વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 131 પોઈન્ટ વધીને 77341

રોકાણકારોની સંપતિ રૂ.૧.૧૨ લાખ કરોડ વધીને રૂ.૪૩૫.૬૦ લાખ કરોડ પહોંચી
મુંબઈ : કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નતૃત્વમાં એનડીએની સરકાર સત્તારૂઢ થયા બાદ આજે સંસદના પ્રથમ સત્ર અને બીજી તરફ દેશના મૂડી બજારને હચમચાવી મૂકે એવી સંભાવના સૂચવતા ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડમાં ફ્રન્ટ રનીંગ મામલે મૂડી બજાર નિયામક તંત્ર સેબીની તપાસના ડેવલપમેન્ટે આજે ભારતીય શેર બજારોમાં સપ્તાહની શરૂઆત ધુ્રજારી સાથે થઈ હતી. આરંભિક ટ્રેડીંગ કલાકોમાં બજારમાં સેન્સેક્સ, નિફટી બેઝડ ઘટાડાની ચાલ જોવાયા બાદ ફંડો, મહારથીઓએ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની આગેવાનીમાં ઓટોમોબાઈલ શેરોમાં તેજી કરતાં અને પસંદગીના કેપિટલ ગુડઝ, પાવર શેરો પાવર ગ્રીડ કોર્પ, એનટીપીસી તેમ જ એફએમસીજી, ફાર્મા શેરો આઈટીસી, નેસ્લે ઈન્ડિયા, સન ફાર્મા સાથે અલ્ટ્રાટેક સિમેન્ટ, આઈસીઆઈસીઆઈ બેંક, ટાઈટન કંપની સહિતમાં તેજી થતાં બજાર પોઝિટીવ ઝોનમાં આવી ગયું હતું. સેન્સેક્સ ૪૬૩.૯૬ પોઈન્ટના ઘટાડે નીચામાં ૭૬૭૪૫.૯૪ સુધી આવી અંતે ઘટાડો પચાવી ૧૩૧.૧૮ પોઈન્ટ વધીને ૭૭૩૪૧.૦૮ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ આરંભમાં ૧૫૧.૧૦ પોઈન્ટના ઘટાડે નીચામાં ૨૩૩૫૦ સુધી આવી અંતે ઘટાડો પચાવી ૩૬.૭૫ પોઈન્ટ વધીને ૨૩૫૩૭.૮૫ બંધ રહ્યો હતો.
મહિન્દ્રા રૂ.૭૬, ટયુબ રૂ.૩૦૦, કમિન્સ રૂ.૧૨૮ ઉછળ્યા : ઓટો ઈન્ડેક્સની ૭૫૫ પોઈન્ટની છલાંગ
પેટ્રોલ, ડિઝલને કેન્દ્ર સરકાર જીએસટી હેઠળ લાવવા તૈયાર હોવાનું અને હવે રાજ્યો પર નિર્ણય છોડાયો હોઈ જીએસટી હેઠળ આવવાના સંજોગોમાં ભાવમાં રૂ.૨૦ થી ૨૨ ઘટાડો શક્ય હોવાના અનુમાન વચ્ચે ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં આજે ફંડોએ આક્રમક ખરીદી કરતાં બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૭૫૪.૬૦ પોઈન્ટ ઉછળીને ૫૭૪૯૬.૯૮ બંધ રહ્યો હતો. ટયુબ ઈન્વેસ્ટમેન્ટ રૂ.૨૯૯.૬૫ ઉછળીને રૂ.૪૨૮૬.૫૫, કમિન્સ ઈન્ડિયા રૂ.૧૨૮.૫૦ વધીને રૂ.૪૦૨૬, સુંદરમ રૂ.૩૭.૫૫ વધીને રૂ.૧૩૩૩.૩૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૭૬.૩૫ વધીને રૂ.૨૯૧૩.૩૫, અશોક લેલેન્ડ રૂ.૪.૬૦ વધીને રૂ.૨૪૦.૨૦, બજાજ ઓટો રૂ.૧૪૨.૨૦ વધીને રૂ.૯૭૪૧.૭૫, હીરો મોટોકોર્પ રૂ.૭૮.૧૦ વધીને રૂ.૫૫૩૦, બોશ રૂ.૩૩૧.૩૫ વધીને રૂ.૩૨,૯૫૨, એમઆરએફ રૂ.૨૧૧.૨૫ વધીને રૂ.૧,૨૫,૫૧૬ રહ્યા હતા.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૭૧૦ પોઈન્ટ ઉછળ્યો : એલજી રૂ.૩૧ વધીને રૂ.૭૬૮ : ફિનોલેક્ષ, સીજી પાવર વધ્યા
કેપિટલ ગુડઝ, પાવર શેરોમાં પણ ફંડોની આજે અવિરત પસંદગીની મોટી ખરીદી થતાં બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૭૦૯.૯૯ પોઈન્ટ વધીને ૭૨૪૮૯.૨૧ બંધ રહ્યો હતો. એલજી ઈક્વિપમેન્ટ રૂ.૩૧.૨૦ વધીને રૂ.૭૬૮.૫૫, ફિનોલેક્ષ કેબલ્સ રૂ.૫૧.૫૫ વધીને રૂ.૧૬૧૨.૫૫, સીજી પાવર રૂ.૨૧.૬૫ વધીને રૂ.૭૦૧.૮૦, સુઝલોન એનજીૅ રૂ.૧.૬૭ વધીને રૂ.૫૪.૭૧, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૧૫૭.૬૫ વધીને રૂ.૫૩૨૬.૨૦, હનીવેલ ઓટોમેશન રૂ.૧૬૧૫.૬૦ વધીને રૂ.૫૭૨૦૦.૯૫, પોલીકેબ રૂ.૧૮૫.૪૫ વધીને રૂ.૭૨૭૫, થર્મેક્સ રૂ.૧૨૫.૩૫ વધીને રૂ.૫૧૬૫.૫૦, સિમેન્સ રૂ.૧૫૨.૮૫ વધીને રૂ.૭૫૮૪ રહ્યા હતા.
એફએમસીજી શેરોમાં ફંડો લેવાલ : બોમ્બે બર્મા ટ્રેડીંગ, ગોકુલ, બન્નારી અમાન, આઈટીસી, નેસ્લેમાં તેજી
એફએમસીજી શેરોમાં ફંડોની આજે પસંદગીની મોટી ખરીદી થઈ હતી. બોમ્બે બર્મા ટ્રેડીંગ રૂ.૩૩૩.૧૫ વધીને રૂ.૨૦૧૬.૧૫, ગોકુલ એગ્રો રૂ.૧૬.૫૦ વધીને રૂ.૧૭૭.૭૦, બન્નારી અમાન રૂ.૨૭૦.૮૫ વધીને રૂ.૩૩૧૦.૦૫, કાવેરી સીડ રૂ.૪૮.૫૫ વધીને રૂ.૧૦૦૮.૧૦, યુનાઈટેડ સ્પિરીટ રૂ.૩૭.૨૫ વધીને રૂ.૧૨૯૭.૩૫, રેડિકો ખૈતાન રૂ.૪૭.૮૦ વધીને રૂ.૧૮૩૨.૫૦, જીએમ બ્રિવેરીઝ રૂ.૧૭.૩૦ વધીને રૂ.૬૬૬.૯૫, મેરિકો રૂ.૧૩.૭૫ વધીને રૂ.૬૨૩.૫૦, ગોદરેજ કન્ઝયુમર રૂ.૨૪.૧૦ વધીને રૂ.૧૩૮૦.૪૫, નેસ્લે ઈન્ડિયા રૂ.૩૩.૭૫ વધીને રૂ.૨૫૩૦.૯૦, આઈટીસી રૂ.૩.૬૫ વધીને રૂ.૪૨૩.૨૫ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૧૩૨.૫૨ પોઈન્ટ વધીને ૨૦૪૫૮.૪૦ બંધ રહ્યો હતો.
સન ફાર્મા ટારો ફાર્માનું મર્જર પૂર્ણ કરતાં શેર વધ્યો : એલેમ્બિક ફાર્મા, હાઈકલ, બજાજ હેલ્થ, વોખાર્ટ વધ્યા
ફાર્મા શેરોમાં સન ફાર્મા ઈન્ડસ્ટ્રીઝે તેની સબસીડિયરી અને એસોસીયેટ કંપની દ્વારા ટારો ફાર્માસ્યુટિકલ્સના બાકી શેરો ખરીદી લઈને મર્જર પૂર્ણ કર્યાનું જાહેર કરતાં શેર રૂ.૨૮.૩૦ વધીને રૂ.૧૪૯૪.૭૫ રહ્યો હતો. અન્ય ફાર્મા શેરોમાં હાઈકલ રૂ.૩૦.૬૦ વધીને રૂ.૩૪૨.૬૦, બજાજ હેલ્થ રૂ.૨૦.૩૦ વધીને રૂ.૩૪૪.૪૫, એલેમ્બિક ફાર્મા રૂ.૩૩.૪૦ વધીને રૂ.૯૦૨, ગ્લેક્સો ફાર્મા રૂ.૮૨.૫૫ વધીને રૂ.૨૬૨૧.૨૦, હેસ્ટર બાયો રૂ.૮૦.૦૫ વધીને રૂ.૨૫૭૮.૬૫, ન્યુલેન્ડ લેબ રૂ.૧૬૮.૬૫ વધીને રૂ.૬૭૩૦.૩૦, વોખાર્ટ રૂ.૧૧.૬૦ વધીને રૂ.૫૯૦.૭૫, ડો.રેડ્ડીઝ લેબ રૂ.૮૯ વધીને રૂ.૬૦૯૭.૭૦, નોવાર્ટિસ ઈન્ડિયા રૂ.૧૧.૯૫ વધીને રૂ.૧૧૦૦ રહ્યા હતા. જ્યારે ટારસન્સ પ્રોડક્ટ રૂ.૧૭.૧૫ ઘટીને રૂ.૪૮૩.૩૦, સિક્વેન્ટ સાઈન્ટિફિક રૂ.૩.૮૫ ઘટીને રૂ.૧૧૮.૧૫, મેક્સ હેલ્થકેર રૂ.૨૭.૩૦ ઘટીને રૂ.૮૯૮.૩૦, સિપ્લા રૂ.૩૭.૬૫ ઘટીને રૂ.૧૫૦૩.૩૦, એલકેમ લેબ રૂ.૧૧૪.૬૦ ઘટીને રૂ.૧૧૪.૬૦ ઘટીને રૂ.૫૦૧૧.૧૦, ઓરોબિન્દો ફાર્મા રૂ.૨૦.૭૫ ઘટીને રૂ.૧૨૨૦ રહ્યા હતા.
કન્ઝયુમર ઈન્ડેક્સ ૪૩૩ ઉછળ્યો : વોલ્ટાસ રૂ.૨૬ વધીને રૂ.૧૫૧૧ : હવેલ્સ, ડિક્સન, ટાઈટન વધ્યા
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડોએ આજે પસંદગીની ખરીદી કરતાં બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૪૩૨.૫૬ પોઈન્ટ વધીને ૫૯૨૦૧.૩૨ બંધ રહ્યો હતો. વોલ્ટાસ રૂ.૨૬.૧૦ વધીને રૂ.૧૫૧૧.૫૦, હવેલ્સ ઈન્ડિયા રૂ.૨૬.૮૫ વધીને રૂ.૧૯૧૩.૩૫, આદિત્ય બિરલા ફેશન રૂ.૪.૧૦ વધીને રૂ.૩૧૮.૬૫, ડિક્સન ટેકનોલોજી રૂ.૨૨.૯૦ વધીને રૂ.૩૪૨૧.૩૫, બ્લુ સ્ટાર રૂ.૪.૭૫ વધીને રૂ.૧૬૯૧.૨૫ રહ્યા હતા.
ઈન્ડસઈન્ડ બેંક રૂ.૩૬ ઘટીને રૂ.૧૪૯૦ : રિલાયન્સ, અદાણી પોર્ટસ, ટાટા સ્ટીલ, એક્સિસ બેંકમાં વેચવાલી
સેન્સેક્સના પ્રમુખ ઘટનાર શેરોમાં ઈન્ડસઈન્ડ બેંક રૂ.૩૬.૨૫ ઘટીને રૂ.૧૪૯૦.૫૫, અદાણી પોર્ટસ રૂ.૨૫.૫૦ ઘટીને રૂ.૧૪૬૦.૨૦, ટાટા સ્ટીલ રૂ.૧.૯૫ ઘટીને રૂ.૧૭૭.૯૦, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૩.૮૦ ઘટીને રૂ.૨૮૮૩, એક્સિસ બેંક રૂ.૭.૯૫ ઘટીને રૂ.૧૨૨૮.૯૫, બજાજ ફાઈનાન્સ રૂ.૪૩.૨૫ ઘટીને રૂ.૭૦૮૮.૭૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૩.૭૫ ઘટીને રૂ.૮૩૨.૬૫ રહ્યા હતા.
એસએમઈ શેરોમાં તેજીનું તોફાન : સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી આકર્ષણ : ૨૧૦૭ શેરો પોઝિટીવ બંધ
સ્મોલ, મિડ કેપ, રોકડાના સંખ્યાબંધ શેરોમાં ફરી તેજી સાથે આજે એસએમઈ શેરોમાં વ્યાપક તોફાની તેજી જોવાઈ હતી. બીએસઈ એસએમઈ આઈપીઓ ઈન્ડેક્સ ૧૮૬૭.૦૫ પોઈન્ટ ઉછળીને ૯૫૧૦૩.૮૬ બંધ રહ્યો હતો. બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સ ૧૪૧.૧૦ પોઈન્ટ વધીને ૫૨૦૭૭.૬૩ અને બીએસઈ મિડ કેપ ઈન્ડેક્સ ૧૭૦.૮૩ પોઈન્ટ વધીને ૪૬૧૩૭.૯૦ બંધ રહ્યો હતો. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૫૬ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૧૦૭ અને ઘટનારની સંખ્યા ૧૮૯૦ રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૧.૧૨ લાખ કરોડ વધીને રૂ.૪૩૫.૬૦ લાખ કરોડ
શેરોમાં આજે ઘટયામથાળેથી ઝડપી રિકવરી સાથે સંખ્યાબંધ શેરોમાં વેલ્યુબાઈંગ થતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧.૧૨ લાખ કરોડ વધીને રૂ.૪૩૫.૬૦ લાખ કરોડ પહોંચ્યું હતું.
FPIs/FIIની શેરોમાં રૂ.૬૫૪ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૮૨૦ કરોડની ચોખ્ખી વેચવાલી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે સોમવારે કેશમાં શેરોમાં રૂ.૬૫૩.૯૭ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૩,૭૨૦.૩૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૪,૩૭૪.૨૭કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૮૨૦.૪૭ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૧,૨૫૧.૧૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૦૭૧.૬૫ કરોડની વેચવાલી થઈ હતી.




