Business

સેન્સેક્સ ૫૪૪ પોઈન્ટ ઉછળી ૭૮૬૩૯

By GS Team
4 Aug 20263 mins read
TukuTouch Logo
મુંબઈ શેરબજારમાં IT, ઓટો, બેંક અને મેટલ શેરોમાં તેજી જોવા મળી. ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પલટાતા અને AI નો હાઉ ઓસરતા વૈશ્વિક બજારોની સાથે ભારતીય બજારો પણ ઉછળ્યા. નિફટી 391 પોઈન્ટ વધીને 24774 પર બંધ રહ્યો, જેના પગલે રોકાણકારોની સંપતિમાં રૂ. 4.59 લાખ કરોડનો વધારો થયો. સુગર શેરોમાં પણ ફંડોની લેવાલી જોવા મળી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

સેન્સેક્સ ૫૪૪ પોઈન્ટ ઉછળી ૭૮૬૩૯

IT, ઓટો, બેંક, મેટલ શેરોમાં તેજી : સુગર શેરોમાં ફંડોની તેજી
નિફટી ૩૯૧ પોઈન્ટ વધીને ૨૪૭૭૪ : રોકાણકારોની સંપતિમાં રૂ.૪.૫૯ લાખ કરોડનો વધારો
મુંબઈ : ઈરાન પર મહાહુમલા કરવાની ચીમકી આપનાર ડોનાલ્ડ ટ્રમ્પે હરહંમેશની જેમ પોતાના નિવેદનથી પાછી પાની કરીને હવે ઈરાન વાટાઘાટ કરવા તૈયાર હોવાનું કહી હુમલા અટકાવતાં અને વૈશ્વિક મોરચે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)નો હાઉ ઓસરવા લાગતાં અને આઈટી-ઈન્ફોર્મેશનલ સેક્ટર માટે વૈશ્વિક ફંડો બુલીશ બનતાં આજે વૈશ્વિક બજારોની રાહે ભારતીય શેર બજારોમાં ફંડોએ આઈટી શેરોની આગેવાનીએ તેજીના ચક્રને ગતિમાન રાખ્યું હતું. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં પાંચથી સાત ટકાનો કડાકો બોલાઈ જવા સાથે અમેરિકી ડોલર સામે રૂપિયો સાધારણ મજબૂત બનતાં તેમ જ અમેરિકી શેર બજાર નાસ્દાકમાં આક્રમક તેજી અને યુરોપના બજારોમાં મજબૂતીએ ફંડોએ તેજી કરી હતી.આઈટી, બેંકિંગ, ઓટો, મેટલ, કેપિટલ ગુડઝ શેરો, સેન્સેક્સ, નિફટી બેઝડ તેજી સાથે ફંડો, મહારથીઓએ મિડ કેપ, સ્મોલ કેપ શેરોમાં પણ તોફાની તેજી કરી હતી. સેન્સેક્સ ૫૪૪.૩૯ પોઈન્ટ ઉછળીને ૭૮૬૩૯.૦૩ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૩૯૦.૭૦ પોઈન્ટની છલાંગે ૨૪૭૭૪.૩૦ બંધ રહ્યા હતા.
આઈટી ઈન્ડેક્સની છલાંગ
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ફંડોએ મોટી ખરીદી કરી હતી. જેનેસીસ ઈન્ટરનેશનલ દ્વારા ૩:૫ રેશિયોમાં ૨,૫૦,૭૪,૨૨૬ શેરોના રાઈટ ઈસ્યુ માટે શેર દીઠ રૂ.૫૦ ભાવ નક્કી કરાતાં અને ૬, ઓગસ્ટ રેકોર્ડ તારીખ નક્કી કરતાં શેર રૂ.૨૭.૧૦ ઉછળીને રૂ.૨૯૮.૩૦, ટીસીએસ રૂ.૮૪.૪૦ વધીને રૂ.૨૪૫૦, ઈન્ફોસીસ રૂ.૪૦ વધીને રૂ.૧૧૭૦, ઓરેકલ ફિનસર્વ રૂ.૨૬૨.૨૫ વધીને રૂ.૧૧,૪૪૫.૯૦, ટાટા એલેક્સી રૂ.૮૨.૫૦ વધીને રૂ.૩૭૫૭, ટાટા ટેકનોલોજી રૂ.૧૬.૭૦ વધીને રૂ.૭૬૪.૨૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૭૪૬.૯૨ પોઈન્ટની છલાંગે ૩૦૨૪૯.૨૧ બંધ રહ્યો હતો.
ઓટો શેરોમાં વધતું આકર્ષણ
ઓટોમોબાઈલ કંપનીઓના જુલાઈ મહિનામાં વાહનોના વેચાણના આંકડા અપેક્ષાથી સારી વૃદ્વિના જાહેર થતાં અને દેશભરમાં ચોમાસું સફળ નીવડી રહ્યું હોઈ ફંડોની ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં સતત મોટી ખરીદી થઈ હતી. અશોક લેલેન્ડ રૂ.૭.૯૦ વધીને રૂ.૧૭૪, ટાટા મોટર્સ કમર્શિયલ વ્હીકલ રૂ.૧૫.૫૦ વધીને રૂ.૪૫૨.૪૫, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૬.૭૦ વધીને રૂ.૩૪૬.૪૫, અપોલો ટાયર રૂ.૭.૨૫ વધીને રૂ.૪૩૫.૮૫, હ્યુન્ડાઈ મોટર રૂ.૨૪.૨૦ વધીને રૂ.૨૨૦૬.૨૦, હીરો મોટોકોર્પ રૂ.૩૯.૩૦ વધીને રૂ.૫૪૨૨ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૪૬૪.૩૬ પોઈન્ટ વધીને ૬૩૭૨૭.૭૭ બંધ રહ્યો હતો.
બેંકિંગ શેરોમાં આકર્ષણ જળવાયું
બેંકોની એફસીએનઆર(બી) થાપણોમાં અપેક્ષાથી સારી વૃદ્વિ સહિતના પરિબળોએ આજે ફંડોની બેંકિંગ શેરોમાં લેવાલી રહી હતી. એક્સિસ બેંક રૂ.૨૨.૪૫ વધીને રૂ.૧૨૫૨, બેંક ઓફ બરોડા રૂ.૪.૨૦ વધીને રૂ.૨૪૬.૮૦, કેનેરા બેંક રૂ.૨ વધીને રૂ.૧૨૭, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૯.૫૦ વધીને રૂ.૧૦૩૬.૩૦, ફેડરલ બેંક રૂ.૩.૨૫ વધીને રૂ.૩૬૨, કોટક મહિન્દ્રા બેંક રૂ.૩ વધીને રૂ.૩૯૩.૨૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૪૪૫.૯૪ પોઈન્ટ વધીને ૬૫૩૭૯.૫૩ બંધ રહ્યો હતો.
મેટલ શેરોમાં વધતું આકર્ષણ
મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોની આજે ખરીદી વધતી જોવાઈ હતી. હિન્દાલ્કો રૂ.૧૫.૬૫ વધીને રૂ.૯૯૦, હિન્દુસ્તાન ઝિંક રૂ.૬.૮૫ વધીને રૂ.૫૪૬.૨૦, જિન્દાલ સ્ટીલ રૂ.૧૦.૮૫ વધીને રૂ.૧૧૧૩, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૯.૪૫ વધીને રૂ.૧૨૮૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૪૬૫.૧૫ પોઈન્ટ વધીને ૪૧૪૦૦.૭૯ બંધ રહ્યો હતો.
સુગર શેરોમાં ફંડો લેવાલ
એફએમસીજી શેરોમાં પણ ફંડોની આજે આઈટીસી લિમિટેડની આગેવાનીએ તેજી રહી હતી. ચોમાસાની સારી પ્રગતિ સાથે ફંડો લેવાલ રહ્યા હતા. અવધ સુગર રૂ.૫૮.૧૫ વધીને રૂ.૫૬૨.૮૦, બલરામપુર ચીની રૂ.૫૯.૭૫ વધીને રૂ.૬૪૬.૩૦, આઈટીસી લિમિટેડ રૂ.૫.૩૫ વધીને રૂ.૨૮૬.૩૦, વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૪૧.૨૫ વધીને રૂ.૭૩૪૬.૪૫ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૨૦૭.૨૮ પોઈન્ટ વધીને ૧૮૫૨૪.૦૧ બંધ રહ્યો હતો.
રોકાણકારોની સંપતિ વધી
ફંડોએ આજે શેરોમાં ઓલ રાઉન્ડ આક્રમક તેજી કરતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૪.૫૯ લાખ કરોડ વધીને રૂ.૪૯૦.૫૫ લાખ રહ્યું હતું.