫, માસ્ટેક રૂ.૩૯.૩૫ વધીને રૂ.૧૫૬૩, રેટગેઈન રૂ.૨૩.૦૫ વધીને રૂ.૮૫૨.૯૦, વિપ્રો રૂ.૧.૪૦ વધીને રૂ.૧૫૮.૪૦, ટીસીએસ રૂ.૧૪ વધીને રૂ.૨૦૫૦, ટેક મહિન્દ્રા રૂ.૧૨.૪૫ વધીને રૂ.૧૫૩૨.૮૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૫૦.૦૮ પોઈન્ટ વધીને ૨૬૭૧૮.૫૫ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ શેરોમાં વેચવાલી : કાર્બોરેન્ડમ, થર્મેક્સ, એલજી ઈક્વિપમેન્ટ, ડાટાપેટર્નસ, ટીમકેન વધ્યા
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં આજે સતત વેચવાલીનું દબાણ રહ્યું હતું. કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૫૧.૬૦ વધીને રૂ.૧૨૫૨, થર્મેક્સ રૂ.૯૯.૧૫ વધીને રૂ.૩૩૯૦.૮૫, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૧૩.૭૦ વધીને રૂ.૬૦૯.૭૦, ડાટાપેટર્નસ રૂ.૬૫.૬૫ વધીને રૂ.૪૨૮૭.૪૦, ટીમકેન રૂ.૩૨.૫૦ વધીને રૂ.૩૧૩૧.૪૦, સિમેન્સ રૂ.૧૭.૧૫ વધીને રૂ.૩૭૬૧.૯૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૨૧૫.૪૫ પોઈન્ટ ઘટીને ૭૪૧૨૯.૭૫ બંધ રહ્યો હતો.
ફંડો, ઓપરેટરોનું સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં સેલિંગ થતાં માર્કેટબ્રેડ્થ નેગેટીવ : ૩૨૧૮ શેરો નેગેટીવ બંધ
ફંડો, ઓપરેટરો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો આજે સતત સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચીને હળવા થતાં માર્કેટબ્રેડથ સતત નબળી રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૭૪૬ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૯૨૫થી ઘટીને ૧૨૭૧ અને ઘટનારની સંખ્યા ૨૪૬૨થી વધીને ૩૨૧૮ રહી હતી.
FPIs/FIIની કેશમાં રૂ.૧૦,૧૪૮ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૧૧,૨૭૨ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે બુધવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૧૦,૧૪૮.૪૧ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૪,૯૬૭.૮૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૨૫,૧૧૬.૨૩ કરોડની વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૧૧,૨૭૧.૭૩ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૨૪,૪૧૩.૭૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૧૪૨.૦૩ કરોડની વેચવાલી કરી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૬૪ હજાર કરોડ ઘટીને રૂ.૪૭૧.૮૬ કરોડ થયું
સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં વ્યાપક વેચવાલીએ રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૬૪ હજાર કરોડ ઘટીને રૂ.૪૭૧.૮૬ લાખ કરોડ રહ્યું હતું.