સેન્સેક્સનો ૪૧૪ પોઈન્ટનો ઉછાળો અંતે ધોવાયો : કેપિટલ ગુડઝ, બેંકિંગ, હેલ્થકેર શેરોમાં તેજી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

યુદ્વના અંત માટે અમેરિકા-ઈરાન ડિલ થવાના ટ્રમ્પના દાવા વચ્ચે વોલેટીલિટી
સેન્સેક્સ ૨૦ પોઈન્ટ ઘટીને ૭૪૨૯૫ : નિફટી ૭૬ પોઈન્ટ વધીને ૨૩૩૪૬ : આઈટી, ઓટો શેરોમાં ફંડો વેચવાલ : FPIs/FIIની કેશમાં રૂ.૬૦૦ કરોડની ખરીદી
મુંબઈ : અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્વનો અંત લાવવા ડિલ થવાના અને ઈરાન તૈયાર હોવાના ડોનાલ્ડ ટ્રમ્પના દાવા અને બીજી તરફ રશીયા પાસેથી ક્રુડ ઓઈલની આયાત કરનારા ભારત, ચાઈના સહિતના દેશો પર ૧૦૦ ટકા ટેરિફ ઝીંકવાના અમેરિકાના નિર્ણયને લઈ આજે ભારતીય શેર બજારોમાં ઈન્ડેક્સ બેઝડ વોલેટીલિટીના અંતે સેન્સેક્સ, નિફટીમાં સામસામા રાહ જોવાયા હતા. ક્લોઝિંગ ઓક્શન સેશન-સીએએસમાં હરહંમેશની જેમ છેલ્લી ઘડીની વોલેટીલિટી જોવાઈ હતી. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં બે ટકા જેટલો ઘટાડો થયાની પોઝિટીવ અસરે વૈશ્વિક બજારોમાં એશીયાના બજારોમાં તેજી સાથે ભારતીય શેર બજારોમાં ટ્રેડિંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. બેંકિંગ, પાવર, કેપિટલ ગુડઝ શેરોમાં તજીએ સેન્સેક્સ આરંભમાં ૪૧૩.૮૫ પોઈન્ટ ઉછળીને ઉપરમાં ૭૪૭૨૮.૪૪ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી ફંડોની ઓટો શેરો ટાટા મોટર્સ સાથે આઈટી શેરોમાં ટાટા સન્સ મામલે વિવાદે ટીસીએસ પાછળ વેચવાલી રહેતાં સુધારો ધોવાઈ નીચામાં ૭૪૨૯૪.૯૬ સુધી આવી અંતે ૧૯.૬૩ પોઈન્ટ ઘટીને ૭૪૨૯૪.૯૬ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ઉપરમાં ૨૩૩૮૯.૧૫ સુધી જઈ નીચામાં ૨૩૨૮૬.૬૦ સુધી આવી અંતે ૭૫.૮૦ પોઈન્ટ ઘટીને ૨૩૩૪૬.૪૦ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સની ૧૧૮૧ પોઈન્ટની છલાંગ : જયોતી સીએનસી રૂ.૭૦, અપાર રૂ.૧૦૬૮ ઉછળ્યા
સેમીકન્ડકટર્સ ક્ષેત્રે ડેવલપમેન્ટ વચ્ચે આજે કેપિટલ ગુડઝ શેરોમાં આજે ફંડોની પસંદગીના ફ્રન્ટલાઈન શેરોમાં આક્રમક ખરીદી રહી હતી. જયોતી સીએનસી રૂ.૭૦.૦૫ વધીને રૂ.૧૦૫૦.૩૦, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૦૬૮.૫૫ વધીને રૂ.૧૮,૮૭૩.૯૦, હોનટ રૂ.૧૮૬૪ વધીને રૂ.૩૫,૭૫૧.૦૫, સિમેન્સ એનજીૅ ઈન્ડિયા રૂ.૧૨૩.૫૫ વધીને રૂ.૩૨૩૦.૨૫, કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૪૨ વધીને રૂ.૧૧૨૫.૬૫, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૨૭.૯૦ વધીને રૂ.૩૪૬૦, હિટાચી એનજીૅ ઈન્ડિયા રૂ.૮૯૯ વધીને રૂ.૩૨૧૦૦, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૧૫.૫૫ વધીને રૂ.૬૦૯.૦૫, વારી એનજીૅ રૂ.૬૩.૭૦ વધીને રૂ.૨૫૩૫.૧૦, ડાટા પેટર્નસ રૂ.૧૦૪ વધીને રૂ.૪૫૧૩.૩૦, સીજી પાવર રૂ.૨૦ વધીને રૂ.૯૦૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૧૮૧.૨૦ પોઈન્ટ ઉછળીને ૭૬૮૬૧.૮૬ બંધ રહ્યો હતો.
હેલ્થકેર શેરોમાં ફંડો લેવાલ : એસએમએસ ફાર્મા, શિલ્પા મેડી, મેદાન્તા, એમ્ક્યોર, અબોટમાં તેજી
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ફંડો આજે લેવાલ રહ્યા હતા. એસએમએસ ફાર્મા રૂ.૩૦.૫૦ વધીને રૂ.૪૪૨.૯૫, શિલ્પા મેડી રૂ.૬૩.૫૦ વધીને રૂ.૧૦૨૦.૯૦, મેદાન્તા રૂ.૮૩.૭૦ વધીને રૂ.૧૫૦૬.૭૫, કેપલિન પોઈન્ટ રૂ.૧૫૨.૪૦ વધીને રૂ.૨૭૪૭.૮૫, એમ્ક્યોર રૂ.૧૦૫.૬૫ વધીને રૂ.૨૦૧૫.૭૫, જયુબિલન્ટ ફાર્મા રૂ.૫૫.૧૦ વધીને રૂ.૧૦૬૭.૧૫, થેમીસ મેડી રૂ.૬.૩૫ વધીને રૂ.૧૨૪.૮૦, અબોટ ઈન્ડિયા રૂ.૧૩૬૩.૨૦ વધીને રૂ.૨૭,૨૭૩.૩૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૩૨૦.૧૫ પોઈન્ટ વધીને ૫૧૧૭૯.૮૧ બંધ રહ્યો હતો.
બેંકિંગ શેરોમાં એચડીએફસી બેંક સહિતમાં તેજી : પૂનાવાલા, મેક્સ ઈન્ડિયા, મોબિક્વિકમાં ફંડો લેવાલ
ફંડોની આજે બેંકિંગ શેરોમાં એચડીએફસી બેંક સહિતમાં પસંદગીની ખરીદી રહી હતી. એચડીએફસી બેંક રૂ.૧૬.૧૦ વધીને રૂ.૭૨૯.૧૦, બેંક ઓફ બરોડા રૂ.૨.૪૦ વધીને રૂ.૨૩૪.૮૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૫.૩૦ વધીને રૂ.૯૮૯.૮૦, એયુ સ્મોલ બેંક રૂ.૪.૪૦ વધીને રૂ.૧૦૪૧, પીએનબી રૂ.૧૧૭.૨૦ રહ્યા હતા. આ સાથે ફાઈનાન્સ, અન્ય બેંકિંગ શેરોમાં પૂનાવાલા ફિનકોર્પ રૂ.૪૭.૬૦ વધીને રૂ.૪૮૦.૯૦, મેક્સ ઈન્ડિયા રૂ.૧૨.૬૦ વધીને રૂ.૧૫૩.૩૦, મોબિક્વિક રૂ.૧૩.૮૫ વધીને રૂ.૨૧૨.૩૦, બજાજ ફાઈનાન્સ રૂ.૧૧ વધીને રૂ.૧૦૨૭, એડલવેઈઝ રૂ.૮.૨૦ વધીને રૂ.૧૩૬.૩૫, હોમ ફર્સ્ટ રૂ.૭૦.૪૫ વધીને રૂ.૧૨૪૪.૨૫, પ્રુડેન્ટ એડવાઈઝર્સ રૂ.૧૮૦.૦૫ વધીને રૂ.૩૪૯૭.૦૫ , પેટીએમ રૂ.૬૩ વધીને રૂ.૧૭૮૨૫, બજાજ હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૨.૭૯ વધીને રૂ.૮૫.૪૯, બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૮૬.૪૧ પોઈન્ટ વધીને ૬૩૫૧૬.૯૦ બંધ રહ્યો હતો.
આઈટી શેરોમાં ફંડોનું ઓફલોડિંગ : ટાટા ટેકનોલોજી રૂ.૩૫, ટીસીએસ રૂ.૯૫, માસ્ટેક રૂ.૪૬ તૂટયા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ શેરોમાં ફંડોની આજે ટીસીએસ પાછળ મોટું ઓફલોડિંગ થયું હતું. અમેરિકી શેર બજાર નાસ્દાકમાં તેજી છતાં ફંડો સ્થાનિકમાં આઈટી શેરોમાં વેચવાલ રહ્યા હતા. ટાટા ટેકનોલોજી રૂ.૩૫.૩૦ તૂટીને રૂ.૭૨૩.૩૦, ટીસીએસ રૂ.૯૫ ઘટીને રૂ.૨૧૦૧, કેપીઆઈટી ટેકનોલોજી રૂ.૧૬.૩૦ ઘટીને રૂ.૫૪૩, માસ્ટેક રૂ.૪૬.૨૫ ઘટીને રૂ.૧૫૮૮.૨૦, સોનાટા સોફ્ટવેર રૂ.૭.૮૫ ઘટીને રૂ.૨૭૪, ઓરિઓનપ્રો રૂ.૧૮.૬૦ ઘટીને રૂ.૬૮૫.૩૦, ઈમુદ્રા રૂ.૧૬.૩૫ ઘટીને રૂ.૬૧૫.૧૫, હેપ્પિએસ્ટ માઈન્ડ રૂ.૬.૦૫ ઘટીને રૂ.૩૨૨.૦૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૩૭૩.૯૫ પોઈન્ટ ઘટીને ૨૭૬૧૨.૫૪ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૭૭૪ પોઈન્ટ તૂટયો : ટાઈટન કંપની રૂ.૧૦૨, એશીયન પેઈન્ટ રૂ.૪૯ તૂટયા
ટાટા ગુ્રપ કંપનીઓના શેરોમાં હેમરિંગે આજે ટાઈટન કંપનીના શેરમાં મોટી વેચવાલી થતાં બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૭૭૪.૪૬ પોઈન્ટ તૂટીને ૬૦૨૪૫.૮૫ બંધ રહ્યો હતો. ટાઈટન કંપની રૂ.૧૦૨.૫૦ તૂટીને રૂ.૪૭૫૬.૫૦, એશિયન પેઈન્ટ રૂ.૪૯ ઘટીને રૂ.૨૪૦૫, ડિક્સન ટેકનોલોજી રૂ.૧૭૧ ઘટીને રૂ.૧૩,૧૦૦ રહ્યા હતા.
ટાટા મોટર્સ, મારૂતી સુઝુકી ઘટયા : શેફલર, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ, એક્સાઈડ, ભારત ફોર્જ, ઉનો મિન્ડા વધ્યા
ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં આજ મિશ્ર ટ્રેન્ડ જોવાયો હતો. શેફલર રૂ.૨૩૪.૩૫ વધીને રૂ.૪૨૨૫.૯૫, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૯૬.૫૫ વધીને રૂ.૨૨૬૭.૭૫, એક્સાઈડ રૂ.૧૮.૧૦ વધીને રૂ.૪૩૬.૨૦, સોના બીએલડબલ્યુ રૂ.૩૦.૩૫ વધીને રૂ.૮૧૦, ભારત ફોર્જ રૂ.૫૭ વધીને રૂ.૧૯૭૬, ઉનો મિન્ડા રૂ.૩૩ વધીને રૂ.૧૨૪૦ રહ્યા હતા. જ્યારે ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૧૦.૮૫ ઘટીને રૂ.૩૦૩.૮૦, મારૂતી સુઝુકી રૂ.૨૪૪.૯૫ ઘટીને રૂ.૧૨,૧૪૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૨૬.૯૫ ઘટીને રૂ.૩૦૫૩.૦૫, હીરો મોટોકોર્પ રૂ.૨૫ ઘટીને રૂ.૫૩૦૦ રહ્યા હતા.
ક્રુડ ઓઈલના ભાવ બે ટકા ઘટતાં ઓઈલ-ગેસ શેરોમાં મજબૂતી : અદાણી ટોટલ ગેસ, ઓઈલ ઈન્ડિયા વધ્યા
ઈરાન ડિલ કરવા તૈયાર હોવાના ટ્રમ્પના દાવા વચ્ચે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ બે ટકા જેટલા ઘટીને બ્રેન્ટના ૧૦૩.૩૪ ડોલર અને નાયમેક્ષ-ન્યુયોર્ક ક્રુડના ૧૦૧.૨૪ ડોલર નજીક રહેતાં ફંડોની ઓઈલ-ગેસ શેરોમાં પસંદગીની ખરીદી રહી હતી. અદાણી ટોટલ ગેસ રૂ.૭૩.૮૦ વધીને રૂ.૬૬૦.૬૫, ઓઈલ ઈન્ડિયા રૂ.૧૫.૨૦ વધીને રૂ.૪૯૨.૨૦, ઈન્ડિયન ઓઈલ કોર્પ રૂ.૨.૭૦ વધીને રૂ.૧૩૬.૮૦, એચપીસીએલ રૂ.૪.૦૫ વધીને રૂ.૩૫૪.૫૦ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૨૩૧.૬૬ પોઈન્ટ વધીને ૨૫૬૫૧.૦૬ બંધ રહ્યો હતો.
મેટલ શેરોમાં સિલેક્ટિવ તેજી : એપીએલ રૂ.૧૨૬, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૨૬, અદાણી એન્ટર. રૂ.૭૩ વધ્યા
મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોની આજે સિલેક્ટિવ ખરીદી રહી હતી. એપીએલ અપોલો રૂ.૧૨૫.૯૫ વધીને રૂ.૨૨૭૦.૬૫, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૨૬.૬૦ વધીને રૂ.૭૫૦.૯૦, સેઈલ રૂ.૪.૮૫ વધીને રૂ.૧૮૦, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૭૨.૫૫ વધીને રૂ.૨૯૯૯.૧૦, હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૧.૭૦ વધીને રૂ.૫૮૫.૨૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૨૦૧.૨૨ પોઈન્ટ વધીને ૪૧૨૧૫.૪૨ બંધ રહ્યો હતો.
સપ્તાહના અંતે સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં આકર્ષણે માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૨૬૩૦ શેરો પોઝિટીવ બંધ
સપ્તાહના અંતે આજે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ ઘટાડે વેલ્યુબાઈંગ કરતાં માર્કેટબ્રેડ્થ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૫૬૦ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૬૩૦ અને ઘટનારની સંખ્યા ૧૭૦૩ રહી હતી.
FPIs/FIIની કેશમાં રૂ.૬૦૦ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૧૦૨૦ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે શુક્રવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૫૯૯.૫૪ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૩૮,૪૬૧.૬૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૩૭,૮૬૨.૦૯ કરોડની વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૧૦૧૯.૬૯ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૭,૩૧૦.૦૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૬,૨૯૦.૩૫ કરોડની વેચવાલી કરી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૩.૭૦ લાખ કરોડ વધીને રૂ.૪૭૯.૭૮ કરોડ થયું
શેરોમાં આજે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૩.૭૦ લાખ કરોડ વધીને રૂ.૪૭૯.૭૮ લાખ કરોડ રહ્યું હતું.




