સેન્સેક્સ ૭૯૩૩૩ ઉપર બંધ થતાં ૮૦૪૪૪ જોવાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નિફટી સ્પોટ ૨૪૭૭૭ ઉપર બંધ થતાં ૨૫૧૧૧ જોવાશે
ચોમાસું પણ સફળ પૂરવાર થતા આગામી દિવસોમાં ફુગાવા-મોંઘવારીને કાબૂમાં લેવામાં મદદરૂપ થવાની અપેક્ષા
મુંબઈ : રશિયા-યુક્રેન યુદ્વના દિવસોની જેમ હવે ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્વ પણ વિશ્વ માટે રોજબરોજના છમકલા અને ક્ષણિક અસર સિવાય મહત્વતા ગુમાવીને અસરહીન થવા લાગ્યું છે. જો કે યુદ્વના નામે વિશ્વને ડરાવી, વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલના ભાવમાં ઉથલપાથલ મચાવવાના હજુ પ્રયાસ થઈ રહ્યા છે. પરંતુ આ પ્રયાસો ક્ષણિક અસર બાદ ફરી ભાવો વધ્યામથાળેથી ઘટી આવતાં હોઈ આ પરિબળ હવે અસરહીન બનવા લાગ્યું છે. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સાથે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની શેરોમાં થઈ રહેલી મોટી ખરીદીએ ભારતમાં ફરી તેજીના મંડાળ થયા હોવાનો સંકેત આપ્યો છે. અત્યારે ચોમાસું પણ સફળ પૂરવાર થઈ રહ્યું છે. જે આગામી દિવસોમાં ફુગાવા-મોંઘવારીને કાબૂમાં લેવામાં મદદરૂપ થવાની અપેક્ષા છે. આ પરિબળોને જોતાં અને કોઈ નવા વૈશ્વિક નેગેટીવ પરિબળો ન સર્જાય તો ઓગસ્ટ મહિનામાં નિફટી સ્પોટ ૨૪૭૭૭ ઉપર બંધ થવાના સંજોગોમાં ૨૫૧૧૧ અને સેન્સેક્સ ૭૯૩૩૩ ઉપર બંધ થવાના સંજોગોમાં ૮૦૪૪૪ જોવાઈ શકે છે.
અર્જુનની આંખે : SAHYADRI INDUSTRIES LTD.
બીએસઈ (૫૩૨૮૪૧), એનએસઈ (SAHYADRI) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, ISO 9001: 2015, OSAS 14001:2004 Certified, સહ્યાદ્રી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(SAHYADRI INDUSTRIES LIMITED), ચાર રાજયોમાં પાંચ પ્લાન્ટો થકી અસ્તિત્વ ધરાવતી ૩૦ વર્ષથી વધુ અનુભવ ધરાવતી કંપની ગ્રીન પ્રો પ્રમાણિત બિલ્ડિંગ સોલ્યુશન્સ પ્રણેતા છે. જે આંતરિક અને બાહ્ય બિલ્ડિંગ સિસ્ટમ્સ માટે ઉત્પાદનોની વ્યાપક શ્રેણી તેમ જ રૂફિંગ સોલ્યુશન્સ પૂરા પાડે છે. કંપનીના ઉત્પાદનો જેમ કે સ્વસ્તિક રૂફિંગ અને સિમપ્લાય ફ્લેટ શીટ્સનો વ્યાપક ઉપયોગ મજબૂત માળખા બનાવવા માટે થાય છે. પટેલ ગુ્રપની એક મુખ્ય કંપની ૭૦થી વધુ વર્ષોના જૂના વારસા સાથે, તે અનુભવી મેનેજમેન્ટ દ્વારા સક્ષમ રીતે નેતૃત્વ કરવામાં આવી છે, જે બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની ઊંડી સમજ ધરાવે છે. સહ્યાદ્રીના ઉત્પાદન પોર્ટફોલિયોમાં આજના પડકારોને સંબોધવા સક્ષમ નવીન, વિશિષ્ટ અને ભવિષ્યના ઉત્પાદનોનો સમાવેશ થાય છે. કંપનીના ઉત્પાદન પોર્ટફોલિયોમાં રૂફિંગ શીટ, ફાઈબર સિમેન્ટ બોર્ડ અને ફ્લેટ શીટ્સનો સમાવેશ થાય છે. કંપની પાસે સમગ્ર ભારતમાં ૩૦૦૦થી વધુ ડીલરોનું મજબૂત વિતરણ નેટવર્ક છે અને કંપનીએ શરૂઆતથી અત્યાર સુધીમાં ૧૦ લાખથી વધુ ગ્રાહકો સુધી ઉત્પાદનો પહોંચાડયા છે. સહ્યાદ્રી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્ર પ્રદેશ, તમિલનાડુમાં ઉત્પાદન એકમો ધરાવે છે અને ઓરિસ્સા અને પાલઘરમાં એક નવા પ્લાન્ટની જાહેરાત કરી છે. કંપની ભારતમાં જાણીતું નામ છે અને આફ્રિકા, યુ.કે. અને જીસીસીના વિવિધ રીજીયનોમાં વૈશ્વિક બજારોમાં ધીમે ધીમે ફેલાવો વધારી રહી છે. કંપની વૈશ્વિક પાંચથી વધુ દેશોમાં અસ્તિત્વ ધરાવે છે.
વિસ્તરણ : (એ) કંપની ઓરિસ્સામાં એક નવું યુનિટ સ્થાપવાની પ્રક્રિયામાં છે, જે ઓરિસ્સા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને બિહારના બિન-પ્રતિનિધિત્વ ધરાવતા બજારોમાં પ્રવેશ કરશે. એસ્બેસ્ટોસ કોરૂગેટેડ શીટ માટે વાર્ષિક ૧,૨૦,૦૦૦ મેટ્રિક ટન, રૂ.૯૫ કરોડના મૂડી ખર્ચે કરશે. (બી) પશ્ચિમ ભારતમાં તેના હાલના બજાર, નિકાસ અને ઉત્તર ભારતના બિન-પ્રતિનિધિત્વ ધરાવતા બજારમાં પ્રવેશ કરવા માટે, કંપની વાર્ષિક ૭૨,૦૦૦ મેટ્રિક ટન નોન-એસ્બેસ્ટોસના ઉત્પાદન માટે એક નવું યુનિટ સ્થાપવા સંબંધિત પ્રવૃતિઓ માટે મહારાષ્ટ્રમાં સિમેન્ટ બોર્ડ શરૂ કરવામાં આવ્યા છે. જમીન ઓળખવામાં આવી છે અને રૂ.૯૫ કરોડના બીજા મૂડી ખર્ચ દ્વારા સંપાદન પ્રક્રિયામાં છે.
પ્રોડક્ટસ : ૪૫થી વધુ ઉત્પાદનો : (૧) કોરૂગેટેડ રૂફિંગ શીટ્સ : કલર ટેક્સચર ડિઝાઈનર કોરૂગેટેડ રૂફિંગ શીટ્સ, સિમેન્ટ, ફ્લાય એશ, ફાઈબર અને સેલ્યુલોઝના ગુણવત્તાયુક્ત મિશ્રણમાંથી બનાવવામાં આવે છે. આ શીટ્સ એક અનોખા વૂડન ટેક્સચરમાં ઉપલબ્ધ છે અને નિયમિત એસી કોરૂગેટેડ શીટ કરતાં વધુ ફાઈબરથી બનેલી છે (૨) રૂફ : સહ્યાદ્રી, તેના સૌથી વધુ ઉપયોગમાં લેવાતા અને સુપ્રસિદ્વ ઉત્પાદન સ્વસ્તિક રૂફ સાથે, સ્વસ્તિક રૂફ સોલ્યુશન્સ ટકાઉ, બિન-કાટ ન લાગતા, આગ-પ્રતિરોધક અને ભારે હવામાન પરિસ્થિતિઓનો સામનો કરવા માટે જાણીતા છે. ૧૦૦થી વધુ રૂફિંગ એસેસરીઝ ઓફર કરે છે, જે વિવિધ ગ્રાહકોની ચોક્કસ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વિવિધ સ્પેસિફિકેશનોમાં ઉપલબ્ધ છે. રૂફ માટે ઈન્ડસ્ટ્રીયલ શેડ, ઘરો અને ગોડાઉનના સાઈડ ક્લેડીંગ માટે, ઉચ્ચ ગુણવત્તાવાળા ફાઈબરનો ઉપયોગ કરીને, પોર્ટલેન્ડ સિમેન્ટનો સમાવેશ છે. (૩) ટ્વિન રૂફ : સ્વસ્તિક ટ્વિનરૂફ્સ સાથે સ્વસ્તિક ટ્વિન રૂફ સોલ્યુશનનો ઉદ્દેશ નિયમિત સ્ટોરેજ રૂફિંગ અથવા ફેન્સી ઓફિસ અને રિસોર્ટ સેટઅપ માટે સ્ટ્રકચર્સ અને ઈન્સ્ટોલેશનનો વ્યાપ વધારવાનો છે. (૪) સિમપ્લાય શીટ્સ : અત્યંત વર્સેટાઈલ બનાવવા માટે ડિઝાઈન કરવામાં આવી છે. ફર્નિચર, ફોલસિલિંગ, સાઈડ પેનલિંગ વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગ થાય છે અને નવીનતમ આઈએસ-૨૦૯૬-૧૯૯૨ સ્પેસિફિકેશનના આધારે બનાવવામાં આવે છે. (૫) સ્ટ્રકચરલ ઈન્ટીગ્રિટી માટે સેમ્પલી ૧૮ ફ્લેટ શીટ્સ. ઓફિસ કેબિન અથવા રૂફ ગોઠવવાનો સમાવેશ થાય છે. (૬) સેમ્પલી જી પ્લસ ૧ એ વર્કશોપ, શોરૂમ, ઘરના આંતરિક ભાગો, ઓફિસ આંતરિક ભાગો, વેરહાઉસ વગેરેમાં મેઝેનાઈન અથવા લોફ્ટ જેવા અદ્યતન સ્થાપનો માટે યોગ્ય પસંદગી છે. (૭) બુલ બોર્ડસ આઈએસ ૧૪૮૬૨:૨૦૦૦ ટાઈપ બી કેટેગરી ૩ અને આઈએસઓ ૮૩૩૬:૨૦૧૭ને અનુરૂપ છે. જેને આંતરિક અને બાહ્ય ફિટ એપ્લિકેશન માટે આદર્શ બનાવે છે. (૮) ઈકોપ્રો, પરંપરાગત પ્લાયવુડ અથવા એન્જિનિયર્ડ વૂડનો વિકલ્પ, ઈકોપ્રો વિવિધ આંતરિક અને સ્થાપત્ય એપ્લિકેશનો માટે લાગુ પડે છે, જેમાં ફોલસિલિંગ અને પેનલિંગથી લઈને ફર્નિચર અને પાર્ટીશનો સુધીનો સમાવેશ થાય છે. (૯) સ્વચ્છ લે. ટોઈલેટ યુનિટ, આ ટોઈલેટ બ્લોકનો ઉપયોગ રહેણાંક વિસ્તારો, શાળાઓ તેમ જ ડુંગરાળ વિસ્તારો અને પ્રવાસન સ્થળોએ થઈ શકે છે. (૧૦) એસ૩ મોડયુલર ઘરો સહ્યાદ્રીના નિર્માણના લક્ષ્યનું પરિણામ છે. જેમાં બીમ અને સ્તંભો, વોલ પેનલ્સ, ફ્લોરિંગ પેનલ્સ અને રૂફ પેનલ્સનો સમાવેશ થાય છે. એસ૩ વોલ્સ એસેમ્બલ કરવા માટે અત્યંત સરળ છે, ટકાઉ, ખર્ચ-અસરકારક છે અને ઝડપી, સલામત, કાર્યક્ષમ અને ટકાઉ બાંધકામના સોલ્યુશન તરીકે ઊભરી આવે છે. (૧૧) સ્વસ્તિક કુકડુક, જે મહિલાઓને તેમના પોતાના આંગણામાં કમાણીની તક આપે છે, આ ઉત્પાદન ડીઆઈવાય (સ્વયં-જાતે કરો) કીટ તરીકે ઉપલબ્ધ છે. જ્યાં પરિવારના સભ્યો જાતે માળખું બનાવી શકે છે. બેકયાર્ડ પોલ્ટ્રી રાખીને માસિક આવકનો સ્થિર સ્ત્રોત મળી શકે છે.
કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામો :
(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ : ચોખ્ખી આવક ૧૩ ટકા વધીને રૂ.૬૭૭ કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો ૫૦ ટકા વધીને રૂ.૩૯ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૪.૨૯ ટકા થકી ચોખ્ખો નફો ૪૯ ટકા વધીને રૂ.૨૯ કરોડ હાંસલ કરી શેર દીઠ કમાણી-ઈપીએસ રૂ.૨૬.૫૦ હાંસલ કરી છે.
(૨) ચોથા ત્રિમાસિક જાન્યુઆરી ૨૦૨૬થી માર્ચ ૨૦૨૬ : ચોખ્ખી આવક ૧૭ ટકા વધીને રૂ.૧૯૪ કરોડ મેળવીને કરવેરા પૂર્વેનો નફો ૧૪૫ ટકા વધીને રૂ.૧૪ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૫.૪૪ ટકા થકી ચોખ્ખો નફો ૧૪૭ ટકા વધીને રૂ.૧૧ કરોડ હાંસલ કરી શેર દીઠ ત્રિમાસિક કમાણી-ઈપીએસ રૂ.૯.૬૪ નોંધાવી છે.
(૩) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૬થી માર્ચ ૨૦૨૭ : અપેક્ષિત ચોખ્ખી આવક ૧૫ ટકા વધીને રૂ.૭૭૯ કરોડ અને અપેક્ષિત કરવેરા પૂર્વેનો નફો રૂ.૬૦ કરોડ મેળવી અપેક્ષિત નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૫.૮૧ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૪૫ કરોડ અપેક્ષિત થકી શેર દીઠ કમાણી-ઈપીએસ રૂ.૪૧ અપેક્ષિત છે.
(નોંધ : કંપની માટે સામાન્ય રીતે નાણા વર્ષના પ્રથમ અને ચોથા ત્રિમાસિક સિઝનલી સારા રહેતા હોય છે અને બીજા તથા ત્રીજા ત્રિમાસિકના એકંદર સાધારણ રહેતા હોવાથી કંપનીના ત્રિમાસિક પરિણામ તુલનાત્મક નથી.)
બુક વેલ્યુ : માર્ચ, ૨૦૨૩ના રૂ.૩૦૬, માર્ચ ૨૦૨૪ના રૂ.૩૨૯, માર્ચ ૨૦૨૫ના રૂ.૩૪૬, માર્ચ ૨૦૨૬ના રૂ.૩૭૧, અપેક્ષિત માર્ચ ૨૦૨૭ના રૂ.૪૧૨
શેર હોલ્ડિંગ પેટર્ન : પ્રમોટર્સ પાસે ૭૧.૧૨ ટકા, એચએનઆઈઝ પાસે ૪.૫૧ ટકા, રિટેલ ઈન્વેસ્ટરો ૧૮.૪૪ ટકા અને અન્યો પાસે ૫.૯૩ ટકા છે.
કુલ આવક : વર્ષ ૨૦૨૧-૨૨માં રૂ.૫૪૬ કરોડ, વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ.૫૯૭ કરોડ, વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ.૬૩૮ કરોડ, વર્ષ ૨૦૨૪-૨૫માં રૂ.૬૦૮ કરોડ, વર્ષ ૨૦૨૫-૨૬માં રૂ.૬૮૫ કરોડ
ઈબીટા : વર્ષ ૨૦૨૧-૨૨માં રૂ.૧૦૪ કરોડ, વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ.૮૫ કરોડ, વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ.૭૧ કરોડ, વર્ષ ૨૦૨૪-૨૫માં રૂ.૫૮ કરોડ, વર્ષ ૨૦૨૫-૨૬માં રૂ.૬૭ કરોડ
ચોખ્ખો નફો : વર્ષ ૨૦૨૧-૨૨માં રૂ.૬૨ કરોડ, વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ.૩૭ કરોડ, વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ.૨૬ કરોડ, વર્ષ ૨૦૨૪-૨૫માં રૂ.૧૯ કરોડ, વર્ષ ૨૦૨૫-૨૬માં રૂ.૨૯ કરોડ
ઈબીટા માર્જિન : વર્ષ ૨૦૨૧-૨૨માં ૧૯ ટકા, વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૪ ટકા, વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૧ ટકા, વર્ષ ૨૦૨૪-૨૫માં ૯.૫ ટકા, વર્ષ ૨૦૨૫-૨૬માં ૯.૮ ટકા
એનપીએમ : વર્ષ ૨૦૨૧-૨૨માં ૧૧.૩ ટકા, વર્ષ ૨૦૨૨-૨૩માં ૬.૨ ટકા, વર્ષ ૨૦૨૩-૨૪માં ૪.૧ ટકા, વર્ષ ૨૦૨૪-૨૫માં ૩.૨ ટકા, વર્ષ ૨૦૨૫-૨૬માં ૪.૨ ટકા
નેટવર્થ : વર્ષ ૨૦૨૧-૨૨માં રૂ.૩૦૪ કરોડ, વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ.૩૩૫ કરોડ, વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ.૩૬૮ કરોડ, વર્ષ ૨૦૨૪-૨૫માં રૂ.૩૭૮ કરોડ, વર્ષ ૨૦૨૫-૨૬માં રૂ.૪૦૬ કરોડ
કેશ ફ્લો-ઓપરેશન્સ : વર્ષ ૨૦૨૧-૨૨માં રૂ.૩૩ કરોડ, વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ.૩૫ કરોડ, વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ.૬૯ કરોડ, વર્ષ ૨૦૨૪-૨૫માં રૂ.૫૯ કરોડ, વર્ષ ૨૦૨૫-૨૬માં રૂ.૧૩૩ કરોડ
ગ્રોસ બ્લોક : વર્ષ ૨૦૨૧-૨૨માં રૂ.૨૩૨ કરોડ, વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ.૨૯૭ કરોડ, વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ.૩૩૨ કરોડ, વર્ષ ૨૦૨૪-૨૫માં રૂ.૩૬૨ કરોડ, વર્ષ ૨૦૨૫-૨૬માં રૂ.૩૭૧ કરોડ
ઈક્વિટી પર વળતર : વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૦.૩ ટકા, વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૧.૧ ટકા, વર્ષ ૨૦૨૩-૨૪માં ૭.૩ ટકા, વર્ષ ૨૦૨૪-૨૫માં ૫.૧ ટકા, વર્ષ ૨૦૨૫-૨૬માં ૭.૧ ટકા
આરઓસીઈ : વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૩.૨ ટકા, વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૩.૨ ટકા, વર્ષ ૨૦૨૩-૨૪માં ૯.૯ ટકા, વર્ષ ૨૦૨૪-૨૫માં ૭.૩ ટકા, વર્ષ ૨૦૨૫-૨૬માં ૧૦.૧ ટકા
ડેટ ઈક્વિટી રેશિયો : વર્ષ ૨૦૨૧-૨૨માં ૦.૨૬ , વર્ષ ૨૦૨૨-૨૩માં ૦.૩૭, વર્ષ ૨૦૨૩-૨૪માં ૦.૩૨, વર્ષ ૨૦૨૪-૨૫માં ૦.૨૧, વર્ષ ૨૦૨૫-૨૬માં ૦.૦૪
શેર દીઠ કમાણી-ઈપીએસ : વર્ષ ૨૦૨૧-૨૨માં રૂ.૫૬.૪૮, વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ.૩૩.૯૦, વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ.૨૪.૦૯, વર્ષ ૨૦૨૪-૨૫માં રૂ.૧૭.૭૮, વર્ષ ૨૦૨૫-૨૬માં રૂ.૨૬.૫૦, અપેક્ષિત વર્ષ ૨૦૨૬-૨૭માં રૂ.૪૧
આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં. (૨) ૭૧ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગની, સહ્યાદ્રી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, પૂર્ણ નાણા વર્ષ ૨૦૨૬-૨૭માં અપેક્ષિત ઈપીએસ રૂ.૪૧ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૪૧૨ સામે શેર રૂ.૩૦૨ ભાવે, બિલ્ડિંગ મટીરિયલ્સ ઉદ્યોગના સરેરાશ ૧૪ના પી/ઈ સામે ૭.૩૭ના પી/ઇએ ટ્રેડ થઈ રહ્યો છે.









