Business

સેન્સેક્સ 712 પોઈન્ટ ઉછળીને 78054ની નવી વિક્રમી ટોચે

By GS Team
26 Jun 20243 mins read
This article was originally published on 26 Jun 2024
સેન્સેક્સ 712 પોઈન્ટ ઉછળીને 78054ની નવી વિક્રમી ટોચે

મુંબઈ : શેરોમાં લોકલ ફંડો, ફોરેન  ફંડોની ગઈકાલે કેશ સેગ્મેન્ટમાં નેટ વેચવાલીના આંકડા છતાં બજારમાં મજબૂતી જોવાયા બાદ આજે ફંડોએ બેંકિંગ, ફાઈનાન્સ શેરોમાં એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંકની આગેવાનીએ આક્રમક ખરીદી કરતાં સેન્સેક્સે ૭૮૦૦૦ની સપાટી પ્રથમ વખત પાર કરી નવી વિક્રમી ઊંચાઈએ પહોંચી ગયો હતો. આ જ પ્રમાણે નિફટીએ પણ ૨૩૭૫૦ની સપાટી પાર કરી હતી. ભારતના આર્થિક વિકાસમાં વિદેશી રોકાણકારોના પુન:વિશ્વાસ અને ઘર આંગણે એનડીએ સરકાર દેશને વિકાસની નવી ઊંચાઈએ લઈ જવાના નિર્ધારે સ્થાનિક રિટેલ રોકાણકારો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની શેરોમાં સતત ધૂમ ખરીદીના જોરે ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડમાં કથિત ફ્રન્ટ રનીંગ મામલે સેબી તપાસ અને ચોમાસાના વિલંબના નેગેટીવ પરિબળોને અવગણી બજારે વિક્રમી તેજીની ફરી દોટ મૂકી હતી.

બેંકિંગ સિવાય સંખ્યાબંધ શેરોમાં પ્રોફિટ બુકિંગ : સેન્સેક્સ ૭૮૧૬૪, નિફટીમાં ૨૩૭૫૪ નવો રેકોર્ડ 

તેજીની વિક્રમી દોટ વચ્ચે બેંકિંગ સિવાયના ઘણા ક્ષેત્રીય શેરોમાં ફંડોનું પ્રોફિટ બુકિંગ થયું હતું. સેન્સેક્સ ૭૮૦૦૦ ક્રોસ કરી ૭૮૧૬૪.૭૧  નવી ટોચ બનાવી અંતે ૭૧૨.૪૪ પોઈન્ટ વધીને ૭૮૦૫૩.૫૩ નવી ટોચે બંધ રહ્યો હતો. આ જ પ્રમાણે નિફટી ૫૦ સ્પોટ પણ ૨૩૭૫૦ની સપાટી કુદાવી ૨૩૭૫૪.૧૫ની નવી ટોચ બનાવી અંતે ૧૮૩.૪૫ પોઈન્ટ ઉછળીને ૨૩૭૨૧.૩૦ની નવી વિક્રમી ઊંચાઈએ બંધ રહ્યો હતો. કેન્દ્રિય બજેટમાં શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્ષમાં વધારો થવાની અટકળોએ તેજીનો વેપાર હળવો થતો જોવાયો હતો. 

બેંકેક્સ ઈન્ડેક્સ ૧૦૯૫ પોઈન્ટ ઉછળ્યો : એક્સિસ બેંક, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈમાં તેજી

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે  ફંડોએ ફ્રન્ટલાઈન શેરોમાં આક્રમક ખરીદી કરતાં બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૦૯૫.૧૯ પોઈન્ટની છલાંગ લગાવી ૫૯૮૦૫.૨૧ બંધ રહ્યો હતો. એક્સિસ બેંક રૂ.૪૪.૯૦ ઉછળીને રૂ.૧૨૭૩, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૨૯.૦૫ વધીને રૂ.૧૧૯૯.૦૫, એચડીએફસી બેંક રૂ.૩૮.૮૦ વધીને રૂ.૧૭૧૦.૯૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૯.૨૦ વધીને રૂ.૮૪૧.૮૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૧૧.૨૫ વધીને રૂ.૧૭૮૩.૬૫ રહ્યા હતા.

મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોનું પ્રોફિટ બુકિંગ : એનએમડીસી, વેદાન્તા, સેઈલ, જિન્દાલ સ્ટીલ વધ્યા

મેટલ-માઈનીંગ શેરોમાં આજે પ્રોફિટ બુકિંગ થતાં બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૨૮૦.૫૫ પોઈન્ટ ઘટીને ૩૩૧૪૯.૭૬ બંધ રહ્યો હતો. એનએમડીસી રૂ.૫.૯૫ ઘટીને રૂ.૨૫૮.૦૫, વેદાન્તા રૂ.૯.૨૦ ઘટીને રૂ.૪૫૪.૧૦, સેઈલ રૂ.૨.૮૫ ઘટીને રૂ.૧૪૭, જિન્દાલ સ્ટીલ રૂ.૧૩.૬૦ ઘટીને રૂ.૧૦૫૭.૩૦, ટાટા સ્ટીલ રૂ.૨.૨૦ ઘટીને રૂ.૧૭૫.૭૦, કોલ ઈન્ડિયા રૂ.૪.૬૦ ઘટીને રૂ.૪૬૯.૨૦ રહ્યા હતા.

ઓટો શેરોમાં તેજીનો વેપાર હળવો થયો : ટીઆઈ ઈન્ડિયા, આઈશર મોટર્સ, કમિન્સ, બજાજ ઓટો ઘટયા

ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં આજે ફંડોએ તેજીનો વેપાર હળવો કરતાં ઘણા  શેરોમાં નરમાઈ જોવાઈ હતી. ટીઆઈ ઈન્ડિયા રૂ.૯૨.૮૫ ઘટીને રૂ.૪૧૯૩.૭૦, આઈશર મોટર્સ રૂ.૯૮.૮૦ ઘટીને રૂ.૪૭૭૩.૧૦, કમિન્સ ઈન્ડિયા રૂ.૪૫.૭૦ ઘટીને રૂ.૪૦૦૦.૬૫, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૬ ઘટીને રૂ.૩૧૮૮.૨૫, બજાજ ઓટો રૂ.૧૦૩.૮૫ ઘટીને રૂ.૯૬૪૧.૩૦, ટીવીએસ મોટર રૂ.૨૦.૧૦ ઘટીને રૂ.૨૪૧૮, મારૂતી સુઝુકી રૂ.૬૩.૧૦ ઘટીને રૂ.૧૨,૧૧૩.૮૫ રહ્યા હતા.

ફંડો, ખેલંદાઓના સ્મોલ, મિડ કેપ શેરોમાં પ્રોફિટ બુકિંગે માર્કેટબ્રેડથ નેગેટીવ : ૨૦૭૫ શેરો નેગેટીવ બંધ

સેન્સેક્સ, નિફટી બેઝડ ફરી વિક્રમી તેજીની દોટ સામે ફંડો, ખેલંદાઓએ સ્મોલ, મિડ કેપ, રોકડાના ઘણા શેરોમાં આજે ઉછાળે પ્રોફિટ બુકિંગ થતાં માર્કેટબ્રેડથ નેગેટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૦૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૭૫ અને વધનારની સંખ્યા ૧૮૦૮ રહી હતી.

કેપિટલ ગુડઝ શેરોમાં વેલકોર્પ, લક્ષ્મી મશીન, ફિનોલેક્ષ, લાર્સન વધ્યા : સુઝલોન, એલજી ઘટયા

કેપિટલ ગુડઝ શેરોમાં પસંદગીની તેજી જળવાયા છતાં ઘણા શેરોમાં તેજીની ઓવરબોટ પોઝિશન હળવી થતી જોવાઈ હતી. વેલકોર્પ રૂ.૨૯.૪૦ વધીને રૂ.૫૪૧.૫૫, લક્ષ્મી મશીન વર્કસ રૂ.૮૯૧.૦૫ વધીને રૂ.૧૭,૧૬૦.૯૦, ફિનોલેક્ષ કેબલ્સ રૂ.૩૯.૪૦ વધીને રૂ.૧૬૫૦, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૫૫.૨૦ વધીને રૂ.૩૫૮૭.૧૫, ટીમકેન રૂ.૫૫.૨૫ વધીને રૂ.૩૫૮૭.૧૫ રહ્યા હતા. એલજી ઈક્વિપમેન્ટ રૂ.૨૩.૫૦ ઘટીને રૂ.૭૪૫.૦૫, આરવીએનએલ રૂ.૯.૧૦ ઘટીને રૂ.૪૦૭.૪૦, સુઝલોન રૂ.૧.૦૯ ઘટીને રૂ.૫૩.૬૨, એઆઈએ એન્જિનિયરીંગ રૂ.૮૩.૮૦ ઘટીને રૂ.૪૨૦૭.૭૫, એનબીસીસી રૂ.૩ ઘટીને રૂ.૧૫૯.૯૫, થર્મેક્સ રૂ.૭૩.૩૦ ઘટીને રૂ.૫૧૨૧.૧૫, ભારત ફોર્જ રૂ.૨૩ ઘટીને રૂ.૧૭૧૮.૭૫, એસકેએફ ઈન્ડિયા રૂ.૭૮.૨૫ ઘટીને રૂ.૬૫૮૮.૬૦, એબીબી ઈન્ડિયા રૂ.૬૭.૪૦ ઘટીને રૂ.૮૩૯૨ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૨૦૪.૮૬ પોઈન્ટ વધીને ૭૨૬૯૪.૦૭ બંધ રહ્યો હતો.

FPIs/FIIની શેરોમાં રૂ.૧૧૭૬ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૧૪૯ કરોડની ચોખ્ખી વેચવાલી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ,  એફઆઈઆઈઝની આજે  મંગળવારે કેશમાં શેરોમાં રૂ.૧૧૭૫.૯૧ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૭,૩૩૧.૮૪  કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૬,૧૫૫.૯૩કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૧૪૯.૪૫ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૩,૫૧૯.૨૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૬૬૮.૬૬ કરોડની વેચવાલી થઈ હતી.