Business

ઓઈલ-ગેસ, આઈટી શેરોમાં ફંડોની તેજીએ સેન્સેક્સે ૩૦૧ પોઈન્ટનો ઘટાડો પચાવ્યો

By GS Team
2 Sep 20265 mins read
TukuTouch Logo
મુંબઈ શેરબજારમાં ઈરાન-અમેરિકા તણાવ અને ક્રૂડ ઓઈલના ભાવ વધારાથી સેન્ટિમેન્ટ ડહોળાયું. નિફ્ટી 25 પોઈન્ટ ઘટી 24056 પર બંધ રહ્યો. ઓટો, કન્ઝ્યુમર શેરોમાં કડાકો બોલ્યો, જ્યારે IT શેરોમાં તેજી જોવા મળી. FPIs એ 1143 કરોડની ખરીદી કરી. બજારમાં વ્યાપક વેચવાલીથી 2645 શેરો ઘટ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓઈલ-ગેસ, આઈટી શેરોમાં ફંડોની તેજીએ સેન્સેક્સે ૩૦૧ પોઈન્ટનો ઘટાડો પચાવ્યો

ક્રુડ ઓઈલના ભાવમાં ભડકો : ઓટો, કન્ઝયુમર, શેરોમાં કડાકો
નિફટી ૨૫ પોઈન્ટ ઘટીને ૨૪૦૫૬ : બેંકિંગ, એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલી : એફપીઆઈઝની કેશમાં રૂ.૧૧૪૩ કરોડની ખરીદી
મુંબઈ : ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્વના વધતા તણાવ અને રશિયા પાસેથી ભારત સહિતના દેશો માટે ક્રુડ ઓઈલનો પુરવઠો મેળવવામાં ઘટાડા અને અમેરિકાની વધતી જોહુકમીને લઈ વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલના ભાવ સતત વધતા રહેતાં અને અલનીનોની અસરે દુકાળના ભણકારાંએ આજે ભારતીય બજારોમાં સેન્ટીમેન્ટ વધુ ડહોળાયું હતું. ફંડોએ આરંભમાં આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં તેજી કર્યા સામે ઓટોમોબાઈલ, કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ-માઈનીંગ, હેલ્થકેર શેરોમાં મોટી વેચવાલી કરી હતી. સેન્સેક્સ ઉપરમાં ૭૭૨૩૧.૮૭ સુધી જઈ પાછો ફરીને નીચામાં એક તબક્કે ૩૦૧.૧૫ પોઈન્ટ ઘટીને ૬૫૫૬૫.૧૨ સુધી આવ્યો હતો. જે છેલ્લી ઘડીમાં આઈટી શેરોમાં તેજીના સથવારે ઘટાડો પચાવી અંતે ૧૨.૯૯ પોઈન્ટ ઘટીને ૭૬૯૪૪.૨૮ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ઉપરમાં ૨૪૧૪૩.૧૫ અને નીચામાં ૨૩૯૫૨.૫૫ સુધી આવી અંતે ૨૪.૬૦ પોઈન્ટ ઘટીને ૨૪૦૫૫.૮૦ બંધ રહ્યો હતો.
આઈટી ઈન્ડેક્સ ૩૭૦ પોઈન્ટ વધ્યો : જીએનજી ઈલેક્ટ્રોનિક્સ, એમ્ફેસીસ, પર્સિસ્ટન્ટ, એચસીએલ વધ્યા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ફંડોએ આરંભથી જ ખરીદી કરી હતી. આઈટીસી ઈન્ફોટેક દ્વારા હેપ્પિએસ્ટ માઈન્ડસનું એક્વિઝિશન કરવાના સમાચારે આજે આઈટી શેરોમાં ફંડો લેવાલ રહ્યા હતા. જીએનજી ઈલેક્ટ્રોનિક્સ રૂ.૩૮.૩૫ વધીને રૂ.૬૫૦.૧૫, કેસોલ્વસ રૂ.૧૩.૭૦ વધીને રૂ.૨૭૯.૨૫, આરસિસ્ટમ્સ રૂ.૧૦.૩૦ વધીને રૂ.૨૫૫.૮૫, એમ્ફેસીસ રૂ.૮૫.૭૫ વધીને રૂ.૨૫૦૫.૭૫, પર્સિસ્ટન્ટ સિસ્ટમ રૂ.૧૮૩.૫૦ વધીને રૂ.૫૭૯૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૪૨ વધીને રૂ.૧૩૫૧, ઝેનસાર ટેકનોલોજી રૂ.૧૩.૪૦ વધીને રૂ.૪૭૩.૧૦, માસ્ટેક રૂ.૪૮.૯૦ વધીને રૂ.૧૮૦૦.૪૦, રામકો સિસ્ટમ્સ રૂ.૧૫.૯૦ વધીને રૂ.૫૯૦.૬૦, તાન્લા પ્લેટફોર્મ રૂ.૧૩.૮૦ વધીને રૂ.૫૪૩.૭૦, ઈન્ફોસીસ રૂ.૨૭.૪૫ વધીને રૂ.૧૧૫૪ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૩૬૯.૫૩ પોઈન્ટ વધીને ૩૦૦૮૭.૦૮ બંધ રહ્યો હતો.
ઓટો ઈન્ડેક્સ ૮૯૭ પોઈન્ટ તૂટયો : મારૂતી સુઝુકી રૂ.૫૬૧, ટીવીએસ રૂ.૧૨૭, હ્યુન્ડાઈ રૂ.૫૭ તૂટયા
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં સતત વધારો થતો જઈ આજે બ્રેન્ટ ક્રુડ ૨.૦૩ ડોલર વધીને ૯૨.૫૨ ડોલર અને નાયમેક્ષ ક્રુડ ૨.૧૬ ડોલર વધીને ૮૭.૯૨ ડોલર થઈ જતાં અને દેશમાં સીએનજીના ભાવમાં વધારો થવા સાથે હવે પેટ્રોલ, ડિઝલના ભાવમાં વધારાની શકયતા અને તહેવારોની સીઝનમાં વાહનોની ખરીદી પર મોંઘવારીની નેગેટીવ અસર પડવાના અંદાજોએ ફંડોએ આજે ઓટોમોબાઈલ શેરોમાં મોટી વેચવાલી કરી હતી. મારૂતી સુઝુકી રૂ.૫૬૧ તૂટીને રૂ.૧૨,૯૧૯, ટીવીએસ મોટર રૂ.૧૨૭ તૂટીને રૂ.૪૨૦૩, અશોક લેલેન્ડ રૂ.૪.૮૫ ઘટીને રૂ.૧૭૦.૩૦, હ્યુન્ડાઈ મોટર રૂ.૫૭.૪૫ તૂટીને રૂ.૨૧૭૨, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૭૮.૫૦ ઘટીને રૂ.૩૨૪૨.૫૦, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૫.૯૦ ઘટીને રૂ.૩૧૦.૬૦, બોશ રૂ.૭૭૦ ઘટીને રૂ.૪૮,૧૮૦, એમઆરએફ રૂ.૧૫૦૫.૯૦ ઘટીને રૂ.૧,૩૨,૩૫૪, એક્સાઈડ રૂ.૪.૩૦ ઘટીને રૂ.૪૩૬.૨૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૮૯૬.૯૪ પોઈન્ટ તૂટીને ૬૨૮૬૪.૬૭ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૮૧૦ પોઈન્ટ તૂટયો : કલ્યાણ જવેલર્સ રૂ.૪૧, અંબર રૂ.૧૬૩ તૂટયા
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડોની આજે મોટી વેચવાલી થઈ હતી. કલ્યાણ જવેલર્સ રૂ.૪૦.૭૫ તૂટીને રૂ.૫૭૩.૬૫, અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૧૬૨.૮૦ તૂટીને રૂ.૭૪૬૨.૨૦, ક્રોમ્પ્ટન રૂ.૩.૮૦ ઘટીને રૂ.૨૩૧.૨૦, બર્જર પેઈન્ટ રૂ.૮ ઘટીને રૂ.૪૯૧.૧૫, ટાઈટન કંપની રૂ.૮૦.૮૦ ઘટીને રૂ.૫૦૩૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૮૦૯.૩૯ પોઈન્ટ ગબડીને ૬૩૯૧૬.૯૦ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૭૪૯ ગબડયો : કેઈઆઈ રૂ.૨૬૫, પોલીકેબ રૂ.૨૮૫, કોચીન શિપ રૂ.૩૫ તૂટયા
પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોની વેચવાલી રહી હતી.ે. કેઈઆઈ રૂ.૨૬૪.૮૦ તૂટીને રૂ.૫૩૩૫.૨૦, પોલીકેબ રૂ.૨૮૫.૦૫ તૂટીને રૂ.૮૯૧૩.૯૫, કોચીન શિપ રૂ.૩૫ ઘટીને રૂ.૧૪૭૩, કેઈનસ રૂ.૮૧.૧૦ ઘટીને રૂ.૩૬૦૦, ભારત ડાયનામિક્સ રૂ.૨૫ ઘટીને રૂ.૧૨૫૦, ભેલ રૂ.૭.૯૫ ઘટીને રૂ.૪૨૬.૦૫, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૦૭.૧૦ ઘટીને રૂ.૧૭,૩૯૭.૩૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૭૪૯.૧૦ પોઈન્ટ ઘટીને ૭૮૫૦૦.૪૧ બંધ રહ્યો હતો.
મેટલ ઈન્ડેક્સ ૨૦૮ પોઈન્ટ ઘટયો : નાલ્કો, સેઈલ, અદાણી એન્ટર., એનએમડીસી, જેએસડબલ્યુ ઘટયા
મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોએ આજે વેચવાલી વધારતા ભાવોમાં નવો ઘટાડો જોવાયો હતા. નાલ્કો રૂ.૯.૭૫ ઘટીને રૂ.૩૭૦.૭૫, સેઈલ રૂ.૪.૬૫ ઘટીને રૂ.૧૯૨.૧૫, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૫૭.૭૫ ઘટીને રૂ.૨૮૬૩.૨૫, એનએમડીસી રૂ.૮૫.૫૬, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૪.૨૫ ઘટીને રૂ.૧૩૦૯ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૨૦૭.૭૩ પોઈન્ટ ઘટીને ૪૧૭૨૩.૨૪ બંધ રહ્યો હતો.
બેંકિંગ શેરોમાં ફંડો હળવા થયા : સ્ટેટ બેંક રૂ.૨૭, એક્સિસ રૂ.૨૩, આઈસીઆઈસીઆઈ રૂ.૧૩ ઘટયા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ગઈકાલે મજબૂતી જોવાયા બાદ આજે ફરી ફંડોએ હળવા થવાનું પસંદ કર્યું હતું. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨૬.૬૦ ઘટીને રૂ.૧૦૩૩.૪૦, યશ બેંક ૫૫ પૈસા ઘટીને રૂ.૨૨.૦૫, એક્સિસ બેંક રૂ.૨૩.૦૫ ઘટીને રૂ.૧૨૫૯.૯૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૩.૨૦ ઘટીને રૂ.૧૪૩૬.૮૦, એયુ સ્મોલ ફાઈનાન્સ બેંક રૂ.૮.૪૦ ઘટીને રૂ.૧૦૭૬.૬૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૮૨.૩૧ પોઈન્ટ ઘટીને ૬૪૯૧૬.૬૫ બંધ રહ્યો હતો.
ક્રુડના ભાવમાં વધારા છતાં ઓઈલ શેરોમાં મજબૂતી : ઓએનજીસી, ઓઈલ ઈન્ડિયા, રિલાયન્સ વધ્યા
ક્રુડ ઓઈલના આંતરાષ્ટ્રીય ભાવમાં સતત વધારા છતાં ફંડોએ આજે પસંદગીના ઓઈલ-ગેસ શેરોમાં મોટી ખરીદી કરી હતી. ઓએનજીસી રૂ.૪.૯૦ વધીને રૂ.૨૩૬.૯૦, ઓઈલ ઈન્ડિયા રૂ.૯.૭૫ વધીને રૂ.૪૯૦.૯૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૨.૩૫ વધીને રૂ.૧૩૦૭.૩૫, એચપીસીએલ રૂ.૨.૫૦ વધીને રૂ.૩૬૨.૫૦ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૨૨૬.૬૧ પોઈન્ટ વધીને ૨૬૧૫૭.૧૬ બંધ રહ્યો હતો.
હેલ્થકેર-ફાર્મા શેરોમાં ઉછાળે ફંડો વેચવાલ : શિલ્પા મેડી, એચસીજી, અજન્તા ફાર્મા, મોરપેન ઘટયા
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડો ઉછાળે વેચવાલ રહ્યા હતા. શિલ્પા મેડી રૂ.૬૦.૮૫ તૂટીને રૂ.૮૮૯.૨૦, એચસીજી રૂ.૩૪.૧૫ ઘટીને રૂ.૭૦૫.૬૦, અજન્તા ફાર્મા રૂ.૧૧૫.૧૫ ઘટીને રૂ.૩૫૦૫.૦૫, મોરપેન લેબ રૂ.૩.૩૧ ઘટીને રૂ.૧૦૩.૮૦, સુવેન રૂ.૧૧.૫૦ ઘટીને રૂ.૩૮૦.૯૦, ફર્મેન્ટા રૂ.૧૩.૬૦ ઘટીને રૂ.૪૮૬.૫૫, લૌરસ લેબ રૂ.૪૭ ઘટીને રૂ.૧૮૬૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૨૭૮.૦૮ પોઈન્ટ ઘટીને ૫૧૨૮૮.૪૭ બંધ રહ્યો હતો.
એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક વેચવાલીએ માર્કેટબ્રેડથ નેગેટીવ : ૨૬૪૫ શેરો નેગેટીવ બંધ
સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં ફંડો,મહારથીઓ, ખેલંદાઓએ સતત વ્યાપક વેચવાલી કરતાં આજે ઘણા શેરોના ભાવો વધુ ઘટી આવતાં માર્કેટબ્રેડથ વધુ નેગેટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૫૬૬ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૭૦૦ અને ઘટનારની સંખ્યા ૨૬૪૫ રહી હતી.
FPIs/FIIની કેશમાં રૂ.૧૧૪૩ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૧૮૪૭ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે મંગળવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૧૧૪૩.૩૮ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૧૭,૮૦૭.૫૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૬,૬૬૪.૧૫ કરોડની વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૧૮૪૬.૯૪ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૫,૬૩૫.૪૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૭૮૮.૫૫ કરોડની વેચવાલી કરી હતી.