Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ ૭૮૯૩૩ ઉપર બંધ થતાં ૭૯૭૨૨ જોવાશે

By GS Team
19 Jul 20267 mins read
TukuTouch Logo
મુંબઈ શેરબજારમાં નિફટી 24577 ઉપર બંધ થતાં 24822 જોવાઈ શકે છે. ઈરાન-અમેરિકા તણાવ અને ક્રૂડના ભાવવધારા વચ્ચે અલ-નીનોનો ખતરો વધ્યો છે. ચોમાસાની ધીમી પ્રગતિ ચિંતાનું કારણ બની છે, છતાં કોર્પોરેટ પરિણામોના જોરે બજારમાં તેજી જોવા મળી. આગામી સપ્તાહ વૈશ્વિક અને સ્થાનિક પરિબળો પર આધારિત રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

નવા સપ્તાહમાં સેન્સેક્સ ૭૮૯૩૩ ઉપર બંધ થતાં ૭૯૭૨૨ જોવાશે

નિફટી ૨૪૫૭૭ ઉપર બંધ થતાં ૨૪૮૨૨ જોવાશે
ફરી અલ-નીનોના ખતરાંની ઘંટડી રણકવા લાગતાં અને ચોમાસાની પ્રગતિ દેશના કેટલાક ભાગોમાં ધીમી હોવાથી ચિંતાનું કારણ
મુંબઈ : વૈશ્વિક બજારોમાં ગત અઠવાડિયે ઈરાન-અમેરિકા વચ્ચે વધતાં ટેન્શન અને હોર્મુઝ માર્ગે વિશ્વ વેપાર ઠપ્પ કરી દેવાની ઈરાનની ધમકી અને અમેરિકી ટ્રમ્પ શાસન પણ ઈરાનને તબાહ કરી દેવાની ધમકીને લઈ સેન્ટિમેન્ટ ડહોળાયેલું રહ્યું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ક્યારે ઈરાન, યુક્રેન યુદ્વ મોરચે મિસાઈલ મારો ચલાવીને વિશ્વને ચિંતામાં ગરકાવ રાખવાનો અને એના થકી વૈશ્વિક બજારોમાં ઉથલપાથલ મચાવીને તકસાધતા હોવાનું અને ક્યારેક ટેરિફ મામલે દેશોને ધમકી આપીને પોતાનું ધાર્યું કરાવવાના સતત પ્રયાસો કરતાં રહે છે. પાછલા સપ્તાહમાં રશિયા પાસેથી ક્રુડ ઓઈલની ખરીદી કરવાની સજા પેટે ભારત પર શરૂઆતમાં ૫૦૦ ટકા ટેેરિફ અને ત્યાર બાદ ફેરવીને ૧૦૦ ટકા ટેેરિફ જેવી ચેતવણીની વાત કરીને અનિશ્ચિતતા સર્જવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ વૈશ્વિક બજારોથી વિપરીત ભારતીય શેર બજારોમાં સપ્તાહના અંતે શુક્રવારેે ગુડફ્રાઈડે નીવડી શેરોમાં તેેજી જોવાઈ હતી. અલબત આ તેજી સવિશેષ કોર્પોરેટ ઈન્ડિયાના જૂન અંતનના ત્રિમાસિક પરિણામો અને અપેક્ષા થકી જોવાઈ છે. બેંકિંગ, આઈટી, રિલાયન્સ શેરોમાં તેેજીના જોરે બજારે મજબૂતી બતાવી છે. કંપની પરિણામોની સીઝન એકંદર સારી નીવડી રહી છે. પરંતુ ફરી અલ-નીનોના ખતરાંની ઘંટડી રણકવા લાગતાં અને ચોમાસાની પ્રગતિ દેશના કેટલાક ભાગોમાં ધીમી હોવાથી ચિંતાનું કારણ બન્યા છે. આ પરિબળો વચ્ચે મોંઘવારીનું પરિબળ પણ જોખમી બન્યું છે. ક્રુડ ઓઈલના ભાવ ફરી વધતાં જોવાયા છે. હજુ ઈરાન-અમેરિકા વચ્ચે ટેન્શન અને ક્રુડના ભાવમાં વધારા, અલનીનો સહિતના વૈશ્વિક અને સ્થાનિક પરિબળો વચ્ચે આગામી સપ્તાહમાં સેન્સેક્સ ૭૮૯૩૩ ઉપર બંધ થતાં ૭૯૭૨૨ અને નિફટી સ્પોટ ૨૪૫૭૭ ઉપર બંધ થતાં ૨૪૮૨૨ જોવાઈ શકે છે.
અર્જુનની આંખે : CIE AUTOMOTIVE INDIA LTD.
બીએસઈ (૫૩૨૭૫૬), એનએસઈ (CIEINDIA) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, સીઆઈઈ ઓટોમોટીવ ઈન્ડિયા લિમિટેડ(CIE AUTOMOTIVE INDIA LIMITED), ૬૬ ટકા સ્પેનિશ મલ્ટિનેશનલ ગુ્રપ સીઆઈઈ ઓટોમોટીવ એસ.એ. દ્વારા પ્રમોટ કરાયેલી કંપની છે. સીઆઈઈ ઓટોમોટીવ એક ઈન્ડસ્ટ્રીયલ ગુ્રપ છે, જે ટકાઉ, નફાકારક અને કાર્યક્ષમ રીતે ઉચ્ચ મૂલ્યવર્ધિત પ્રક્રિયાઓનું સંચાલન કરવામાં નિષ્ણાંત છે. મેડ્રિડ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ, સીઆઈઈ ઓટોમોટીવ એ ઓટોમોટીવ કોમ્પોનન્ટ અને સબ-એસેમ્બલીઝ માટે વૈશ્વિક પૂર્ણ-સર્વિસ સપ્લાયર છે.
મલ્ટિનેશનલ ઓટો એનસીલિયરી કંપની (જૂનું નામ, મહિન્દ્રા સીઆઈઈ ઓટોમોટીવ લિમિટેડનું નામ બદલીને સીઆઈઈ ઓટોમોટીવ ઈન્ડિયા લિમિટેડ રાખવામાં આવ્યું. મહિન્દ્રા ગુ્રપના સંપૂર્ણ હોલ્ડિંગનના વેચાણ બાદ કંપનીનું ના મે ૨૦૨૩માં બદલવામાં આવ્યું હતું. ભારતમાંથી આવકના ૬૫ ટકા અને ૧૯ સબસીડિયરીઓમાંથી યુરોપની ૩૫ ટકા આવક ધરાવે છે. ફોર્જિંગ, એલ્યુમીનિયમ, સ્ટેમ્પિંગ્સ, કાસ્ટિંગ, ગિયર્સ, શાફ્ટ્સ, સિંક્રો હબ્સ, ડિફરન્શિયલ હાઉસિંગ, મેગ્નેટિક્સ અને કમ્પોઝિટનો વ્યવસાય ધરાવતી કપની સ્ટીયરીંગ-સસ્પેન્શન. કંપની ભારત અને યુરોપમાં કુલ ૨૦થી વધુ પ્લાન્ટમાં ઉત્પાદનનું નેટવર્ક ધરાવે છે.
મૂડી ખર્ચ : કંપનીએ કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં રૂ.૨૩૦ કરોડના વૃદ્વિ મૂડી ખર્ચ સહિત રૂ.૩૮૦ કરોડનો ખર્ચ કર્યો છે, જે વેચાણના પાંચ ટકાને સમકક્ષ છે. કેલેન્ડર વર્ષ ૨૦૨૬ના પ્રથમ ત્રિમાસિકમાં કંપનીએ રૂ.૯૦ કરોડથી વધુ રોકાણ (વેચાણના ૬ ટકા) કર્યું છે અને કેલેન્ડર વર્ષ ૨૦૨૬ના બીજા છમાસિકમાં વધારે મૂડી ખર્ચ કરી શકે છે, જે ૬થી ૭ ટકાના ટાર્ગેટને પાર થઈ શકે છે. ક્ષમતા વિસ્તરણ પર રોકાણ ફોક્સમાં ત્રણ નવી ફોર્જિંગ લાઈન્સ, વધારાની મેટલ-સ્ટેમ્પિંગ ક્ષમતા અને નવી આર્યન-કાસ્ટિંગ મોલ્ડિંગ લાઈનનો સમાવેશ છે.
નવા ઓર્ડરો : કંપનીએ વાર્ષિક રૂ.૩૫૦ કરોડની આવક અપવવા સક્ષમ નવા ઓર્ડરો કેલેન્ડર વર્ષ ૨૦૨૬ના પ્રથમ ત્રિમાસિકમાં મેળવ્યા છે, જે પૈકી ઈલેક્ટ્રિકલ વ્હીકલ સંબંધિત ૧૧ ટકા છે. કંપનીએ ભારતમાં રૂ.૮૭૦ કરોડની આવક અપાવી શકે અને યુરોપમાં રૂ.૨૧૦ કરોડ અપાવી શકે એવો નવો બિઝનેસ કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં મેળવ્યો છે. ભારતમાં નવા ઓર્ડરોના ૧૦ ટકા ઈવી સંબંધિત છે, જ્યારે ૯૦ ટકા આઈસીઈ વાહનો સંબંધિત છે.
ઓટોમોબાઈલ સેગ્મેન્ટમાં મીડિયમ અને હેવી વ્હીકલ્સ એગ્રીકલ્ચર અને ઓફ્ફ-રોડ વ્હીકલ્સ, ટુ-વ્હીકલ્સ, ઈલેક્ટ્રિક ફોર વ્હીલર્સ, ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ, ઈલેક્ટ્રિક વ્હીકલ પોર્ટફોલિયોનો સમાવેશ છે. કંપની ૧૧ શહેરોમમાં મેન્યુફેકચરીંગ પ્લાન્ટો ધરાવે છે. જેમાં હરિદ્વાર, રાજકોટ, ઔરંગાબાદ, નાસિક, માનગાવ, પૂણે, કોઈમ્બતુર, બેંગ્લુરૂ, ઝહિરાબાદ, રૂદ્રપુર અને પંત નગરનો સમાવેશ છે.
પ્રમુખ ગ્રાહકો : બજાજ, બોશ, કેટ, ડેઈમ્લર, ફિયાટ, ફોર્ડ, જીકેએન, હ્યુન્ડાઈ, જેએલઆર-ટાટા, મહિન્દ્રા, માન, મારૂતી, નેક્ટીયર, એનઆઈડીઈસી, એનટીએન, રેનો, એસએએફ, વોક્સવેગન, અશોક લેલેન્ડ, જેસીબી, ફોર્ડ, ઓટોમોટીવ એક્ઝેલ્સ, કમિન્સ, મિત્સુબા, લુકાસ, ટીવીએસ, મેરિટર, જનરલ ડાયનામિક્સ, નિડેક જીપીએમ, બેમ્બો વગેરેનો સમાવેશ છે.
એન્ડ-યુઝર સેગ્મેન્ટ મિક્સ : (૧) ભારત : કાર, યુટીલિટી વ્હીકલ્સ અને એલસીવી ૫૩ ટકા (એ) ટુવ્હીલર : કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં ૨૩ ટકા (બી) ટ્રેકટર્સ : કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં ૧૩ ટકા (સી) એમએચસીવી : કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં ૧૧ ટકા (૨) યુરોપ : આવકના ૫૦ ટકા લાઈટ વ્હીકલ સેગ્મેન્ટમાંથી, બાકી હેવી ટ્રકો અને ઓફ-હાઈવે વ્હીકલ્સ વચ્ચે મોટાભાગે હિસ્સો મેળવે છે.
સબસીડિયરીઓ : (૧) બિલ ફોર્જ દ મેક્સિકો, એસ.એ દ સી.વી. ઓફ ગેલ્ફોર ૯૯.૯૯ ટકા મેક્સિકો (૨) સીઆઈઈ એલ્યુમીનિયમ કાસ્ટિંગ્સ ઈન્ડિયા લિમિટેડ (સીએસીઆઈએલ) સબસીડિયરી ઓફ સીઆઈઈ-ઈન્ડિયા ૧૦૦ ટકા ભારત (૩) સીઆઈઈ હોસુર લિમિટેડ (હોસુર) સબસીડિયરી ઓફ સીઆઈઈ-ઈન્ડિયા ૧૦૦ ટકા ભારત (૪) સીઆઈઈ ગેલફોર, એસ.એ.યુ. (ગેલફોર) સબસીડિયરી ઓફ સીઆઈઈ-ઈન્ડિયા ૧૦૦ ટકા સ્પેન (૫) સીઆઈઈ લેગાઝપી એસએ સબસીડિયરી ઓફ ગેલફોર ૧૦૦ ટકા સ્પેન (૬) યુએબી સીઆઈઈ એલટી ફોર્જ સબસીડિયરી ઓફ ગેલફોર ૧૦૦ ટકા લીથુએનીયા (૭) મેટલકાસ્ટિલો એસ.પી.એ. સબસીડિયરી ઓફ ગેલફોર ૯૯.૯૬ ટકા ઈટાલી (૮) સીઆઈઈ ફોર્જિંગ જર્મની જીએમબીએચ (સીએફજી) સબસીડિયરી ઓફ ગેલફોર ૧૦૦ ટકા જર્મની (૯) ક્લિન મેક્સ ડેનેબ પાવર એલએલપી એસોસીયેેટ ઓફ સીઆઈઈ-ઈન્ડિયા ૨૬ ટકા ભારત (૧૦) સનબર્ન રિન્યુએબલ્સ પ્રા. લિ. એસોસીયેેટ ઓફ સીઆઈ-ઈન્ડિયા ૨૬.૧૨ ટકા ભારત (૧૧) રિન્યુ સૂર્યા અલોક પ્રાઈવેટ લિમિટેડ એસોસિયેેટ ઓફ સીઆઈઈ-ઈન્ડિયા ૩૧.૨૦ ટકા ભારત (૧૨) જેસસ્ક્રેપ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ એસોસિયેટ ઓફ સીઆઈઈ-ઈન્ડિયા ૩૦ ટકા ભારત (૧૩) સ્ટ્રોન્ગસન્સ સોલાર પ્રાઈવેટ લિમિટેડ એસોસિયેટ ઓફ સીઆઈ-ઈન્ડિયા ૨૭.૩૫ ટકા ભારત (૧૪) ગેલફોર ઈઓલિકા એસ.એલ એસોસિયેટ ઓફ ગેલફોર ૨૫ ટકા સ્પેન (૧૫) સનસીડ સોલાર પ્રાઈવેટ લિમિટેડ એસોસિયેટ ઓફ સીએસીઆઈએલલ ૨૬.૪૯ ટકા ભારત (૧૬) ઓજાહા રિન્યુએબલ્સ પ્રાઈવેટ લિમિટેડ એસોસિયેટ ઓફ હોસુર ૨૭.૮૯ ટકા ભારત (૧૭) રિન્યુ ગ્રીન (એમએચકે ટુ) પ્રાઈવેટ લિમિટેડ એસોસિયેટ ઓફ સીઆઈઈ-ઈન્ડિયા ૩૧.૨૦ ટકા ભારત (૧૮) એએમપી એનજીૅ સી એન્ડ આઈ થર્ટી ટુ પ્રાઈવેટ લિમિટેડ એસોસિયેટ ઓફ સીઆઈઈ-ઈન્ડિયા (૨, ડિસેમ્બર ૨૦૨૫થી) ૪૦ ટકા ભારત (૧૯) એમ્પિન એનજીૅ સી એન્ડ આઈ થર્ટી વન પ્રાઈવેટ લિમિટેડ (૨, ડિસેમ્બર ૨૦૨૫) એસોસિયેટ ઓફ સીએસીઆઈએલ ૪૦ ટકા ભારત.નો સમાવેશ છે.
કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામો :
(૧) પૂર્ણ વર્ષ જાન્યુઆરી ૨૦૨૫થી ડિસેમ્બર ૨૦૨૫ :
ચોખ્ખી આવક ૫ ટકા વધીને રૂ.૯૪૦૬ કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો રૂ.૧૦૮૧ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૮.૭૫ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૮૨૩ કરોડ હાંસલ કરી શેર દીઠ કમાણી-ઈપીએસ રૂ.૨૧.૬૯ હાંસલ કરી છે.
(૨) પ્રથમ ત્રિમાસિક જાન્યુઆરી ૨૦૨૬થી માર્ચ ૨૦૨૬ :
ચોખ્ખી આવક ૧૫ ટકા વધીને રૂ.૨૬૧૨ કરોડ મેળવીને કરવેરા પૂર્વેનો નફો ૨૦ ટકા વધીને રૂ.૩૨૮ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૯.૫૦ ટકા થકી ચોખ્ખો નફો ૨૦ ટકા વધીને રૂ.૨૪૮ કરોડ હાંસલ કરી શેર દીઠ કમાણી-ઈપીએસ રૂ.૬.૫૪ હાંસલ કરી છે.
(૩) અપેક્ષિત પૂર્ણ વર્ષ જાન્યુઆરી ૨૦૨૬થી ડિસેમ્બર ૨૦૨૬ :
અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૧૧,૦૦૦ કરોડ અને અપેક્ષિત કરવેરા પૂર્વેનો નફો રૂ.૧૩૯૦ કરોડ મેળવી અપેક્ષિત નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૯.૫૦ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૦૪૫ કરોડ અપેક્ષિત થકી શેર દીઠ કમાણી-ઈપીએસ રૂ.૨૭.૫૦ અપેક્ષિત છે.
શેર હોલ્ડિંગ પેટર્ન : ૬૫.૭૦ ટકા પ્રમોટર્સ, ૨૧.૩૨ ટકા મ્યુચ્યુઅલ ફંડો, ૪.૭૩ ટકા એફઆઈઆઈ પાસે, ૩.૯૧ ટકા એચએનઆઈ પાસે અને ૪.૨૯ ટકા રિટેલ રોકાણકારો હસ્તક છે.
બુક વેલ્યુ : વર્ષ ૨૦૨૧માં રૂ.૧૦૭, વર્ષ ૨૦૨૨માં રૂ.૧૧૮, વર્ષ ૨૦૨૩માં રૂ.૧૩૦, વર્ષ ૨૦૨૪માં રૂ.૧૪૦, વર્ષ ૨૦૨૫માં રૂ.૧૫૦, અપેક્ષિત વર્ષ ૨૦૨૬માં રૂ.૧૭૭
કમ્પાઉન્ડેડ વેચાણ વૃદ્વિ : ૧૦ વર્ષમાં ૯ ટકા, પાંચ વર્ષમાં ૯ ટકા, ત્રણ વર્ષમાં ૨ ટકા, ટીટીએમ ૧૧ ટકા
કમ્પાઉન્ડેડ નફા વૃદ્વિ : ૧૦ વર્ષમાં ૨૧ ટકા, પાંચ વર્ષમાં ૫૪ ટકા, ત્રણ વર્ષમાં ૧૨૭ ટકા, ટીટીએમ ૯ ટકા
શેર ભાવ સીએજીઆર : ૧૦ વર્ષમાં ૧૦ ટકા, પાંચ વર્ષમાં ૧૪ ટકા, ત્રણ વર્ષમાં ચાર ટકા નેગેટીવ, એક વર્ષમાં ૯ ટકા
ઈક્વિટી પર વળતર : ૧૦ વર્ષમાં ૯ ટકા, પાંચ વર્ષમાં ૧૧ ટકા, ત્રણ વર્ષમાં ૧૫ ટકા, પાછલા વર્ષમાં ૧૨ ટકા
ઓપરેટીંગ પ્રોફિટ માર્જિન : વર્ષ ૨૦૨૧માં ૧૪ ટકા, વર્ષ ૨૦૨૨માં ૧૩ ટકા, વર્ષ ૨૦૨૩માં ૧૫ ટકા, વર્ષ ૨૦૨૪માં ૧૫ ટકા, વર્ષ ૨૦૨૫માં ૧૪ ટકા
શેર દીઠ કમાણી-ઈપીએસ : વર્ષ ૨૦૨૧માં રૂ.૧૦.૩૭, વર્ષ ૨૦૨૨માં નેગેટીવ રૂ.૩.૫૯, વર્ષ ૨૦૨૩માં રૂ.૨૯.૬૬, વર્ષ ૨૦૨૪માં રૂ.૨૧.૮૧, વર્ષ ૨૦૨૫માં રૂ.૨૧.૮૩, અપેક્ષિત વર્ષ ૨૦૨૬માં રૂ.૨૭.૫૦
ડિવિડન્ડ પે-આઉટ રેશિયો : વર્ષ ૨૦૨૧માં ૨૪ ટકા, વર્ષ ૨૦૨૨માં કંઈ નહીં, વર્ષ ૨૦૨૩માં ૧૭ ટકા, વર્ષ ૨૦૨૪માં ૩૨ ટકા, વર્ષ ૨૦૨૫માં ૩૨ ટકા
આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં. (૨) સીઆઈઈ ઓટોમોટીવ ઈન્ડિયા લિમિટેડ, સ્પેનીસ મલ્ટિનેશનલ ઓટો ફોર્જિંગ્સ અને કાસ્ટિંગ કંપની વર્ષ ૨૦૨૬-૨૭માં અપેક્ષિત ઈપીએસ રૂ.૨૭.૫૦ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૧૭૭ સામે શેર રૂ.૪૭૪ ભાવે, ઓટો એનસીલિયરીઝ ઉદ્યોગના સરેરાશ ૩૮ના પી/ઈ અને ફોર્જિંગ્સ અને કાસ્ટિંગ્સ ઉદ્યોગના સરેરાશ ૨૭ના પી/ઈ સામે ૧૭ના પી/ઇએ ટ્રેડ થઈ રહ્યો છે.