Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ ૭૮૧૨૨ ઉપર બંધ થતાં ૭૮૭૧૧ જોવાશે

By GS Team
23 Aug 20268 mins read
TukuTouch Logo
મુંબઈમાં શેરબજારો તેજી તરફી વલણ દર્શાવી રહ્યા છે. સેન્સેક્સ 76766 અને નિફ્ટી 24011ના ટેકા સાથે 24433 ઉપર બંધ થતાં 24622 જોવાશે. વૈશ્વિક બજારો ઈરાન-અમેરિકા તણાવ અને ક્રૂડના ભાવની અસરને અવગણી રહ્યા છે. કોર્પોરેટ પરિણામો સારા આવતા સ્થાનિક ફંડોની ખરીદીથી સ્મોલ-મિડ કેપ શેરોમાં તેજી જોવા મળી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નવા સપ્તાહમાં સેન્સેક્સ ૭૮૧૨૨ ઉપર બંધ થતાં ૭૮૭૧૧ જોવાશે

સેન્સેક્સ ૭૬૭૬૬ સપોર્ટ અને નિફટી ૨૪૦૧૧ની ટેકાની સપાટી
નિફટી ૨૪૪૩૩ ઉપર બંધ થતાં ૨૪૬૨૨ જોવાશે
મુંબઈ : વૈશ્વિક મોરચે ઈરાન-અમેરિકા વચ્ચે હોર્મુઝ પર કબજા મામલે હૂંસાતૂંસી ચાલુ રહી મિડલ-ઈસ્ટમાં ટેન્શન છતાં હવે યુક્રેન-રશિયાની જેમ હાલ આ તણાવ રૂટીન બની ગયો હોય એમ વૈશ્વિક બજારો આ પરિબળને હાલ ડિસ્કાઉન્ટ કરી રહ્યા છે. ક્રુડ ઓઈલના ભાવમાં મજબૂતીને પણ બજાર અન્ય પોઝિટીવ પરિબળોએ ડિસ્કાઉન્ટ કરી વૈશ્વિક બજારોમાં તેજીનો ચમકારો જોવાઈ રહ્યો છે. અમેરિકી શેર બજારોમાં સપ્તાહના અંતે તેજી સાથે અન્ય વૈશ્વિક બજારોમાં મજબૂતી જોવાઈ છે. ભારતીય શેર બજારોમાં ઈન્ડેક્સ બેઝડ બજાર અથડાઈ ગયું હોવા છતાં સાઈડ માર્કેટમાં ફંડોના બુલીશ વ્યુને કારણે વ્યાપક તેજીનો સળવળાટ ચાલુ રહ્યો છે. કોર્પોરેટ પરિણામો પણ અપેક્ષાથી સારા આવતાં બજારને સપોર્ટ મળ્યો છે. સ્મોલ, મિડ કેપ શેરોમાં અપેક્ષિત તેજીની હલચલ ચાલુ રહી છે. ફોરેન ફંડોની ખરીદી બાદ વેચવાલી છતાં આ વેચવાલી મર્યાદિત રહી છે. સ્થાનિક ફંડો-સંસ્થાકીય રોકાણકારોનું બાઈંગ ચાલુ રહ્યું છે. જેથી સ્મોલ, મિડ કેપ સારા શેરોમાં નવા ઊંચા ભાવો તરફ બજારની દોટ જોવાઈ રહી છે. નવા કોઈ વૈશ્વિક નેગેટીવ પરિબળો ન સર્જાવાના સંજોગોમાં તેજીનો દોર આગળ વધતો જોવાઈ શકે છે. આગામી નવા સપ્તાહમાં સેન્સેક્સ ૭૬૭૬૬ની ટેકાની સપાટીએ ૭૮૧૨૨ ઉપર બંધ આવતા ૭૮૭૧૧ જોવાઈ શકે છે. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૪૦૧૧ની ટેકાની સપાટીએ ૨૪૪૩૩ ઉપર બંધ થવાના સંજોગોમાં ૨૪૬૨૨ જોવાઈ શકે છે.
અર્જુનની આંખે : ORIANA POWER LTD.
માત્ર એનએસઈ ઈમર્જ(એસએમઈ) પ્લેટફોર્મ પર લિસ્ટેડ(ORIANA) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, ઓરિયાના પાવર લિમિટેડ(ORIANA POWER LIMITED) વર્ષ ૨૦૧૩માં સ્થાપિત કંપની મુખ્યત્વે બે બિઝનેસ વર્ટિકલમાં કાર્યરત છે. સોલાર પાવર પ્રોજેક્ટ્સનું ઈપીસી અને ઓપરેશન, તેમ જ બીઓઓટી (બિલ્ડ, ઓન, ઓપરેટ, ટ્રાન્સફર) ધોરણે સોલાર એનજીૅ સોલ્યુશન્સ પૂરા પાડવા ક્ષેત્રે છે. કંપની લો-કાર્બન એનજીૅ સોલ્યુશન્સ પૂરા પાડે છે, જેમાં ઓન-સાઈટ સોલાર પ્રોજેક્ટ ઈન્સ્ટોલેશન એટલે કે રૂફટોપ અને ગ્રાઉન્ડ-માઉન્ટેડ સિસ્ટમ્સ અને ઓફ-સાઈટ સોલાર ફાર્મ એટલે કે ઓપન એક્સેસનો સમાવેશ થાય છે.
બિઝનેસ સેગ્મેન્ટ : ઈપીસી મોડલ : ક્લાયન્ટ સંપૂર્ણ મૂડી ખર્ચ (કેપેક્સ) અગાઉથી ચૂકવે છે. ઓરિયાના ટર્નકી પ્રોજેક્ટ પૂરો પાડે છે અને વૈકલ્પિક લાંબા ગાળાની ઓપરેશન્સ અને મેઈન્ટેનન્સ ( ઓ એન્ડ એમ) સર્વિસિઝ પણ પૂરી પાડે છે. કંપનીનો ઈપીસી પ્રોજેક્ટ પોર્ટફોલિયો સમગ્ર ભારત અને આફ્રિકામાં ૮૦ મેગાવોટથી વધુ છે, જેમાં ચાર મેગાવોટથી વધુ ફ્લોટિંગ સોલાર, ૧૩ મેગાવોટથી વધુ ગ્રાઉન્ડ-માઉન્ટેડ અને ૫૫ મેગાવોટથી વધુ રૂફટોપ પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે.
ગ્રાહકો : હીરો મોટોકોર્પ, હિન્દુસ્તાન પેટ્રોલીયમ કોર્પોરેશન લિ., જેકે લક્ષ્મી સિમેન્ટ, બેકર્સ વગેરેનો સમાવેશ છે.
તાજેતરના વિસ્તરણ : ઓરિયાના ઈપીસી ક્ષમતાને યુટિલિટી-સ્કેલ બેટરી સ્ટોરેજ (બીઈએસએસ), હાઈબ્રિડ રિન્યુએબલ પ્લાન્ટસ (સોલાર સ્ટોરેજ), હાઈડ્રોજન ઈલેક્ટ્રોલાઈઝર અને ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટસ તથા કોમ્પ્રેસ્ડ બાયોગેસ (સીબીજી) પ્લાન્ટસ સુધી વિસ્તારી રહી છે. કંપની રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં અનેક સોલાર પાર્ક સ્થાપવાનું લક્ષ્ય ધરાવે છે.
(એ) પ્રોજેક્ટો : કંપની રાજસ્થાનનો પ્રથમ ગુ્રપ કેપ્ટિવ ઓપન એક્સેસ પ્રોજેક્ટ કાર્યરત કર્યો છે. ગુજરાતમાં પ્રથમ ઓપન એક્સેસ પ્રોજેક્ટ પણ મેળવ્યો છે. એક્સિમ બેંક મારફતે લેટિન અમેરિકામાં સોલાર પ્રોજેક્ટ માટે એલ૧ સ્થાન મેળવ્યું છે.
(બી) રિન્યુએબલ એનજીૅ સર્વિસ કંપની (રેસ્કો) : આ મોડલમાં કંપની રિન્યુએબલ એસેટ (સોલાર, બીઈએસએસ વગેરે)માં રોકાણ કરે છે, તેનો વિકાસ કરે છે, માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે તથા ૧૫થી ૨૫ વર્ષના લાંબાગાળાના પીપીએ હેઠળ ગ્રાહકોને વીજળી પૂરી પાડે છે. કંપનીના પોર્ટફોલિયોમાં ભારતના વિવિધ સ્થળોએ, જેમાં રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, ગોવા, પંજાબ, ગુજરાત, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ઓડિશા વગેરેનો સમાવેશ થાય છે. ૩૫ મેગાવોટથી વધુ ક્ષમતાના કાર્યરત અને કન્સ્ટ્રકશન હેઠળના પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે. કંપનીનું એક ગીગાવોટ એનજીૅ ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્ય છે.
ગ્રાહકો : હિન્દુસ્તાન કોપર, સોના બીએલડબલ્યુ ફોર્જિંગ્સ લિ., મહિન્દ્રા સીઆઈઈ ઓટોમોટીવ, મારલ ઓવરસીઝ વગેરેનો સમાવેશ છે.
(સી) ડિફર્ડ કેપેક્સ/હાઈબ્રિડ આઈપીપી મોડલ : ઓરિયાના ક્લાયન્ટ માટે પ્લાન્ટ સ્થાપે છે અને તેનું ફાઈનાન્સિંગ કરે છે, પછી તે કેપ્ટિવ યુઝર તરીકે અથવા આઈપીપી-માલિકીના ભાગરૂપે આકર્ષક શરતો પર સર્વિસિઝ આપે છે, જ્યારે એન્યુઈટી કેશ ફ્લો અને અપસાઈડ જાળવી રાખે છે. કંપની સંસ્થાકીય ફંડો અથવા ઈન્ફ્રાસ્ટ્રકચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટો માટે ડેવલપમેન્ટ સર્વિસિઝ પણ પૂરી પાડે છે અને પોતાની ડેવલપમેન્ટ અને એક્ઝિક્યુશન ક્ષમતાનું મોનીટાઈઝેશન કરે છે.
(ડી) બેટરી એનજીૅ સ્ટોરેજ સિસ્ટમ (બીઈએસએસ) મોડલ : આ મોડલ હેઠળ કંપની મોટા ગ્રીડ-સ્કેલ અને સી એન્ડ આઈ કેન્દ્રિત સ્ટોરેજ પ્રોજેક્ટો ઈપીસી ધોરણે અમલમાં મૂકે છે અને લાંબા ગાળાની ઓપરેશન અને મેન્ટેનન્સ સર્વિસિઝ પણ પૂરી પાડે છે, જેના દ્વારા પુનરાવર્તિત એન્યુઈટી આવક ઊભી થાય છે. નાણા વર્ષ ૨૦૨૬ના ત્રીજા ત્રિમાસિક સુધીમાં કંપનીએ ૮૦૦ એમડબલ્યુએચથી વધુ બીઈએસએસ પ્રોજેક્ટો મેળવ્યા છે, વધુમાં ૨૦૦૦થી વધુ એમડબલ્યુએચ ક્ષમતા પાઈપલાઈનમાં છે.
(ઈ) ગ્રીન હાઈડ્રોજન અને ઈ-ફયુલ્સ મોડલ : નાણા વર્ષ ૨૦૨૬ના ત્રીજા ત્રિમાસિક સુધીમાં કંપનીને ૬૦,૦૦૦ એમટીપીએ ગ્રીન અમોનિયા ફાળવણી મળી છે.
(એફ) કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ ઈપીસી અને માલિકી : કંપની ટર્નકી સીબીજી પ્લાન્ટનું બાંધકામ અને ઓપરેશનલ મેનેજમેન્ટ પૂરું પાડે છે, ઓરિયાના સીબીજી/ગેસ/કમ્પોસ્ટનું ઉત્પાદન પોતાની માલિકીમાં રાખીને તેનું વેચાણ કરે છે.
નાણાકીય વર્ષ ૨૦૨૬ના ત્રીજા ત્રિમાસિક સુધીમાં પૂર્ણ થયેલા પ્રોજેક્ટો : (એ) પ્રોજેક્ટ ડિલિવર : ૫૭૫ મેગાવોટથી વધુ (બી) અમલ હેઠળની ક્ષમતા : ૫૫૦થી વધુ મેગાવોટ (સી) સોલાર ક્ષમતા પાઈપલાઈનમાં : ૨૦૦૦ મેગાવોટથી વધુ (ડી) હસ્તગત કરેલી જમીન : ૩૫૦૦ એકર
પેટા કંપનીઓ : ઓરિયાના પાવર કંપની પાસે રેસ્કો મોડલ હેઠળ સોલાર પ્રોજેક્ટોનું અમલીકરણ કરતી ૧૬ સહાયક કંપનીઓ છે. ૩૧, માર્ચ ૨૦૨૩ સુધીમાં કંપનીએ આ સહાયક કંપનીઓમાં રૂ.૨૪.૭ કરોડની ઈક્વિટીનું રોકાણ કર્યું હતું, જે તેની નેટવર્થના ૬૯ ટકા જેટલું હતું. ૩૧, માર્ચ ૨૦૨૪ સુધીમાં વધુ રૂ.૭૫ કરોડનું રોકાણ થવાની અપેક્ષા હતી, જે અપેક્ષિત નેટવર્થના ૫૪ ટકા જેટલું હતું. કંપનીએ નાણા વર્ષ ૨૦૨૫ અને નાણા વર્ષ ૨૦૨૬માં નવા સોલાર પ્લાન્ટ સ્થાપવાની યોજના સાથે પોતાની એસપીવીઝમાં રૂ.૬૦થી ૭૦ કરોડનું રોકાણ કરે તેવી અપેક્ષા છે.
નાણાકીય વર્ષ ૨૦૨૬ના ત્રીજા ત્રિમાસિક સુધી ઓર્ડર બુક : (એ) સોલાર/ઈપીસી : રાજસ્થાન, ગુજરાત, ઝારખંડ વગેરેમાં ૫૫૭ મેગાવોટથી વધુના પ્રોજેક્ટો હાથપર છે. (બી) સોલાર પ્લસ બીઈએસએસ : રાજસ્થાનમાં સિમેન્ટ ક્ષેત્રની મોટી કંપનીઓ સાથે ૫૫ મેગાવોટથી વધુના પ્રોજેક્ટો હાથ પર છે. (સી) બીઈએસએસ : રાજસ્થાન, કર્ણાટક, તમિલનાડુ અને તેલંગણામાં ૧૪૫૩ મેગાવોટથી વધુ પ્રોજેક્ટો હાથ પર છે. આમાંથી મોટાભાગના પ્રોજેક્ટો પીએસયુ પ્રોજેક્ટો છે. (ડી) ગ્રીન ફયુલ્સ : એસઈસીઆઈ અને ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રમાં ૭૦,૦૦૦ એમટીપીએના પ્રોજેક્ટો છે. આ ઉપરાંત ઈજિપ્તમાં ૧,૦૦,૦૦૦ એમટીપીએના ઈ-મિથિનોલ પ્લાન્ટ માટે સંયુક્ત સાહસ માટે પણ કંપની અદ્યતન તબક્કામાં છે.
સહયોગ અને કરારો : કંપનીએ આંતરરાષ્ટ્રીય કરારો/એમઓયુ કર્યા છે. જેમાં (૧) ઈન્વેસ્ટ અલબર્ટા-કેનેડા સાથે એક ગીગાવોટ રિન્યુએબલ એનજીૅ એસેટ્સના ડેવલપમેન્ટ માટે આંતરરાષ્ટ્રીય એમઓયુ કર્યા છે. (૨) એક્ટિસ જીપી એલએલપી સાથે એક ગીગાવોટ રિન્યુએબલ એનજીૅ એસેટ્સના ડેવલપમેન્ટ માટે કરાર કર્યા છે. (૩) આસામ સરકાર સાથે એમઓયુ. (૪) મધ્ય પ્રદેશ સરકાર સાથે એમઓયુ.
એનસીડીઝ : જાન્યુઆરી ૨૦૨૬માં કંપનીએ રૂ.૧,૦૦,૦૦૦ ફેસ વેલ્યુના ૭૫૦૦ રિડીમેબલ એનસીડીઝ ફાળવ્યા હતા.
વિઝન ૨૦૩૦ : (૧) ૬ ગીગાવોટ ઈપીસી ક્ષમતા અને ૨.૫ ગીગાવોટ આઈપીપી ક્ષમતા હાંસલ કરવી. (૨) ૨૦ જીડબલ્યુએચ ક્ષમતા સાથે બીઈએસએસ ક્ષેત્રે મહત્વપૂર્ણ સાહસિક બનવું.
નાણાકીય વર્ષ ૨૦૨૬ની નોંધપાત્ર સિદ્વિઓ : (એ) ગ્રીન એમોનિયા : કંપનીએ સોલાર એનજીૅ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એસઈસીઆઈ) સાથે ૧૦ વર્ષનો બાઈન્ડિંગ ગ્રીન એમોનિયા પરચેઝ એગ્રીમેન્ટ (જીએપીએ) કર્યા છે. તે હેઠળ ૬૦,૦૦૦ ટન પ્રતિ વર્ષ(ટીપીએ)ની ક્ષમતા છે. કરારનું કુલ મૂલ્ય આશરે રૂ.૩૧૩૫ કરોડ હોવાનો અંદાજ છે. (બી) ગ્રીન ફયુલ્સ : મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ જેવા મોટા ઔદ્યોગિક રાજ્યોમાં સરકારી નીતિઓ અનુસાર ગ્રીન ફયુલ્સ પ્રોજેક્ટો આગળ વધારવામાં આવી રહ્યા છે. (સી) ગ્રીન એમોનિયા : મધ્ય પ્રદેશમાં ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ માટે ૧૨૦૦ એકરથી વધુ જમીનની ઓળખ કરવામાં આવી છે. (ડી) ક્રિસિલ ક્રેડિટ રેટિંગ : કંપનીનું ક્રિસિલ ક્રેડિટ રેટિંગ ટ્રીપલ બી/સ્ટેબલથી વધારીને એ માઈનસ/સ્ટેબલ કરવામાં આવ્યું છે. (ઈ) ઈન્વેસ્ટ આલ્બર્ટા સાથે કરાર : કંપનીએ ઈન્વેસ્ટ આલ્બર્ટા, કેનેડા સાથે રિન્યુએબલ એનજીૅ કોમ્પલેક્ષ માટે એમઓયુ કર્યા છે. પ્રોજેક્ટનું મૂલ્ય ૩૦૦-૫૦૦ યુ.એસ. ડોલર છે. જે આગામી પાંચ વર્ષમાં વધીને એક અબજ ડોલર સુધી પહોંચી શકે છે. (એફ) એક્ટિસ જીપી એલએલપી સાથે સંયુક્ત ડેવલમેન્ટ એગ્રીમેન્ટ : કંપનીએ એક્ટિસ જીપી એલએલપી સાથે તેમના પ્લેટફોર્મ હેઠળ એક ગીગાવોટ રિન્યુએબલ એનજીૅ એસેટ્સના ડેવલપમેન્ટ માટે જોઈન્ટ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ કર્યા છે. આ કરાર હેઠળ બે વર્ષના સમયગાળા માટે ૧૦ કરોડ યુ.એસ. ડોલરની ઈક્વિટી ઉપલબ્ધ રહેશે. આ કરારમાં ઓરિયાના પ્રોજેક્ટ ડેવલપમેન્ટ અને ટર્નકી પાર્ટનર તરીકે કાર્ય કરશે.
કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામો :
(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ : ચોખ્ખી આવક ૮૩ ટકા વધીને રૂ.૧૮૧૪ કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો ૬૩ ટકા વધીને રૂ.૩૪૭ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૩.૮૯ ટકા થકી ચોખ્ખો નફો ૫૮ ટકા વધીને રૂ.૨૫૨ કરોડ હાંસલ કરી શેર દીઠ કમાણી-ઈપીએસ રૂ.૧૨૪.૧૩ નોંધાવી છે.
(૨) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૬થી માર્ચ ૨૦૨૭ : અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૨૭૦૦ કરોડ થકી કરવેરા પૂર્વેનો નફો રૂ.૫૦૦ કરોડ અપેક્ષિત સાથે નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૩.૮૭ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૩૭૫ કરોડ મેળવી શેર દીઠ કમાણી-ઈપીએસ રૂ.૧૮૫ અપેક્ષિત છે.
બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૩ના રૂ.૫૪, માર્ચ ૨૦૨૪ના રૂ.૭૯, માર્ચ ૨૦૨૫ના રૂ.૨૫૬, માર્ચ ૨૦૨૬ના રૂ.૩૭૬, અપેક્ષિત માર્ચ ૨૦૨૭ના રૂ.૫૫૬
શેર દીઠ કમાણી-ઈપીએસ : માર્ચ ૨૦૨૩ના રૂ.૧૯, માર્ચ ૨૦૨૪ના રૂ.૨૯, માર્ચ ૨૦૨૫ના રૂ.૮૦, માર્ચ ૨૦૨૬ના રૂ.૧૩૦, અપેક્ષિત માર્ચ ૨૦૨૭ના રૂ.૧૮૫
શેર હોલ્ડિંગ પેટર્ન : પ્રમોટર્સ પાસે ૫૮ ટકા, એફઆઈઆઈઝ, ડીઆઈઆઈઝ પાસે એક ટકા, પબ્લિક પાસે ૪૧ ટકા છે.
કમ્પાઉન્ડેડ વેચાણ વૃદ્વિ : પાંચ વર્ષમાં ૧૨૨ ટકા, ત્રણ વર્ષમાં ૧૩૮ ટકા, ટીટીએમ ૮૩ ટકા
કમ્પાઉન્ડેડ નફા વૃદ્વિ : પાંચ વર્ષમાં ૨૨૩ ટકા, ત્રણ વર્ષમાં ૧૮૮ ટકા, ટીટીએમ ૫૯ ટકા
શેરના ભાવનો સીએજીઆર : ત્રણ વર્ષમાં ૫૯ ટકા, એક વર્ષમાં નેગેટીવ ૪૭ ટકા.
આરઓઈ-ઈક્વિટી પર વળતર : પાંચ વર્ષમાં ૪૪ ટકા, ત્રણ વર્ષમાં ૪૪ ટકા અને ટીટીએમ ૪૦ ટકા
આરઓસીઈ : મૂડી પર વળતર : નાણા ૨૦૨૨માં ૩૮ ટકા, નાણા ૨૦૨૩માં ૨૬ ટકા, નાણા ૨૦૨૪માં ૩૮ ટકા, નાણા ૨૦૨૫માં ૪૨ ટકા અને નાણા ૨૦૨૬માં ૪૦ ટકા
આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં. (૨) ઓરિયાના પાવર લિમિટેડ, લો કાર્બન સોલાર એનજીૅ સોલ્યુશન્સ, બેટરી એનજીૅ સ્ટોરેજ સિસ્ટમ્સ, ગ્રીન હાઈડ્રોજન અને કોમ્પ્રેસ્ડ બાયોગેસમાં વિશેષતા ધરાવતી કંપની, પૂર્ણ નાણા વર્ષ ૨૦૨૬-૨૭માં અપેક્ષિત ઈપીએસ રૂ.૧૮૫ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૫૫૫ સામે શેર રૂ.૫૦૮ ભાવે, એનએસઈ ઈમર્જ પર રૂ.૧૧૯૨ ભાવે , ટર્નકી એન્જિનિયરીંગ સર્વિસ ઉદ્યોગના સરેરાશ ૨૫ના પી/ઈ સામે ૬.૪૪ના પી/ઈએ ટ્રેડ થઈ રહ્યો છે.