Business

વોલેટીલિટીના અંતે સેન્સેક્સ ૪૩ પોઈન્ટ વધીને ૭૮૫૪૨

By GS Team
11 Aug 20264 mins read
TukuTouch Logo
મુંબઈ શેરબજારમાં અઠવાડિયાની શરૂઆત સાધારણ મજબૂતી સાથે થઈ હતી. નિફ્ટી 13 પોઈન્ટ વધીને 24584 પર બંધ રહ્યો હતો. FPIs/FIIs દ્વારા કેશમાં રૂ. 1975 કરોડની ચોખ્ખી ખરીદી થઈ. બેન્કિંગ શેરોમાં વેચવાલી જ્યારે કન્ઝ્યુમર અને કેપિટલ ગુડ્સ શેરોમાં તેજી જોવા મળી હતી, જેના કારણે રોકાણકારોની સંપત્તિ રૂ. 83 હજાર કરોડ વધી.

Summarized by AI; it may make mistakes. Check important info

વોલેટીલિટીના અંતે સેન્સેક્સ ૪૩ પોઈન્ટ વધીને ૭૮૫૪૨

નિફટી સ્પોટ ૧૩ પોઈન્ટ વધીને ૨૪૫૮૪ : બેંકિંગ શેરોમાં ફંડો વેચવાલ
કન્ઝયુમર, કેપિટલ ગુડઝ શેરોમાં તેજી : FPIs/FIIની કેશમાં રૂ.૧૯૭૫ કરોડની ચોખ્ખી ખરીદી
મુંબઈ : ઈરાનને હવે યુદ્વને બદલે આર્થિક પ્રતિબંધો, અંકુશો થકી ડિલ કરવા દબાણ લાવવાના અમેરિકી ટ્રમ્પ સરકારના વ્યુહના અહેવાલ અને બીજી તરફ સાઉદી અરેબિયાને ઈરાન સમર્થિત હુથીઓના હુમલાના આતંકને લઈ અને હોર્મુઝ સ્ટ્રેટમાંથી અમેરિકી નૌકાદળ પાછું નહીં ખેંચાય ત્યાં સુધી ઈરાન હોર્મુઝ માર્ગ ખોલશે નહીં એવી તાકીદે ક્રુડ ઓઈલના વિશ્વ બજારમાં ભાવ મજબૂતી સાથે વૈશ્વિક બજારોમાં આજે સાવચેતી જોવાઈ હતી. અલબત ભારતીય શેર બજારોમાં આજે સપ્તાહની શરૂઆત ઈન્ડેક્સ બેઝડ વોલેટીલિટીના અંતે સાધારણ મજબૂતીએ થઈ હતી. ફંડોએ કેપિટલ ગુડઝ શેરોમાં સિલેક્ટિવ મોટી ખરીદી કર્યા સાથે કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં તેજી કરતાં બજારને ટેકો મળ્યો હતો. જો કે બેંકિંગ, પાવર શેરોમાં ફંડો વેચવાલ રહ્યા હતા. ફંડોની આજે સેન્સેક્સ, નિફટી બેઝડ છેલ્લે ક્લોઝિંગ ઓક્શન સેશનમાં મોટી વધઘટ જોવાઈ હતી. આઈટી શેરોમાં ફંડોની સિલેક્ટિવ ખરીદી રહી હતી. સેન્સેક્સ ૭૮૨૯૮થી ૭૮૬૭૭ વચ્ચે અથડાઈ અંતે ૪૩.૨૭ પોઈન્ટ વધીને ૭૮૫૪૨.૪૪ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૪૬૨૧થી ૨૪૫૧૧ વચ્ચે અથડાઈ અંતે ૧૩.૧૫ પોઈન્ટ વધીને ૨૪૫૮૩.૮૦ બંધ રહ્યો હતો. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ સાંજે બ્રેન્ટ ક્રુડના બેરલ દીઠ ૧.૯૦ ડોલર વધીને ૮૫.૪૫ ડોલર અને ન્યુયોર્ક-નાયમેક્ષ ક્રુડના ૧.૮૩ ડોલર વધીને ૮૦.૦૧ ડોલર પહોંચી ગયા હતા.
કન્ઝયુમર શેરોમાં તેજી : ટાઈટન પરિણામે રૂ.૧૫૫ ઉછળ્યો : બર્જર પેઈન્ટ, એશીયન પેઈન્ટમાં ફંડો લેવાલ
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડોની આજે સ્ટોક સ્પેસિફિક સારા પરિણામોએ ખરીદી રહી હતી. ટાઈટન કંપનીનો ત્રિમાસિક ચોખ્ખો નફો ૬૩ ટકા વધીને રૂ.૧૭૭૭ કરોડ થતાં શેરમાં આજે ફંડોની મોટી ખરીદીએ રૂ.૧૫૫.૨૦ વધીને રૂ.૫૦૯૮.૨૦ રહ્યો હતો. બર્જર પેઈન્ટ રૂ.૧૧.૪૦ વધીને રૂ.૫૪૧.૮૦, એશીયન પેઈન્ટ રૂ.૨૯ વધીને રૂ.૨૭૫૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૪૦.૦૫ વધીને રૂ.૧૪,૧૬૦ રહ્યા હતા.
ફાર્મા શેરોમાં ખરીદી : આરતી ફાર્મા રૂ.૧૩૭, ઓર્ચિડ ફાર્મા રૂ.૭૨, ક્વોલિટી ફાર્મા રૂ.૫૨૨ ઉછળ્યા
હેલ્થકેર-ફાર્મા શેરોમાં ફંડોની આજે પસંદગીની મોટી ખરીદી રહી હતી. આરતી ફાર્મા રૂ.૧૩૬.૯૦ વધીને રૂ.૮૨૧.૪૫, ઓર્ચિડ ફાર્મા રૂ.૭૨ વધીને રૂ.૧૦૭૬.૬૦, શિલ્પા મેડી રૂ.૪૮ વધીને રૂ.૮૦૭.૬૦, ક્વોલિટી ફાર્મા રૂ.૫૨૧.૮૦ વધીને રૂ.૩૧૩૦.૮૫, પોલીમેડ રૂ.૮૦.૬૦ વધીને રૂ.૧૭૭૨.૮૫, કોવઈ મેડી રૂ.૩૧૨.૫૦ વધીને રૂ.૬૧૫૯.૯૫, યુનિકેમ લેબ રૂ.૧૯.૭૫ વધીને રૂ.૫૦૭.૯૫, સાંઈ લાઈફ રૂ.૬૧.૭૦ વધીને રૂ.૧૪૨૪.૪૫, અકુમ્સ રૂ.૩૪.૭૫ વધીને રૂ.૭૩૧.૨૫ રહ્યા હતા.
પાવર ઈન્ડિયા રૂ.૩૪૭૦, મઝગાંવ ડોક રૂ.૭૪, જયોતી સીએનસી રૂ.૧૭, એબીબી રૂ.૧૦૦ વધ્યા
કેપિટલ ગુડઝ શેરોમાં આજે ફંડોની ફરી આક્રમક ખરીદી થઈ હતી. પાવર ઈન્ડિયા રૂ.૩૪૭૦ વધીને રૂ.૩૬,૦૫૦, મઝગાંવ ડોક રૂ.૭૪ વધીને રૂ.૨૫૭૪, જયોતી સીએનસી રૂ.૧૬.૫૦ વધીને રૂ.૮૦૦.૭૫, કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૨૩ વધીને રૂ.૧૧૨૧, એબીબી ઈન્ડિયા રૂ.૧૦૦ વધીને રૂ.૭૭૦૦, કમિન્સ ઈન્ડિયા રૂ.૫૦ વધીને રૂ.૫૪૭૦, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪૪.૯૦ વધીને રૂ.૩૪૬૯, ડાટા પેટર્નસ રૂ.૪૪.૮૫ વધીને રૂ.૪૪૨૭, પીટીસીઆઈએલ રૂ.૨૮૭.૯૦ વધીને રૂ.૧૯,૩૫૬.૪૫, ભારત ડાયનામિક્સ રૂ.૧૫.૫૦ વધીને રૂ.૧૩૦૯.૫૦, એઆઈએ એન્જિનિયરીંગ રૂ.૪૧.૩૦ વધીને રૂ.૪૭૮૮.૯૦ રહ્યા હતા.
આઈટી શેરોમાં ફંડો લેવાલ : જીએનજી ઈલેક્ટ્રોનિક્સ, નેલ્કો, રામકો સિસ્ટમ, તાન્લા, કોફોર્જમાં ફંડોની તેજી
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં પણ ફંડોની પસંદગીની ખરીદી રહી હતી. જીએનજી ઈલેક્ટ્રોનિક્સ રૂ.૨૯.૭૫ વધીને રૂ.૫૫૫.૬૫, નેલ્કો રૂ.૪૯.૬૦ વધીને રૂ.૧૦૦૮.૬૦, રામકો સિસ્ટમ્સ રૂ.૩૧.૯૦ વધીને રૂ.૬૭૦.૪૫, તાન્લા પ્લેટફોર્મ રૂ.૧૭.૪૫ વધીને રૂ.૬૩૧.૬૫, એલટીએમ રૂ.૧૨૭ વધીને રૂ.૪૭૯૨, ન્યુજેન રૂ.૧૦.૯૦ વધીને રૂ.૫૬૨.૪૦, બ્લેક બોક્સ રૂ.૧૧.૮૦ વધીને રૂ.૭૫૬.૮૫, કોફોર્જ રૂ.૨૫ વધીને રૂ.૧૮૦૦, એમ્ફેસીસ રૂ.૩૦.૯૦ વધીને રૂ.૨૫૧૦.૯૫, બીએલએસઈ રૂ.૩.૭૫ વધીને રૂ.૩૧૪.૫૦, હેક્ઝાવેર રૂ.૬.૪૫ વધીને રૂ.૫૬૯.૯૦ રહ્યા હતા.
સ્ટેટ બેંક રૂ.૨૪ ઘટીને રૂ.૧૦૭૨ : કેનેરા બેંક, યુનિયન બેંક, એયુ સ્મોલ બેંકમાં પ્રોફિટ બુકિંગ
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે પ્રોફિટ બુકિંગ વધતું જોવાયું હતું. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ત્રિમાસિક પરિણામ બાદનો ઉભરો શમી જઈ આજે નફારૂપી વેચવાલીએ રૂ.૨૪.૦૫ ઘટીને રૂ.૧૦૭૨ રહ્યો હતો. કેનેરા બેંક રૂ.૨.૨૫ ઘટીને રૂ.૧૨૯.૨૫, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨.૯૫ ઘટીને રૂ.૧૮૦.૪૦, એયુ સ્મોલ બેંક રૂ.૧૨.૬૦ ઘટીને રૂ.૧૦૭૦.૧૦, પીએનબી રૂ.૧.૨૫ ઘટીને રૂ.૧૧૩.૪૫, ફેડરલ બેંક રૂ.૧.૮૦ ઘટીને રૂ.૩૫૭ રહ્યા હતા. ફાઈનાન્સ શેરોમાં પાવર ફાઈનાન્સ કોર્પ રૂ.૩૩.૫૦ ઘટીને રૂ.૩૮૬, આરઈસી રૂ.૨૧.૨૫ ઘટીને રૂ.૩૪૪.૭૫, ટીવીએસ હોલ્ડિંગ રૂ.૨૮૫ ઘટીને રૂ.૧૪,૫૬૧.૭૫, અરમાન ફાઈનાન્સ રૂ.૪૮.૭૫ ઘટીને રૂ.૧૯૮૧.૭૫ રહ્યા હતા.
પસંદગીની તેજી છતાં ઘણા સ્મોલ, મિડ કેપ શેરોમાં સેલિંગે માર્કેટબ્રેડથ નેગેટીવ : ૨૩૦૪ નેગેટીવ બંધ
સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે પસંદગીનું આકર્ષણ જળવાયા છતાં ઘણા શેરોમાં પ્રોફિટ બુકિંગ થતાં માર્કેટ્બ્રેડથ સાધારણ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૬૫૮ સ્ક્રિપમાંથી વધનારની સંખ્યા ૨૧૪૮ અને ઘટનારની સંખ્યા ૨૩૦૪ રહી હતી.
FPIs/FIIની કેશમાં રૂ.૧૯૭૫ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૧૨૯૦ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-સોમવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૧૯૭૪.૭૬ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૧૩,૧૬૧.૫૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૧૮૬.૮૦ કરોડની વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૧૨૯૦.૨૯ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી રહી હતી. કુલ રૂ.૧૫,૮૬૮.૫૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૭,૧૫૮.૮૦ કરોડની વેચવાલી કરી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૮૩ હજાર કરોડ વધીને રૂ.૪૯૪.૧૭ લાખ કરોડ
ફાઈનાન્સ-બેંકિંગ શેરોમાં વેચવાલી સામે કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં તેજી સાથે પસંદગીના સ્મોલ, મિડ કેપ શેરોમાં આકર્ષણે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૮૩ હજાર કરોડ વધીને રૂ.૪૯૪.૧૭ લાખ રહ્યું હતું.