Get The App

સેન્સેકસમાં 1695, નિફટીમાં 461 પોઇન્ટનો ઉછાળો

- રોકાણકારોની સંપતિ રૂપિયા ૯.૬૬ લાખ કરોડ વધી રૂપિયા ૪૬૨ લાખ કરોડ પહોંચી

- FPIs/FIIની કેશમાં રૂ.૧૦૮૨ કરોડની ચોખ્ખી વેચવાલી

Updated: Jun 13th, 2026

GS TEAM

Google News
Google News
સેન્સેકસમાં 1695, નિફટીમાં 461 પોઇન્ટનો ઉછાળો 1 - image

અમેરિકા તથા ઈરાન વચ્ચે યુદ્ધ કરાર થવાના અહેવાલની અસર

મુંબઈ : અમેરિકા તથા ઈરાન વચ્ચે યુદ્ધકરાર નજીકમાં હોવાના આવેલા અહેવાલો, ડોલર સામે રૂપિયામાં મજબૂતાઈ તથા ક્રુડ તેલના ભાવમાં પીછેહઠ જેવા હકારાત્મક ઘટનાક્રમોને પરિણામે શુક્રવારે સપ્તાહ અંતે ભારતીય ઈક્વિટીસમાં જંગી ઉછાળો આવ્યો હતો. ઈન્ટ્રાડેમાં બેન્ચમાર્ક સેન્સેકસ ૧૭૦૦ પોઈન્ટ જેટલો ઉછળી ૭૫૬૦૮.૦૨ સુધી જોવા મળ્યો હતો. નિફટી૫૦ ઈન્ડેકસ પણ ૪૫૦ પોઈન્ટથી વધુ જેટલો ઉછળી ૨૩૬૪૫.૩૫ સુધી જોવા મળ્યો હતો. છેવટે સેન્સેકસ દિવસના અંતે આગલા બંધથી ૧૬૯૫.૪૦ વધી ૭૫૫૨૭.૯૫  બંધ રહ્યો હતો. નિફટી૫૦ ઈન્ડેકસ નીચામાં ૨૩૩૧૩.૯૦ અને ઉપરમાં ૨૩૬૪૫.૩૫૪  પોઈન્ટની રેન્જમાં રહી છેવટે ૪૬૧.૩૦ વધી ૨૩૬૨૨.૯૦ બંધ રહ્યો હતો. નિફટી આઈટી સિવાયના મોટાભાગના સેકટરલ ઈન્ડાઈસિસ સુધારા સાથે બંધ રહ્યા હતા.  બીએસઈમાં લિસ્ટેડ શેરોની એકંદર માર્કેટ કેપ રૂપિયા ૯,૬૬,૫૩૮.૩૫ કરોડ વધી રૂપિયા ૪૬૨ લાખ કરોડ પહોંચી ગઈ હતી.  બીએસઈ પર માર્કેટ બ્રેડથ પોઝિટિવ રહી હતી અને ૩૨૨૨ શેરોના ભાવ વધ્યા હતા જ્યારે ૧૦૪૬ શેરોના ભાવ ઘટયા હતા અને ૧૭૧ના ભાવ ફેરફાર વિનાના રહ્યા હતા. 

ઓટો શેરોમાં આકર્ષણ

ક્રુડ તેલના વૈશ્વિક ભાવ દબાણ હેઠળ આવી જતા ઘરઆંગણે પેટ્રોલ -ડીઝલના ભાવ પણ ઘટાડા તરફી રહેવાની અપેક્ષાએ ઓટો શેરોમાં આકર્ષણ રહ્યું હતું. કમર્સિઅલ વાહનોનું ઉત્પાદન કરતા અશોક લેલેન્ડ ૧૩.૮૭ વધી રૂપિયા ૧૫૨.૪૫ રહ્યો હતો. ટાટા મોટર્સ  પેસેન્જર વ્હીકલ્સ  રૂપિયા ૧૪.૧૦ વધી રૂપિયા ૩૯૦.૦૦, મધરસન રૂપિયા ૨.૬૬ વધી રૂપિયા ૧૪૩.૪૦, એકસાઈડ ઈન્ડ. રૂપિયા ૬.૩૦ વધી રૂપિયા ૩૯૧.૯૫ બંધ રહ્યો હતો. 

બેન્ક શેરો ઊંચકાયા

૩૧મી મેના પખવાડિયાના અંતે બેન્કિંગ ક્ષત્રમાં ધિરાણ ઉપાડમાં જોરદાર વૃદ્ધિ જોવા મળતા બેન્કોની વ્યાજ મારફતની આવકમાં વધારો થવાની ગણતરીએ બેન્કિંગ શેરોમાં લેવાલી રહી હતી. આઈડીએફસી ફર્સ્ટ બેન્ક રૂપિયા ૩.૫૫ વધી રૂપિયા ૭૬.૫૦, યસ બેન્ક ૦.૮૦ વધી રૂપિયા ૨૩.૦૨, યુનિયન બેન્ક રૂપિયા ૫.૫૧ વધી રૂપિયા ૧૭૦.૦૫, બેન્ક ઓફ બરોડા રૂપિયા ૭.૧૫ વધી રૂપિયા ૨૭૪.૭૫, ફેડરલ બેન્ક રૂપિયા ૫.૯૫ વધી રૂપિયા ૩૧૫.૭૦  બંધ રહ્યો હતો. 

ડીફેન્સ શેરોમાં જંગી ઉછાળો

 ઇલેકટ્રોનિક વોરફેર તથા સંરક્ષણ ક્ષેત્રે સ્વદેશીકરણ તરફ ભારતના પ્રયાસોને પરિણામે ડીફેન્સ શેરોમાં જોરદાર લેવાલી જોવા મળી રહી છે. ઝેન ટેક રૂપિયા ૭૮.૭૦ વધી રૂપિયા ૧૭૯૩.૮૦, બીઈએમએલ રૂપિયા ૪૮.૩૦ વધી રૂપિયા ૧૭૭૫.૭૦ તથા ભારત ઈલેક. રૂપિયા ૪.૨૦ વધી રૂપિયા ૪૦૬.૫૦ બંધ રહ્યો હતો. 

ફાર્મા શેરોમાં ાૃધીમા સુાૃધારો

બજારમાં વોલેટિલિટીના ગાળામાં સલામત ગણાતા એવા ફાર્મા શેરોમાં સપ્તાહ અંતે પસંદગીના શેરોમાં ધીમા સુધારા સાથે એકંદરે મિશ્ર પ્રવાહ જોવા મળ્યો હતો. સન ફાર્મા રૂપિયા ૧૩.૫૦ વધી રૂપિયા ૧૮૦૭.૭૦, બાયોકોન રૂપિયા ૩.૦૫ વધી રૂપિયા ૪૧૯, ઓરોબિન્દો રૂપિયા ૮.૭૦ વધી રૂપિયા ૧૪૭૨.૮૦ બંધ રહ્યો હતો. ગ્લાન્ડ રૂપિયા ૪૪.૩૦ ઘટી રૂપિયા ૨૨૬૨.૨૦, ઈપ્કા લેબ્સ રૂપિયા ૩૦.૬૦ ઘટી રૂપિયા ૧૫૮૩.૦૦, દિવિસ લેબ્સ રૂપિયા ૧૭.૫૦ ઘટી  રૂપિયા ૬૬૩૮ તથા ઝાયડસ રૂપિયા ૧.૨૦ ઘટી રૂપિયા ૧૧૦૪.૭૦ બંધ રહ્યો હતો. 

મેટલ શેરોમાં લેવાલી

વૈશ્વિક સ્તરે ભૌગોલિક રાજકીય તાણ છતાં આર્થિક વિકાસ દરની દ્રષ્ટિએ ભારતની સ્થિતિ અન્ય ઊભરતા દેશોની સરખામણીએ મજબૂત હોવાના તારણો આવી રહ્યા છે. આર્થિક વિકાસમાં માળખાકીય ક્ષેત્રની કામગીરી મહત્વની રહેતી હોવાની ધારણાંએ મેટલ શેરોમાં રોકાણકારોની લેવાલી જોવા મળી રહી છે. લોયડસ મેટલ્સ રૂપિયા ૮૭.૭૦ વધી રૂપિયા ૧૭૬૧.૯૦, એનએમડીસી રૂપિયા ૨.૪૬ વધી રૂપિયા ૯૦.૯૩, હિન્દ ઝિંક રૂપિયા ૧૪.૯૦ વધી રૂપિયા ૫૫૯.૯૦, જિંદાલ સ્ટીલ રૂપિયા ૨૭.૨૦ વધી રૂપિયા ૧૧૪૮.૫૦, નેલ્કો રૂપિયા ૬.૨૫ વધી રૂપિયા ૩૭૬.૮૫, સેઈલ રૂપિયા ૨.૭૩ વધી રૂપિયા ૧૮૪.૦૯ બંધ રહ્યો હતો.

DIIની રૂ.૫૩૪૧ કરોડની ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-શુક્રવારે  કેશ સેગ્મેન્ટમાં રૂ. ૧૦૮૨.૧૮ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી.  જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની આજે  રૂપિયા ૫૩૪૧.૨૯ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી  રહી હતી.