સેન્સેક્સ ૩૧૫ પોઇન્ટ વધીને ૭૩૮૯૫ જ્યારે નિફ્ટી ૭૭.૪૦ વધી ૨૩,૧૪૦
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ક્રૂડના ભાવમાં ઘટાડો, રૂપિયામાં સુધારો, VIX ઈન્ડેક્સમાં ઘટાડા સહિતના અન્ય પરિબળોની સાનુકૂળ અસર
અમદાવાદ : ભારતીય શેરબજારમાં ગુરુવારે આવેલા મોટા કડાકા બાદ વિવિાૃધ સાનુકૂળ પરિબળો પાછળ આજે ફરી તેજી જોવા મળી હતી. આજે કામકાજનો પ્રારંભ લાલ નિશાનમાં એટલે કે ઘટાડા સાથે થયા બાદ આશરે ૧૦૩ પોઇન્ટ તૂટીને ૭૩,૪૭૭.૭૭ ના નીચલા સ્તર (લો) સુાૃધી ઉતરી ગયો હતો. પરંતુ થોડી જ વારમાં તે લીલા નિશાનમાં (વાૃધારા તરફ) પાછો ફર્યો હતો. વૈશ્વિક સ્તરે અમેરિકા ચીનના વડા સાથેની બેઠકમાં મહત્વના નિર્ણય લેવાય તેવી સંભાવના પાછળ આજે ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો થયો છે. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક, બ્રેન્ટ ક્રૂડ ૧.૨ ટકા ઘટીને ૧૦૫.૩ ડૉલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું હતું. આ ઉપરાંત, પાછલા સત્રમાં શેરબજારમાં ભારે ઘટાડો નોંાૃધાયો હતો. તેના પગલે આજે વેલ્યુ બાઇંગ જોવા મળી હતી.
આજે ભારતીય રૂપિયો, ડોલર સામે ૧૯ પૈસા વધીને પ્રતિ ડોલર ૯૫.૮૦ (કામચલાઉ) પર બંાૃધ થયો હતો. ગુરુવારે રૂપિયો અમેરિકન ડોલર સામે ૨૬ પૈસા ઘટીને ૯૫.૯૯ પર બંધ થયો હતો. બજારના જાણકાર વર્તુળોનું કહેવું છે કે ચલણ બજારમાં વાૃધુ પડતી વાૃધ-ઘટને નિયંત્રિત કરવા માટે ભારતીય રિઝર્વ બેંક હસ્તક્ષેપ કરી શકે છે. સ્થાનિક આયાતકારો, ખાસ કરીને તેલ કંપનીઓ તરફથી ડોલરની સતત માંગ, કાચા તેલના ઊંચા ભાવ અને યુએસ ફેડરલ રિઝર્વના કડક વલણને કારણે ડોલર ઇન્ડેક્સમાં વ્યાપક મજબૂતી સ્થાનિક ચલણ પર દબાણ બનાવી રહી છે. આ ઉપરાંત, પાછલા સત્રમાં ૨૩ ટકાના વાૃધારા પછી, ઈન્ડિયા VIX ઈન્ડેક્સ ૪ ટકા ઘટીને ૧૨.૧૮ પર આવી ગયો હતો. આ ઇન્ડેક્સ ભારતીય શેરબજારમાં અસ્થિરતાનું માપન કરે છે. આમાં ઘટાડાનો આૃર્થ એ છે કે નજીકના ભવિષ્યમાં બજારમાં ઓછી વાૃધ-ઘટની અપેક્ષા છે, જેનાથી રોકાણકારોનો વિશ્વાસ વાૃધી શકે છે.
ઉપરોક્ત અહેવાલો પાછળ આજે બીએસઈ સેન્સેક્સ અગાઉના બંાૃધ ભાવથી ૩૧૫.૨૦ પોઇન્ટ વાૃધીને ૭૩,૮૯૫.૭૪ના સ્તરે બંાૃધ રહ્યો હતો. તે આજે એક તબક્કે ઈન્ટ્રાડે ઘટીને ૭૩,૪૭૭.૭૭ ઉતર્યા બાદ ઈન્ટ્રાડે વધીને ૭૩,૯૬૮.૦ થઈ અંતે ૭૩,૮૯૫.૭૪ના સ્તરે બંાૃધ રહ્યો હતો. તેવી જ રીતે નિફ્ટી પણ ઘટાડા સાથે ખૂલી, ૨૩,૦૨૦.૯૫ ના નીચલા સ્તર સુાૃધી ગયો અને ત્યારબાદ અગાઉના ક્લોઝિંગથી ૯૯.૬ પોઇન્ટના ઉછાળા સાથે ૨૩,૧૬૨.૭૦ નો હાઈ બનાવ્યા બાદ અંતે સેન્સેક્સ નિફ્ટી ૭૭.૪૦ પોઇન્ટના વાૃધારા સાથે ૨૩,૧૪૦.૫૦ પર બંધ રહ્યો હતો.
કન્ઝયુમર ડયુરેબલ્સ, ઓટો, રિયલ્ટી અને પાવર શેરો વધ્યા
બીએસઈ સેક્ટરલ ઈન્ડાઈસિસમાં, આજે કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સમાં ૧.૧૪ ટકા, ઓટોમાં ૦.૯૫ ટકા, રિયલ્ટીમાં ૦.૬૫ ટકા, પાવરમાં ૦.૫૩ ટકા, ઇન્ડસ્ટ્રિયલ્સમાં ૦.૫૩ ટકા અને યુટિલિટીઝમાં ૦.૪૨ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે હોસ્પિટલ્સ, ટેલિકોમ્યુનિકેશન, ઓઇલ એન્ડ ગેસ અને હાઉસિંગ ફાઇનાન્સ સેક્ટરમાં ઘટાડો નોંધાયો હતો.
એક્સિસ બેન્ક સૌથી વધુ વધ્યો, ટ્રેન્ટ સૌથી વધુ ઘટયો
સેન્સેક્સ કંપનીઓમાં એક્સિસ બેન્ક સૌથી વધુ ૨.૮૨ ટકા વધ્યો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૨૪ ટકા, એશિયન પેઇન્ટ્સ ૧.૯૩ ટકા, બજાજ ફાઇનાન્સ ૧.૨૧ ટકા, એચસીએલ ટેક ૧.૧૭ ટકા અને ટાઇટન ૧.૦૧ ટકા વધ્યા હતા. બીજીતરફ ટ્રેન્ટ સૌથી વધુ ૧.૪૧ ટકા ઘટયો હતો. આ ઉપરાંત ઇન્ફોસિસ, કોટક મહિન્દ્રા બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક અને ટાટા સ્ટીલ પણ ઘટાડો નોંધાવનાર શેરોમાં સામેલ હતા.
આજે એનએસઈનો મિડકેપ ઈન્ડેક્સ ૦.૧૪% ઘટીને ૬૦,૯૦૧.૯૫ ના સ્તર પર બંધ રહ્યો હતો. જ્યારે એનએસઈનો સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૭% વધીને ૧૯,૬૯૭.૯૫ના સ્તર પર બંધ રહ્યો હતો. મિડકેપ શેરોમાં કેયન્સ ટેક, કેસ્ટ્રોલ, મેક્સ ફાઇનાન્શિયલ, ઇન્ડિયન રિન્યુ, બ્લૂ સ્ટાર, સુપ્રિમ ઇન્ડસ્ટ્રીઝ અને બેન્ક ઓફ મહારાષ્ટ્ર ૨.૮૯%થી ૩.૯૬% સુધી વધ્યા હતા. જ્યારે ઓલા ઇલેક્ટ્રિક, ફોટસ હેલ્થ, પીબી ફિનટેક, પેટીએમ, જેકે સિમેન્ટ, એમસીએક્સ ઇન્ડિયા અને સુંદરમ ફાઇનાન્સ ૨.૫૭%થી ૯.૭૧% ઘટીને બંધ રહ્યા હતા.
સ્મોલકેપ શેરોમાં અલાઇડ ડિજિટલ, ઉગર શુગર વર્ક્સ, ટીજીવી સાર્ક, મવાના શુગર્સ, ઉત્તમ શુગર અને બ્લૂ ક્લાઉડ ૧૧.૭૨%થી ૨૦.૦૦% સુધી ઉછળ્યા હતા. જ્યારે મેડિકો રેમેડિઝ, ટર્ટલમિન્ટ ફાઇનાન્સ, ઇક્વિટાસ બેન્ક, જિંદાલ વર્લ્ડવાઇડ અને ઇન્ડોસોલાર ૫%થી ૧૯.૯૯% સુધીની નબળાઈ સાથે બંધ રહ્યા હતા.




