નવા સપ્તાહમાં સેન્સેક્સ ૭૯૦૮૮ ઉપર બંધ થતાં ૭૯૬૮૮ જોવાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નિફટી ૨૪૭૫૫ ઉપર બંધ થતાં ૨૪૯૪૪ જોવાશે
બે સપ્તાહમાં સેન્સેક્સમાં ૨૪૪૦, નિફટીમાં ૮૦૪ પોઈન્ટનો ઉછાળો
મુંબઈ : દેશમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફપીઆઈઝ, એફઆઈઆઈઝ)ની વેચવાલી અટકાવીને તેમનું રોકાણ ભારતીય બજારોમાં તાણી લાવવા અને ભારતીય રૂપિયાનું અમેરિકી ડોલર સામે પતન અટકાવવા પાછલા દિવસોમાં કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ લીધેલા પગલાં કારગત નીવડી રહ્યા છે. બેંકોની એફસીએનઆર થાપણો થકી પણ મોટો વિદેશી ફંડ પ્રવાહ ભારતમાં આવતાં ફોરેક્સ રિઝર્વ વધતું જોવાયું છે. ક્રુડ ઓઈલના આયાત બિલ અને બીજી તરફ સોનાની ખરીદી પાછળ ખર્ચાતું અબજો ડોલરનું હૂંડિયામણ દેશ બહાર જતું અટકાવવાના મિશનમાં હાલ તુરત સરકારના પગલાં સાર્થક નીવડી રહ્યા છે. શેરોમાં વિદેશી રોકાણકારોની ફરી નેટ ખરીદીના આંકડાએ બજારમાં તેજીને વેગવંતિ બનાવી છે. તેજીના આ સેન્ટીમેન્ટની સાથે ફંડોનું રોકાણ આકર્ષણ માત્ર સેન્સેક્સ કે નિફટી શેરો કે ફ્રન્ટલાઈન શેરો પૂરતું મર્યાદિત નહીં રહી સાઈડ માર્કેટમાં તેજીનો સળવળાટ વધતો જોવાયો છે. કોર્પોરેટ પરિણામો પણ અપેક્ષાથી એકંદર સારા આવતાં ઘણા શેરોમાં ફંડોએ વેલ્યુબાઈંગની તક ઝડપી છે.
સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજીનો સળવળાટ વધતો જોવાય
પાછલા બે સપ્તાહમાં સેન્સેક્સમાં ૨૪૪૦ પોઈન્ટની તેજી અને નિફટી ૫૦ સ્પોટમાં ૮૦૪ પોઈન્ટની તેજી જોવાઈ છે. નવી ક્લોઝિંગ ઓકશન મેકેનીઝમ (સીએએસ) લાગુ થવાના કારણે પાછલા સપ્તાહમાં નિફટી, સેન્સેક્સ વચ્ચે તફાવતનો હલ્લાગુલ્લા છતાં એફ એન્ડ ઓથી ટ્રેડરો દૂર થતાં જોવાઈ કેશ સેગ્મેન્ટમાં શેરોમાં તેજીનો સળવળાટ વધતો જોવાયો છે. ફંડોનો રોકાણ પ્રવાહ બન્ને લોકલ અને ફોરેન બન્ને જળવાઈ રહ્યા હોઈ આગામી દિવસોમાં સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોની સક્રિયતા વધતી જોવાય એવી શકયતા રહેશે. ઈરાન-અમેરિકા યુદ્વ કે અન્ય કોઈ નેગેટીવ પરિબળોની ગેરહાજરીમાં તેજીનો દોર આગળ વધવાની શકયતા છે. આગામી નવા સપ્તાહમાં સેન્સેક્સ ૭૭૯૧૧ની ટેકાની સપાટીએ ૭૯૦૮૮ ઉપર બંધ આવતા ૭૯૬૮૮ જોવાઈ શકે છે. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૪૩૮૮ની ટેકાની સપાટીએ ૨૪૭૫૫ ઉપર બંધ થવાના સંજોગોમાં ૨૪૯૪૪ જોવાઈ શકે છે.
અર્જુનની આંખે :
GENESYS INTERNATIONAL CORP. LTD.
બીએસઈ (૫૦૬૧૦૯), એનએસઈ (GENESYS) લિસ્ટેડ, રૂ.૫ પેઈડ-અપ, જેનેસિસ ઈન્ટરનેશનલ કોર્પોરેશન લિમિટેડ(GENESYS INTERNATIONAL CORPORATION LIMITED), કંપનીની સ્થાપના ૧૯૯૫માં થઈ હતી. એડવાન્સ્ડ મેપિંગ, સર્વેક્ષણ અને જીઓસ્પેસિયલ-ભૂ-અવકાશી સર્વિસિઝમાં અગ્રણી પૈકી એક છે. જીઓગ્રાફિકલ ઈન્ફોર્મેશન સિસ્ટમ (જીઆઈએસ) અને ભૂ-અવકાશી એન્જિનિયરીંગ ડોમેનમાં નિષ્ણાંત સર્વિસિઝ પૂરી પાડવા માટે ૨૦૦૦થી વધુ પ્રોફેશનલોની ટીમ અને સમૃદ્વ અનુભવ સાથે જેનેસિસ પાસે મેપિંગ ટોકનોલોજીની આસપાસ ઊભરતી ગ્રાહક એપ્લિકેશનો તેમ જ એન્ટરપ્રાઈઝ સાઈડ પર સોલ્યુશન્સ પૂરા પાડવાની ક્ષમતા છે. લિડાર, એરિયલ સર્વેક્ષણ, ફોટોગ્રામેટ્રી અને આઈસીટી-આધારિત ઈ-ગવર્નન્સ સોલ્યુશન્સની સમજણનું એક અનોખું મિશ્રણ છે.
જેનેસિસ સૌથી મોટી લિડાર સંપાદન કંપનીઓમાં એક છે અને વિશ્વની પ્રક્રિયા ક્ષમતાઓમાં નિપૂણતા ધરાવે છે અને વિશ્વના કેટલાક અને સૌથી પડકારજનક પ્રોજેક્ટોને સફળતાપૂર્વક ડિલિવર કર્યા છે. મુંબઈ-ભારતમાં મુખ્ય મથક ધરાવતી, જેનેસિસ ભારમાં અનેક ભૌગોલિક-જીઓસ્પેશ્યલ પ્રોડક્શન્સ અને એપ્લિકેશન ડેવલપમેન્ટ સેન્ટરો ચલાવે છે. અત્યાધુનિક માળખાગત સુવિધાઓ અને ફોર્ચ્યુન ૫૦૦ અને એસએમઈ ક્લાયન્ટ્સની વધતી જતી યાદી સાથે, જેનેસિસ વૈશ્વિક જીઆઈએસ અને જીઓસ્પેશિયલ સર્વિસિઝ ઉદ્યોગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે સારી સ્થિતિમાં છે. જેનેસિસ ઉદ્યોગોના કાર્યક્ષમ ઓપ્ટિમાઈઝેશન અને સરેરાશ નાગરિકના વધુ સારા માટે મેપિંગ ટેકનોલોજીી શક્તિમાં દ્રઢપણે માને છે. જેનેસિસ છેલ્લા ૨૩ વર્ષથી સમગ્ર વિશ્વમાં ક્લાયન્ટસને સર્વિસિઝ પૂરી પાડી રહી છે, તેના મોટાભાગના ક્લાયન્ટ જોડાણો બહુ-વર્ષીય સંબંધોમાં ચાલી રહ્યા છે. કંપની શહેરી વિકાસ, ઉપયોગિતાઓ અને ઓટોમોટિવ જેવા ક્ષેત્રો માટે થ્રીડી ડિજિટલ ટ્વિન્સ સ લિડાર મેપિંગ, નેવિગેશન નકશા અને એન્ટરપ્રાઈસ જીઆઈએસ સોલ્યુશન્સમાં નિષ્ણાત છે.
મુખ્ય ઓફરિંગ્સ અને ટેકનોલોજી થ્રીડી ડિજિટલ ટ્વિન્સ : મુંબઈ, પૂણે અને વારાણસી જેવા મુખ્ય શહેરી કેન્દ્રો માટે ઉચ્ચ-ચોકસાઈવાળા થ્રીડી ડિજિટલ ટ્વિન્સ મોડેલ્સના નિર્માતા. નેવિગેશન એચડી નક્શા : સ્વાયત્ત-ઓટોનોમસ ડ્રાઈવિંગ માટે સ્ટાન્ડર્ડ ડેફિનિશન (એસડી) અને હાઈ-ડેફિનિશન (એચડી) ઓપ્ટિમાઈઝ કરાયેલા પૂરા પાડે છે. જીઓસ્પેશિયલ એપ્લિકેશન્સ : જીઓ એઆઈ, વોનોબો, જીઓ સેન્સસ અને વોટર સ્કેપ અને સિટી સ્કેપ જેવા ક્ષેત્ર-વિશિષ્ટ સ્યુટ્સ સહિત વિશિષ્ટ ઉત્પાદનો બનાવે છે. ડેટા સર્વિસિઝ : ફોટોગ્રામેટ્રી, રિમોટ સેન્સિંગ અને લિડાર ડેટા સંપાદનનો ઉપયોગ કરે છે.
રાઈટ ઈસ્યુ (મીનિ બોનસ): સૌથી સસ્તા શેર દીઠ રૂ.૫૦ ભાવે ત્રણ શેર દીઠ એક શેર (૧:૩) રેશિયોમાં રાઈટ ઈસ્યુ ૨,૫૦,૭૪,૨૨૬ ફુલ્લી પેઈડ-અપ ઈક્વિટી શેરોનો રૂ.૫ પેઈડ અપ ઈસ્યુ કરીને 'મીની બોનસ' આપ્યું છે. રૂ.૫૦ પ્રતિ શેર ભાવે (જેમાં રૂ.૪૫ પ્રીમિયમ સહિત) આ રાઈટ ઈસ્યુ કર્યો છે, જેની રેકોર્ડ તારીખ ૬, ઓગસ્ટ હતી. આ જુલાઈ મહિનાના સરેરાશ શેર રૂ.૩૧૫ બજાર ભાવ સામે રૂ.૫૦ ભાવે આ રાઈટ ઈસ્યુ કરી એકપ્રકારે મીનિ બોનસ જેવું છે. રાઈટ ઈસ્યુ બાદની અપેક્ષિત શેર મૂડી ૬,૬૮,૬૪,૬૦૩ ઈક્વિટી શેરોની છે, જેમાંથી દરેક રૂ.૫ પેઈડ-અપ છે અને રૂ.૩૩,૪૩,૨૩,૦૧૫ (અંદાજે રૂ.૩૩.૪૩ કરોડ) છે, જેની ગણતરી રૂ.૫ પ્રતિ શેરના ફેસ વેલ્યુ પર કરવામાં આવે છે.
જેનેસિસની પ્રોડક્ટસ અને સર્વિસિઝ : (એ) કંપની દ્વારા પૂરી પડાતી સર્વિસિઝ : (૧) લિડાર એન્જિનિયરિંગ (૨) જીઓસ્પેશિયલ મેપિંગ (૩) એપ ડેવલપમેન્ટ (૪) બીઆઈએમ (૫) કન્સલ્ટિંગ (બી) પ્રોડક્ટસ : (૧) એસડી મેપ્સ (૨) એડી/એડીએએસ મેપ્સ પ્લેટફોર્મસ (૩) થ્રીડી ડિજિટલ ટ્વિન્સ (સી) પ્લેટફોર્મ્સ : (૧) વોનોબો (૨) એચડી/એડીએએસ મેપ્સ (૩) થ્રીડી ડિજિટલ ટ્વિન્સ (ડી) સોલ્યુશન્સ : (૧) ટેલી સ્કેપ (૨) ઈન્ફ્રા સ્કેપ (૩) સિટી સ્કેપ (૪) વોટર સ્કેપ (૫) માર્સ (ઈ) ઈન્ડસ્ટ્રીઝ સર્વિસિઝ : (૧) અર્બન ડેવલપમેન્ટ (૨) ટેલીકોમ (૩) ઈલેક્ટ્રિક (૪) ગેસ (૫) વોટર (૬) ડિસ્ઝાસ્ટર મેનેજમેન્ટ (૭) નેવિગેશન.
ઓર્ડર બુક : જેનેસિસ ઈન્ટરનેશનલ કોર્પોરેશન લિમિટેડ કુલ એક્ટિવ, વણપૂરાકરાયેલ ઓર્ડરોની બુક રૂ.૧૮૫૪ કરોડની ધરાવે છે. ઓર્ડર બુક અને આવકનું વિભાજન નવા કોન્ટ્રાકટ જીતમાં અભૂતપૂર્વ વધારાને કારણે કંપનીની ઓર્ડર બુક નોંધપાત્ર રીતે વધી છે, જેને સરકારે માળખાકીય સુવિધાઓ, મેપિંગ અને મોટા મેટ્રો રેલ પ્રોજેક્ટોનો ટેકો મળ્યો છે. તાજેતરમાં ઈન્ફ્લો વધારો : જેનેસિસે એક જ ક્વાર્ટરમાં (ચોથા ત્રિમાસિક નાણા વર્ષ ૨૦૨૬) નવા ઓર્ડરમાં જંગી રૂ.૧૩૧૭ કરોડ મેળવ્યા છે. પાઈપલાઈન સ્કેલ : કંપની અને કુલ ઓર્ડર પાઈપલાઈન આગામી બે વર્ષમાં રૂ.૭૫૦ કરોડથી વધુ છે, જે લક્ષ્યાંકિત આવકમાં ફાળો આપે છે. વર્ષ-દર-વર્ષ ૨૦ ટકાથી ૨૫ ટકાની વૃદ્વિ. મુખ્ય ફાળો આપનારા પ્રોજેક્ટોમાં હાલના રૂ.૧૮૫૪ કરોડના ઓર્ડર બુકનો મોટો ભાગ શહેરી માળખાગત સુવિધાઓ અને મેપિંગ કરારો દ્વારા આધારિત છે. એમએમઆરડીએ મેટ્રો લાઈન ૬ એગ્રીમેન્ટ : ભૂ-અવકાશી/મેપિંગ એકીકરણ માટે રૂ.૭૫૬ કરોડ મૂલ્ય. એલ એન્ડ ટી મેટ્રો લાઈન ચાર સબ-કોન્ટ્રેક્ટ : રૂ.૩૯૧ કરોડ મૂલ્ય. ગંગા કોરિડોર પ્રોજેક્ટ : રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશન (એનએમસીજી) માટે ૨૫૦૦ કિલોમીટરના પટમાં ફેલાયેલ ઉચ્ચ-ચોક્સાઈવાળા હવાઈ લિડાર સર્વે. પૂણે ડિજિટલ ટ્વિન પ્રોજેક્ટ : સ્માર્ટ સિટી આઈઓટી ઈન્ફ્રાસ્ટ્રકચર અને કમાન્ડ સેન્ટરો સાથે રૂ.૩૫ કરોડનો કોન્ટ્રેક્ટ થ્રીડી મેપિંગને ઈન્ટીગ્રેટ કરવાનો છે.
કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામો
(૨,૫૦,૭૪,૨૨૬ શેરોના વર્તમાન રાઈટ ઈસ્યુ સહિત રૂ.૩૩.૪૩ કરોડની પેઈડ-અપ કેપિટલના આધાર પર કુલ ૬,૬૮,૬૪,૬૦૩ પેઈડ-અપ ઈક્વિટી શેરો મુજબ.)
(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ :
ચોખ્ખી આવક રૂ.૩૨૮ કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો રૂ.૫૨ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૦.૦૫ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૩૩ કરોડ હાંસલ કરી શેર દીઠ કમાણી-ઈપીએસ રૂ.૪.૯૦ (વર્તમાન રાઈટ ઈસ્યુ સહિતની ગણતરીએ) હાંસલ કરી છે.
(૨) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૬થી માર્ચ ૨૦૨૭ :
અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૩૭૦ કરોડ અને અપેક્ષિત કરવેરા પૂર્વેનો નફો રૂ.૬૦ કરોડ મેળવી અપેક્ષિત નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૨ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૪૫ કરોડ અપેક્ષિત થકી શેર દીઠ કમાણી-ઈપીએસ રૂ.૬.૭૫ અપેક્ષિત છે.
વેલ્યુએશન તુલના : (૧) અન્ય લિસ્ટેડ કંપની સી.ઈ.ઈન્ફો સિસ્ટમ્સ (મેપ માય ઈન્ડિયા) અત્યારે રૂ.૫૬૦૦ કરોડનું માર્કેટ કેપિટલાઈઝે શન અને ૪૨નો પી/ઈ ધરાવે છે. (૨) જેનેસિસ ઈન્ટરનેશન રૂ.૨૨૭ ભાવે અપેક્ષિત ૩૪ના પી/ઈ અને માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧૫૩૫ કરોડ મુજબ મેપ માય ઈન્ડિયાના માર્કેટ કેપ.ના ૨૭ ટકાએ છે.
બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૩ના રૂ.૧૦૦, માર્ચ ૨૦૨૪ના રૂ.૧૦૫, માર્ચ ૨૦૨૫ના રૂ.૧૧૦, માર્ચ ૨૦૨૬ના રૂ.૧૨૪, અપેક્ષિત માર્ચ ૨૦૨૭ના રૂ.૧૩૦
કમ્પાઉન્ડેડ વેચાણ વૃદ્વિ : ૧૦ વર્ષમાં ૨૧ ટકા, પાંચ વર્ષમાં ૩૩ ટકા, ત્રણ વર્ષમાં ૨૨ ટકા અને ટીટીએમ પાંચ ટકા
કમ્પાઉન્ડેડ નફા વૃદ્વિ : ૧૦ વર્ષમાં ૩૨ ટકા, પાંચ વર્ષમાં ૩૨ ટકા, ત્રણ વર્ષમાં ૨૬ ટકા, ટીટીએમ ૩૬ ટકા નેગેટીવ.
શેર ભાવ સીએજીઆર : ૧૦ વર્ષમાં ૧૯ ટકા, પાંચ વર્ષમાં ૧૮ ટકા, ત્રણ વર્ષમાં ચાર ટકા, એક વર્ષમાં ૪૧ ટકા નેગેટીવ.
ઈક્વિટી પર વળતર : ૧૦ વર્ષમાં ૭ ટકા, પાંચ વર્ષમાં ૯ ટકા, ત્રણ વર્ષમાં ૭ ટકા, પાછલા વર્ષમાં ૬ ટકા
આરઓસીઈ : વર્ષ ૨૦૨૨માં ૪ ટકા, ૨૦૨૩માં ૭ ટકા, ૨૦૨૪માં ૮ ટકા, વર્ષ ૨૦૨૫માં ૧૫ ટકા અને વર્ષ ૨૦૨૬માં ૮ ટકા.
ડેટ દિવસો : વર્ષ ૨૦૨૨માં ૧૫૦, વર્ષ ૨૦૨૩માં ૧૬૮, વર્ષ ૨૦૨૪માં ૨૬૩, વર્ષ ૨૦૨૫માં ૨૬૧ અને વર્ષ ૨૦૨૬માં ૨૨૬
આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં. (૨) જેનેસિસ ઈન્ટરનેશનલ કોર્પોરેશન લિમિટેડ, રૂ.૧૮૫૪ કરોડની ઓર્ડર બુક ધરાવતી, પૂર્ણ નાણા વર્ષ ૨૦૨૬-૨૭માં અપેક્ષિત શેર દીઠ કમાણી રૂ.૬.૭૫ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૧૩૦ સામે શેર રૂ.૨૨૭ ભાવે, ૩૪ના પી/ઈ અને સી.ઈ. ઈન્ફો સિસ્ટમ્સ (મેપ માય ઈન્ડિયા)ના રૂ.૫૬૦૦ કરોડના માર્કેટ કેપ. સામે રૂ.૧૫૩૫ કરોડના માર્કેટ કેપ પર ટ્રેડ થઈ રહ્યો છે.




