નવા સપ્તાહમાં સેન્સેક્સ ૭૮૨૫૫ થી ૭૬૩૨૨ વચ્ચે અથડાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નિફટી ૨૪૪૨૨ થી ૨૩૮૧૧વચ્ચે અથડાશે
આગામી સમયમાં શેરોમાં સિલેક્ટિવ સક્રિયતા જોવાય એવી શકયતા
મુંબઈ : વિશ્વ ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્વના અંત માટેની સમજૂતી અને હવે હોર્મુઝ માર્ગે ફરી દરિયાઈ વેપાર શરૂ થઈ જતાં હાશકારો અનુભવી રહ્યું છે. સપ્તાહના અંતે ફરી ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી છમકલા છતાં એકંદર ઓછા ટેન્શને ક્રુડ ઓઈલના ભાવ સતત ઘટાડા તરફી રહ્યા છે. ઘર આંગણે ચોમાસાના વિલંબ બાદ મોડે ધમાકેદાર એન્ટ્રી છતાં પ્રગતિ ધીમી પડી છે. વરસાદની ખાધ અને નબળા ચોમાસાનું પરિબળ હજુ જોખમ બનવાની શકયતા જોતાં આગામી સમયમાં શેરોમાં સિલેક્ટિવ સક્રિયતા જોવાય એવી શકયતા રહેશે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરામાં હજુ પૂરજોશમાં ખરીદીના સંકેત નહીં મળતાં હોઈ ફંડો સાવચેત છે.વૈશ્વિક અને સ્થાનિક પરિબળો વચ્ચે આગામી સપ્તાહમાં સેન્સેક્સ ૭૮૨૫૫થી ૭૬૩૨૨ વચ્ચે અને નિફટી સ્પોટ ૨૪૪૨૨ થી ૨૩૮૧૧ વચ્ચે અથડાતાં જોવાઈ શકે છે.
અર્જુનની આંખે : CEAT LTD.
બીએસઈ (૫૦૦૮૭૮), એનએસઈ (CEATLTD) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, કેર રેટિંગ લિમિટેડ(CEAT LIMITED), વર્ષ ૧૯૫૮માં સ્થપાયેલી, ભારતની સૌથી મોટી ટાયર ઉત્પાદક કંપનીઓમાં એક છે અને સૌથી ઝડપથી વિકસતી ટાયર કંપનીઓમાં એક છે. સીયાટ ૧૯૮૨માં આરપીજી ગુ્રપનો ભાગ બની, તે વર્ષ ૨૦૨૨ માટે જીપીટીડબલ્યુ દ્વારા ઉત્પાદનમાં ટોચના ૨૫ શ્રેષ્ઠ કાર્યસ્થળોમાં એક છે. આરપીજી ગુ્રપે ૩૦,૦૦૦થી વધુ કર્મચારીઓ, ૧૧૦થી વધુ દેશોમાં હાજરી અને વાર્ષિક ૪.૪ અબજ ડોલરની કુલ આવક સાથે ભારતના અગ્રણી ગુ્રપ સીયાટ હસ્તગત કર્યું. કંપની પાસે નાણાકીય વર્ષ ૨૦૨૪માં ૧૫૦થી વધુ નવા પ્રોડક્ટસ લોન્ચ કરવા સાથે ૨૦૦૦થી વધુ એસકેયુ છે. કંપીનએ નાણા વર્ષ ૨૦૨૪માં ૪૮૦ લાખ ટાયરનું ઉત્પાદન કર્યું છે અને એનજીૅ ડ્રાઈવ (પેસેન્જર કાર), એનજી રાઈડ(ટુ-વ્હીલર) અને વિન એનજીૅ( ટ્રક રેડિયલ) જેવી શ્રેણીઓમાં ડિઝાઈન કરાયેલા ટાયરની ભારતની પ્રથમ ઈવી શ્રેણી લોન્ચ કરી છે. કંપનીનું વૈવિધ્યિકરણ આવક પ્રોફાઈલ : (૧) ટ્રક અને બસ : ૩૦ ટકા (૨) ટુ/થ્રી વ્હીલર્સ : ૨૮ ટકા (૩) પેસેન્જર કાર/યુવી : ૨૦ ટકા (૪) ઓફ-હાઈવે વાહનો : ૧૫ ટકા (૫) એલસીવી/અન્ય : ૭ ટકા અને બજાર દ્વારા આવકનું વિભાજન (એ) રિપ્લેસમેન્ટ વ્યવસાય : ૫૪ ટકા (બી) ઓઈએમ : ૨૭ ટકા (સી) નિકાસ : ૧૯ ટકા. કંપની પાસે નાસિક-મુંબઈ, હાલોલ, અંબરનાથ, નાગપુર અને ચેન્નઈમાં ૬ ઉત્પાદન સુવિધાઓ અને ત્રણ સ્માર્ટ સુવિધાઓ છે, જે કુલ ૩.૫ કરોડ ટાયરનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. કંપનીએ નાગપુર પ્લાન્ટ ખાતે ઉત્પાદન ક્ષમતામાં ૩૦ ટકા સુધી વધારો કરવાની રૂ.૪૦૦ કરોડની મૂડી ખર્ચની યોજના હાથ ધરી છે. આ પહેલ નાણાકીય વર્ષ ૨૦૨૭-૨૮ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. સંપાદન કંપની મિશેલિન પાસેથી સીએએમએસઓ બ્રાન્ડના ઓફ-હાઈવે કન્સ્ટ્રકશન ઈક્વિપમેન્ટ બાયસ ટાયર અને ટ્રેક્સ વ્યવસાયને આશરે ૨૨.૫ કરોડ અમેરિકી ડોલરમાં હસ્તગત કરવા સંમત થઈ છે, જેમાં કેશ આઉટફ્લો નાણા વર્ષ ૨૦૨૬ના પ્રથમ ત્રિમાસિકથી થશે. આ એક્વિઝિશન આંતરિક નાણા સ્ત્રોત અને દેવાના ૩૦:૭૦ મિશ્રણ દ્વારા ભંડોળ પૂરું પાડવાથી આવશે, જેમાં મિશેલિનને પ્રોગ્રેસિવ ધોરણે ચૂકવણીઆનો સમાવેશ થાય છે.
બ્રાન્ડ બિલ્ડિંગ : બ્રાન્ડ સીયારનું નિર્માણ ચાલુ રાખવા માટે, કંપની વૂમન્સ ટી૨૦ અને ફૂટબોલ ક્લબ, આઈપીએલ, ડબલ્યુઆઈપીએલ, વગેરે જેવા સ્પોર્ટસ સાથે સંકળાયેલી છે. સીયાટ એ અભિનેતા કાર્તિક શિવકુમાર સાથે રોહિત શર્મા, શુભમન ગિલ, શ્રેયસ ઐયર અને હરમનપ્રીત કૌર સાથે સીયારના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સતત જોડાણ કર્યું છે.
કંપની કામગીરીની સરળતા માટે ૧૧૦થી વધુ દેશોમાં નિકાસને ૭ ક્લસ્ટરોમાં વર્ગીકૃત કરવામાં આવી છે. જે શ્રીલંકા દેશમાં ૫૦ ટકાથી વધુ બજાર હિસ્સા સાથે માર્કેટ લીડર છે, જ્યાં તે ૫૦:૫૦ના સંયુક્ત સાહસ દ્વારા કામગીરી ચલાવે છે. કંપની યુ.એસ.ના બજારોને આવરી લેવા પ્રોડક્ટસ રેન્જ વિકસાવી રહી છે અને નાણા વર્ષ ૨૦૨૪માં પેસેન્જર અને કમર્શિયલ સેગ્મેન્ટ માટે યુ.એસ.માં પ્રવેશ કરશે. કંપની પાસે મજબૂત વિતરણ નેટવર્ક છે. સીયાટનું રિપ્લેસમેન્ટ નેટવર્ક ૫૫૦૦ ડીલરો, ૯૫૦ ખાસ ચેનલો, ૫૩૦થી વધુ રિટેલ ફોર્મેટ સ્ટોર્સ સાથે આવરી લે છે, જે દેશભરના ૯૦૦થી વધુ જિલ્લાઓને આવરી લે છે. કંપનીએ મુખ્ય ઓઈએમ સાથે ભાગીદારી સ્થાપિત કરી છે. ટાટા મોટર્સ, અશોક લેલેન્ડ, એસ્કોર્ટસ, મહિન્દ્રા, મારૂતી, હ્યુન્ડાઈ, કિયા, ફોક્સવેગન, હોન્ડા, રોયલ એન્ફિલ્ડ, બજાજ, પિયાજિયો વગેરે જેવા ૫૦થી વધુ મુખ્ય ઓઈએમ સાથે સંબંધો સ્થાપિત કર્યા છે.
રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ : સીયાટ હાલોલ (ભારત) અને ફ્રેન્કફર્ટ (જર્મની)માં રિસર્ચ સુવિધાઓ ધરાવે છે. કંપની ટાયરમાં ટકાઉપણું અને નવીનતા પર ભાર મૂકે છે, વિસ્તૃત ગતિશીલતા, બળતણ કાર્યક્ષમતા અને પર્યાવરણને અનુકૂળ સામગ્રી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સસ્ટેનેબિલિટી ગોલ્સ કંપનીનો ઉદ્દેશ્ય ૨૦૩૦ સુધીમાં તેના કાર્બન ફૂટપ્રિન્ટને અડધો કરવાનો છે, જેમાં રિન્યુએબલ એનજીૅ તેના કુલ ઊર્જા વપરાશના ૫૦.૯ ટકાથી વધુનો સમાવેશ થાય છે અને ૪૦ ટકા ટકાઉ સામગ્રીનો ઉપયોગ કરવાનો લક્ષ્યાંક છે. નાણાકીય વર્ષ ૨૦૨૩માં સીયાટ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (ડબલ્યુઈએફ) દ્વારા તેની હાલોલ સુવિધા માટે લાઈટહાઉસ તરીકેની સિદ્વિ મેળવનાર પ્રથમ ટાયર ઉત્પાદન કંપની બની છે. હાલોલમાં લાઈટહાઉસ પહેલના પરિણામે, કંપનીએ ચક્ર સમયમાં ૨૦ ટકા, સ્ક્રેપ પ્રોસેસિંગમાં ૪૬ ટકા અને ઊર્જા વપરાશમાં ૧૫ ટકાનો ઘટાડો કર્યો છે. જેના કારણે છેલ્લા બે વર્ષમાં નિકાસ અને ઓઈએમ વેચાણમાં ૨.૫ ગણો વધારો થયો છે.
સબસીડિયરીઓ /સંયુક્સ સાહસો/એસોસીયેટ્સ : કંપની પાસે ૭ સબસીડિયરીઓ છે, જેમાંથી ચાર ભારતમાં અને એક યુ.એસ.એ., શ્રીલંકા અને નેધરલેન્ડમાં છે. કંપનીનું બાંગ્લાદેશમાં ૭૦:૩૦ રેશિયોમાં એક સંયુક્ત સાહસ છે. જેની પાસે ટાયરસનમોર ઓનલાઈન પ્રાઈવેટ લિમિટેડ નામની એક એસોસિયેટ કંપની પણ છે. નવી સબસીડિયરી સીયાટ તેની વૈશ્વિક હાજરી વધારવા માટે ઈન્ડોનેશિયામાં એક સબસીડિયરીની સ્થાપના કરી રહી છે. આ વિસ્તરણનો હેતુ દક્ષિણપૂર્વ એશિયામાં વધતી માંગને પૂર્ણ કરવાનો છે. જ્યારે સીયાટ પાસે મોટો હિસ્સો રહશે, જ્યારે સ્થાનિક નિયમો મુજબ એક નાનો હિસ્સો રહેશે.
કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામો :
(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ : કુલ આવક ૧૯ ટકા વધીને રૂ.૧૫,૬૭૮ કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો રૂ.૧૦૩૨ કરોડ નોંધાવી વીઆરએસ, લેબર કોડ્સ અને ઈઆરપી માટે રૂ.૭૧ કરોડની અસાધારણ ખોટ અને ચોખ્ખો નફો રૂ.૬૮૧ કરોડ અને સંયુક્સ સાહસોના રૂ.૧૬ કરોડના નફા અને સંયુક્સ સાહસ સાથે અસાધારણ ખોટ બાદ નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૪.૪૪ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૬૯૭ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૧૭૩ હાંસલ કર્યા છે.
(૨) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૬થી માર્ચ ૨૦૨૭ : અપેક્ષિત કુલ આવક ૧૫ ટકા વધીને રૂ.૧૮,૦૦૦ કરોડ થકી કરવેરા પૂર્વેનો નફો રૂ.૧૦૮૦ કરોડ અને અપેક્ષિત ચોખ્ખો નફો રૂ.૮૧૦ કરોડ અને સંયુક્ત સાહસોનો અપેક્ષિત ચોખ્ખો નફો રૂ.૧૦ કરોડ, સંયુક્ત સાહસ સાથે નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૪.૬૧ ટકા થકી અપેક્ષિત ચોખ્ખો નફો રૂ.૮૩૦ કરોડ મેળવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૨૦૫ અપેક્ષિત છે.
(૩) શેર હોલ્ડિંગ પેટર્ન : પ્રમોટર્સ હસ્તક ૪૭.૨૯ ટકા, મ્યુચ્યુઅલ ફંડો પાસે ૨૦.૮૯ ટકા, એફઆઈઆઈઝ પાસે ૧૬.૫૫ ટકા, એચએનઆઈ પાસે ૩.૩૧ ટકા અને રિટેલ શેરધારકો પાસે ૧૧.૯૬ ટકા છે.
(૪) બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૨ના રૂ.૭૭૯, માર્ચ ૨૦૨૩ના રૂ.૮૨૭, માર્ચ ૨૦૨૪ના રૂ.૯૭૬, માર્ચ ૨૦૨૫ના રૂ.૧૦૬૦, માર્ચ ૨૦૨૬ના રૂ.૧૨૪૭, અપેક્ષિત માર્ચ ૨૦૨૭ના રૂ.૧૪૫૦
(૫) ડિવિડન્ડ : વર્ષ ૨૦૨૨માં ૩૦ ટકા, વર્ષ ૨૦૨૩માં ૧૨૦ ટકા, વર્ષ ૨૦૨૪માં ૩૦૦ ટકા, વર્ષ ૨૦૨૫માં ૩૦૦ ટકા, વર્ષ ૨૦૨૬માં ૩૫૦ ટકા
(૬) કમ્પાઉન્ડેડ વેચાણ વૃદ્વિ : ૧૦ વર્ષમાં ૧૧ ટકા, પાંચ વર્ષમાં ૧૬ ટકા, ત્રણ વર્ષમાં ૧૧ ટકા, ટીટીએમ ૧૯ ટકા.
(૭) કમ્પાઉન્ડેડ નફા વૃદ્વિ : ૧૦ વર્ષમાં પાંચ ટકા,પાંચ વર્ષમાં ૧૦ ટકા, ત્રણ વર્ષમાં ૫૩ ટકા, ટીટીએમ ૫૧ ટકા
(૮) શેર ભાવ સીએજીઆર વૃદ્વિ : ૧૦ વર્ષમાં ૧૬ ટકા, પાંચ વર્ષમાં ૨૧ ટકા, ત્રણ વર્ષમાં ૧૯ ટકા, ટીટીએમ પાંચ ટકા નેગેટીવ
(૯) ઈક્વિટી પર વળતર : ૧૦ વર્ષમાં ૧૨ ટકા, પાંચ વર્ષમાં ૧૨ ટકા, ત્રણ વર્ષમાં ૧૫ ટકા, પાછલા વર્ષમાં ૧૬ ટકા
(૧૦) આરઓસીઈ : વર્ષ ૨૦૨૨માં ૬ ટકા, વર્ષ ૨૦૨૩માં ૯ ટકા, વર્ષ ૨૦૨૪માં ૧૫ ટકા, વર્ષ ૨૦૨૫માં ૧૫ ટકા, વર્ષ ૨૦૨૬માં ૧૯ ટકા
(૧૧) બોનસ શેર ઈસ્યુ : વર્ષ ૧૯૭૩માં ૧:૬, વર્ષ ૧૯૭૬માં ૧:૭, વર્ષ ૧૯૮૦માં ૧:૧, વર્ષ ૧૯૮૬માં ૧:૨, વર્ષ ૧૯૮૭માં ૧:૨,વર્ષ ૧૯૯૬માં ૧:૧૦
આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં. (૨)આરપીજી ગુ્રપની, સીયાટ લિમિટેડ, પૂર્ણ નાણા વર્ષ ૨૦૨૬-૨૭માં અપેક્ષિત ઈપીએસ રૂ.૨૦૫ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૧૪૫૦ સામે રૂ.૧૦ પેઈડ-અપ શેર રૂ.૩૪૯૦ ભાવે, ટાયર ઉદ્યોગના સરેરાશ ૨૩ના પી/ઈ સામે ૧૭ના પી/ઈએ ટ્રેડ થઈ રહ્યો છે.









