ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્વના મંડાણે ટેન્શન વધતાં વૈશ્વિક બજારો પાછળ શેરોમાં ઉછાળે ધબડકો
મુંબઈ : ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી યુદ્વની સ્થિતિ સર્જાતાં બન્ને દેશોના મિસાઈલ હુમલાને લઈ વાતાવરણ તંગ બનતાં વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં પણ આજે શેરોમાં ઉછાળે સાર્વત્રિક ઢગલો થઈ ગયો હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના વિદેશી ફંડોના રોકાણને ફરી ભારત તરફ વાળવા પ્રોત્સાહનોના પગલાંએ બેંકિંગ શેરોમાં ફંડોની તેજી સાથે એફએમસીજી શેરોમાં હિન્દુસ્તાન યુનિલિવર, નેસ્લે ઈન્ડિયા સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સહિતમાં આકર્ષણે ટ્રેડિંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. સેન્સેક્સ આરંભમાં ૬૯૪.૨૫ પોઈન્ટ ઉછળીને ઉપરમાં ૭૪૬૧૩.૦૧ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળે યુદ્વના ટેન્શન વચ્ચે ક્રુડ ઓઈલના ભાવ વધતાં અને ફંડોએ ઈન્ડસઈન્ડ બેંક, બજાજ ફિનસર્વ, ટાટા સ્ટીલ, વિપ્રો, ટાઈટન સહિતમાં ઓફલોડિંગ કરતાં અને રિલાયન્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એચસીએલ ટેકનોલોજી, ભારતી એરટેલ સહિતમાં વેચવાલીએ ઉછાળો ધોવાઈ નીચામાં ૭૩૮૦૭.૫૭ સુધી આવી અંતે ૬૪.૪૨ પોઈન્ટ વધીને ૭૩૯૮૩.૧૮ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ પણ ઉપરમાં ૨૩૪૨૫.૩૫ સુધી જઈ પાછો ફરી નીચામાં ૨૩૧૮૪.૬૦ સુધી આવી અંતે ૨૭.૧૫ પોઈન્ટ ઘટીને ૨૩૨૧૪.૯૫ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૧૩૬ તૂટયો : ભેલ રૂ.૧૯, ડાટાપેટર્નસ રૂ.૨૦૦, પાવર ઈન્ડિયા રૂ.૧૩૨૭ તૂટયા
પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોએ આજે ફરી મોટું પ્રોફિટ બુકિંગ કર્યું હતું. ભેલ રૂ.૧૯.૩૫ તૂટીને રૂ.૩૭૭, ડાટાપેટર્નસ રૂ.૧૯૯.૮૦ તૂટીને રૂ.૪૩૫૪.૫૦, આઈનોક્સ વિન્ડ રૂ.૩.૪૩ ઘટીને રૂ.૮૨.૭૫, પાવર ઈન્ડિયા રૂ.૧૩૨૬.૭૫ તૂટીને રૂ.૩૩,૨૭૨.૬૫, સિમેન્સ એનજીૅ ઈન્ડિયા રૂ.૧૨૨.૧૫ ઘટીને રૂ.૩૪૨૫.૩૦, મઝગાંવ ડોક રૂ.૬૯.૩૦ ઘટીને રૂ.૨૩૬૬.૨૦, કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૨૪.૨૦ ઘટીને રૂ.૧૦૧૬.૭૦, કેઈઆઈ રૂ.૧૧૫.૧૦ ઘટીને રૂ.૫૧૬૮.૫૦, સુઝલોન રૂ.૧.૧૭ ઘટીને રૂ.૫૪.૦૬, એબીબી ઈન્ડિયા રૂ.૧૨૫.૨૦ ઘટીને રૂ.૬૮૦૦.૦૫, એસ્ટ્રલ રૂ.૨૭.૨૫ ઘટીને રૂ.૧૪૯૯.૫૦, કિર્લોસ્કર એન્જિન રૂ.૩૧.૫૫ ઘટીને રૂ.૧૮૨૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૧૩૬.૦૮ પોઈન્ટ તૂટીને ૭૮૦૯૧.૦૭ બંધ રહ્યો હતો.
મેટલ ઈન્ડેક્સ ૭૯૨ પોઈન્ટ તૂટયો : હિન્દાલ્કો રૂ.૩૯, હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૬, જિન્દાલ સ્ટીલ રૂ.૩૧ ઘટયા
મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોની સતત એક્ઝિટરૂપી મોટી વેચવાલીએ આજે નવા ગાબડાં પડયા હતા. હિન્દાલ્કો રૂ.૩૮.૬૫ ઘટીને રૂ.૧૦૩૮.૯૦, હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૬.૧૫ ઘટીને રૂ.૫૪૭.૫૫, જિન્દાલ સ્ટીલ રૂ.૩૦.૫૫ ઘટીને રૂ.૧૧૧૯.૮૫, સેઈલ રૂ.૪.૨૦ ઘટીને રૂ.૧૮૧.૭૦, એપીએલ અપોલો રૂ.૩૮.૧૦ ઘટીને રૂ.૧૭૬૨.૦૫, નાલ્કો રૂ.૭.૮૦ ઘટીને રૂ.૩૭૬.૨૦, ટાટા સ્ટીલ રૂ.૪.૦૫ ઘટીને રૂ.૧૯૯.૦૫, એનએમડીસી રૂ.૧.૭૩ ઘટીને રૂ.૮૮.૩૨ રહ્યા હતા.બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૭૯૧.૫૬ પોઈન્ટ તૂટીને ૪૧૫૬૩.૯૪ બંધ રહ્યો હતો.
ઓટો શેરો ફરી રિવર્સ ગીયરમાં : અમરરાજા એનજીૅ, સોના બીએલડબલ્યુ, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ ઘટયા
ઓટોમોબાઈલ શેરોમાં પણ ફરી ફંડોની મોટી વેચવાલીએ નરમાઈ જોવાઈ હતી. અમરરાજા એનજીૅ એન્ડ મોબિલીટી રૂ.૨૧.૨૦ ઘટીને રૂ.૮૧૦.૨૫, સોના બીએલડબલ્યુ પ્રીસિઝન ફોર્જિંગ્સ રૂ.૧૩.૨૦ ઘટીને રૂ.૫૮૮.૭૫, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪૬.૩૦ ઘટીને રૂ.૨૦૮૪.૭૫, ટીઆઈ ઈન્ડિયા રૂ.૬૧.૮૫ ઘટીને રૂ.૩૦૫૨.૧૫, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૬.૯૦ ઘટીને રૂ.૩૮૦.૮૫, એક્સાઈડ રૂ.૬.૯૫ ઘટીને રૂ.૩૮૬, ઉનો મિન્ડા રૂ.૧૭.૭૦ ઘટીને રૂ.૧૦૭૬.૬૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૪૭૨.૩૦ પોઈન્ટ ઘટીને ૫૬૮૫૩.૧૫ બંધ રહ્યો હતો.
ક્રુડ ફરી ઉકળતાં રિલાયન્સ પાછળ વેચવાલી : ઓઈલ ઈન્ડિયા, ઓએનજીસી, અદાણી ટોટલ ગેસ ઘટયા
ઈરાન યુદ્વના ટેન્શન વચ્ચે ક્રુડ ઓઈલના ભાવ ફરી વધી આવતાં ઓઈલ-ગેસ શેરોમાં ફંડોનું સેલિંગ થતું જોવાયું હતું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં આરંભિક તેજી બાદ ઉછાળે વેચવાલી થઈ હતી. ઓઈલ ઈન્ડિયા રૂ.૪૮.૬૫ ઘટીને રૂ.૪૨૭.૪૫, અદાણી ટોટલ ગેસ રૂ.૨૩.૨૦ ઘટીને રૂ.૭૨૯, ઓએનજીસી રૂ.૭.૨૦ ઘટીને રૂ.૨૫૧.૯૦, એચપીસીએલ રૂ.૭.૭૦ ઘટીને રૂ.૩૭૪.૩૦, આઈઓસી રૂ.૧.૫૦ ઘટીને રૂ.૧૩૬.૮૦, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઉપરમાં રૂ.૧૩૦૦ થઈ અંતે રૂ.૧૦.૦૫ ઘટીને રૂ.૧૨૫૯.૫૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૪૬૩.૪૦ પોઈન્ટ ઘટીને ૨૫૭૫૭.૪૪ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ટાઈટન પાછળ વેચવાલી : કલ્યાણ જવેલર્સ, પીજી ઈલેક્ટ્રો, ક્રોમ્પ્ટન, ટાઈટન ઘટયા
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડોની આજે ટાઈટન કંપની પાછળ વેચવાલી થઈ હતી. કલ્યાણ જવેલર્સ રૂ.૧૬.૪૦ ઘટીને રૂ.૩૩૮.૭૫, પીજી ઈલેક્ટ્રો રૂ.૧૨.૯૦ ઘટીને રૂ.૪૬૭.૪૫, ક્રોમ્પ્ટન રૂ.૫.૬૫ ઘટીને રૂ.૨૫૪.૭૫, ટાઈટન કંપની રૂ.૬૫ ઘટીને રૂ.૪૦૩૯.૩૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૪૮૨.૭૬ પોઈન્ટ ઘટીને ૫૭૫૦૨.૬૧ બંધ રહ્યો હતો.
આઈટી શેરોમાં પણ તેજીને ઉછાળે બ્રેક : આરપી ટેક, ઈબી જીએનજી, મોસચીપ, ટાટા એલેક્સી, વિપ્રો ઘટયા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં પણ આજે ઉછાળે ફંડો એચસીએલ ટેકનોલોજી, વિપ્રો સહિતમાં વેચવાલ બનતાં તેજીને બ્રેક લાગી હતી. આરપી ટેક રૂ.૨૯.૧૦ તૂટીને રૂ.૫૨૯.૫૦, ઈબી જીએનજી રૂ.૧૮.૪૫ ઘટીને રૂ.૩૯૨.૨૫, મોસચીપ રૂ.૯.૬૦ ઘટીને રૂ.૨૦૪.૬૫, ટાટા એલેક્સી રૂ.૧૬૫.૩૫ ઘટીને રૂ.૪૦૯૩, ટીવીએસ ઈલેક્ટ્રોનિક્સ રૂ.૧૫.૭૫ ઘટીને રૂ.૪૪૭.૧૦, લેટેન્ટ વ્યુ રૂ.૧૦.૧૫ ઘટીને રૂ.૨૯૪.૨૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૧૩.૯૫ ઘટીને રૂ.૧૧૩૨.૦૫, ઈન્ફોસીસ રૂ.૧૦.૪૦ ઘટીને રૂ.૧૧૪૫.૦૫, વિપ્રો રૂ.૨.૮૦ ઘટીને રૂ.૧૭૮.૯૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૩૫.૫૫ પોઈન્ટ ઘટીને ૨૭૫૫૨.૩૫ બંધ રહ્યો હતો.
બેંકિંગ શેરોમાં ખાનગી બેંકોમાં આકર્ષણ : ઈન્ડસઈન્ડ બેંક, કેનેરા બેંક, એયુ બેંક, આઈએફસીઆઈ તૂટયા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોની ખાનગી બેંક શેરોમાં સિલેક્ટિવ તેજી સામે ઈન્ડસઈન્ડ બેંક સહિતમાં ઓફલોડિંગ થતાં નરમાઈ જોવાઈ હતી. ઈન્ડસઈન્ડ બેંક રૂ.૪૦.૧૫ તૂટીને રૂ.૮૮૩.૭૫, કેનેરા બેંક રૂ.૪ ઘટીને રૂ.૧૩૩.૫૦, યુનિયન બેંક રૂ.૪.૦૫ ઘટીને રૂ.૧૬૬.૩૫, એયુ બેંક રૂ.૧૯.૩૦ ઘટીને રૂ.૯૫૮.૭૦, પીએનબી રૂ.૨.૪૫ ઘટીને રૂ.૧૦૭.૨૫ રહ્યા હતા. આ સાથે આઈએફસીઆઈ રૂ.૫.૨૩ તૂટીને રૂ.૭૧.૮૦, મન્નપુરમ રૂ.૧૯.૨૫ ઘટીને રૂ.૨૮૭.૯૫, ફિનોપીબી રૂ.૭ ઘટીને રૂ.૧૩૨.૯૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૦૫.૮૪ પોઈન્ટ ઘટીને ૬૨૦૫૮.૯૭ બંધ રહ્યો હતો.
સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં ઉછાળે વેચવાલીના દબાણે ફરી વ્યાપક ધોવાણ : ૨૮૧૮ શેરો નેગેટીવ બંધ
સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોની આજે ફંડો, ઈન્વેસ્ટરોએ ઉછાળે ઘણા શેરોમાં પ્રોફિટ બુકિંગ કરતાં માર્કેટબ્રેડથ ફરી નેગેટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૮૧ સ્ક્રિપમાંથી વધનારની સંખ્યા ૨૭૨૫ થી ઘટીને ૧૩૯૯ અને ઘટનારની સંખ્યા ૧૪૮૯થી વધીને ૨૮૧૮ રહી હતી.
FPIs/FIIની કેશમાં રૂ.૨૧૨૫ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૩૧૨૪ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-બુધવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૨૧૨૫ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૪,૦૪૭.૭૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૬,૧૭૨.૭૭ કરોડની વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૩૧૨૩.૯૫ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૭,૩૯૬.૪૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૪,૨૭૨.૪૫ કરોડની વેચવાલી કરી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૪.૦૪ લાખ કરોડ ઘટીને રૂ.૪૫૫.૫૨ લાખ કરોડ રહ્યું
સેન્સેક્સ, નિફટીમાં આજે ઉછાળે આંચકા સાથે અનેક શેરોમાં વેચવાલી નીકળતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૪.૦૪ લાખ કરોડ ઘટીને રૂ.૪૫૫.૫૨ લાખ કરોડ રહ્યું હતું.


