Business

સેન્સેક્સ ૮૮૯ પોઈન્ટ ઉછળીને ૭૭૬૫૫

By GS Team
30 Jul 20265 mins read
TukuTouch Logo
યુદ્ધના ભય છતાં, જૂનના ઔદ્યોગિક વૃદ્ધિના આંકડા અને કોર્પોરેટ પરિણામોને કારણે મુંબઈ શેરબજારમાં ભારે તેજી જોવા મળી. IT, FMCG, મેટલ, ફાર્મા શેરોમાં આક્રમક ખરીદીથી નિફ્ટી 265 પોઈન્ટ ઉછળી 24250 પર બંધ રહ્યો. FPIs/FIIs અને DIIs દ્વારા અનુક્રમે રૂ.2982 કરોડ અને રૂ.998 કરોડની ચોખ્ખી ખરીદી થઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

સેન્સેક્સ ૮૮૯ પોઈન્ટ ઉછળીને ૭૭૬૫૫

યુદ્વ વકરવા છતાં જૂનના ઔદ્યોગિક વૃદ્વિના આંક, કોર્પોરેટ પરિણામોના આકર્ષણે IT, FMCG, મેટલ, ફાર્મા શેરોમાં આક્રમક તેજી
નિફટી ૨૬૫ પોઈન્ટની છલાંગે ૨૪૨૫૦ : FPIs/FIIની રૂ.૨૯૮૨ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૯૯૮ કરોડની ચોખ્ખી ખરીદી
મુંબઈ : ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી યુદ્વ આક્રમક બનતાં અને સાઉદી અરેબિયાએ અમેરિકા સાથે મળીને ઈરાક પર હુમલા કરતાં અને ઈરાને પણ અમેરિકી મથકો પર કરેલા હુમલાએ ફરી ટેન્શન વધતાં ક્રુડ ઓઈલના ભાવ ઉંચકાયા છતાં યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર યથાવત રાખવામાં આવે એવી શકયતાએ વૈશ્વિક બજારોમાં મિશ્ર ટ્રેન્ડ જોવાયો હતો. એશિયાના બજારોમાં જાપાન, તાઈવાન, દક્ષિણ કોરિયામાં કડાકા સામે હોંગકોંગ, શાંઘાઈ શેર બજારોમાં મજબૂતી અને યુરોપના બજારોમાં પણ મજબૂતી રહી હતી. ભારતીય શેર બજારોમાં આજે જૂન મહિનાના ઔદ્યોગિક વૃદ્વિનો આંક ૭ ટકાથી વધુ આવતાં અને કોર્પોરેટ પરિણામોની સાથે આઈટી સેકટરના અપગ્રેડ તેમ જ અમેરિકી ડોલરની રૂપિયા સામે ૨૨ પૈસાની નબળાઈની પોઝિટીવ અસરે ફંડોએ શેરોમાં આક્રમક તેજી કરી હતી. વિદેશી ફંડોએ આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો સાથે મેટલ-માઈનીંગ, હેલ્થકેર-ફાર્મા, એફએમસીજી, બેંકિંગ-ફાઈનાન્સ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં આક્રમક ખરીદી કરી હતી. સેન્સેક્સ ૮૮૮.૬૮ પોઈન્ટ ઉછળીને ૭૭૬૫૪.૬૦ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૬૪.૮૫ પોઈન્ટ વધીને ૨૪૨૫૦.૨૦ બંધ ર૧હ્યા હતા.
આઈટી શેરોમાં તેજી : એક્સપ્લિઓ રૂ.૧૧૯, ન્યુજેન રૂ.૩૫, સોનાટા રૂ.૧૯, ઈન્ફોસીસ રૂ.૫૦ ઉછળ્યા
આઈટી-ઈન્ફોર્મેશન ટેકનોલોજી સેક્ટરને જેફ્રી દ્વારા અપગ્રેડ કરાયાના સતત ત્રીજા દિવસે ફંડોએ આઈટી શેરોમાં આક્રમક તેજી કરી હતી. એક્સપ્લિઓ સોલ્યુશન દ્વારા શેર દીઠ રૂ.૧૦ અંતિમ ડિવિડન્ડ જાહેર કરાતાં શેર રૂ.૧૧૯.૪૫ ઉછળીને રૂ.૯૨૭.૪૫, ન્યુજેન રૂ.૩૫.૩૫ વધીને રૂ.૫૬૦.૧૦, સોનાટા સોફ્ટવેર રૂ.૧૯ વધીને રૂ.૩૧૭.૧૦, કેપીઆઈટી ટેકનોલોજી રૂ.૩૬.૧૦ વધીને રૂ.૬૩૮.૬૦, બીએલએસઈ રૂ.૧૫.૭૫ વધીને રૂ.૨૯૮.૫૫, ઈન્ફોસીસ રૂ.૪૯.૭૫ ઉછળીને રૂ.૧૧૫૫.૫૦, ટીસીએસ રૂ.૪૭.૮૦ વધીને રૂ.૨૪૪૫.૬૦, એચસીએલ ટેકનોલોજી રૂ.૨૪.૫૦ વધીને રૂ.૧૩૪૩.૬૦, કોફોર્જ રૂ.૩૧.૧૦ વધીને રૂ.૧૭૧૬.૬૫, હેક્ઝાવેર રૂ.૨૪.૬૦ વધીને રૂ.૬૧૭.૯૫, આરસિસ્ટમ્સ રૂ.૧૦ વધીને રૂ.૨૬૪.૩૫, બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૭૦૦.૭૭ પોઈન્ટની છલાંગે ૨૯૯૧૮.૯૮ બંધ રહ્યો હતો.
હેલ્થકેર ઈન્ડેક્સની ૬૩૦ પોઈન્ટની છલાંગ : પિરામલ, આર્ટેમિસ મેડીકેર, સુવેન, દિવીઝ, ગ્લેન્ડ, ન્યુલેન્ડ વધ્યા
ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં પણ ફંડોએ આજે પસંદગીના શેરોમાં મોટી ખરીદી ચાલુ રાખી હતી. કંપનીઓના ત્રિમાસિક પરિણામોની સાથે કંપનીઓ માટે બિઝનેસ તકો વધી રહી હોઈ ફંડો લેવાલ રહ્યા હતા. આર્ટેમિસ મેડીકેર રૂ.૨૧.૯૦ વધીને રૂ.૨૯૯.૧૦, સુવેન રૂ.૧૯ વધીને રૂ.૩૧૩.૨૫, કોન્કોર્ડ બાયો રૂ.૭૫.૯૦ વધીને રૂ.૧૩૩૦.૧૦, બ્લુજેટ રૂ.૨૯.૫૦ વધીને રૂ.૬૦૨, દિવીઝ લેબ. રૂ.૩૭૩.૫૫ વધીને રૂ.૭૭૯૪, ગ્લેન્ડ રૂ.૧૧૬.૯૦ વધીને રૂ.૨૫૪૪.૧૫, મોરપેન લેબ રૂ.૨.૫૩ વધીને રૂ.૫૭.૮૨, ન્યુલેન્ડ લેબ. રૂ.૮૫૬.૫૦ વધીને રૂ.૧૯,૭૧૬.૩૦, પિરામલ ફાર્મા રૂ.૨.૩૫ વધીને રૂ.૧૯૫.૭૫, લાલપથ લેબ રૂ.૭૫.૯૦ વધીને રૂ.૧૮૮૨.૧૫, ગ્લેનમાર્ક રૂ.૭૭.૦૫ વધીને રૂ.૨૨૬૧.૯૫, સિપ્લા રૂ.૨૮.૮૦ વધીને રૂ.૧૪૭૩.૪૫, પેનેશિયા બાયો રૂ.૯.૪૫ વધીને રૂ.૪૨૪.૨૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૬૨૯.૭૭ પોઈન્ટ ઉછળીને ૫૦૮૦૯.૮૧ બંધ રહ્યો હતો.
હિન્દ યુનિલિવરની આગેવાનીએ એફએમસીજી શેરોમાં તેજી : વાડીલાલ રૂ.૪૮૯, ઝાયડસ રૂ.૩૦ ઉછળ્યા
હિન્દુસ્તાન યુનિલિવરના ત્રિમાસિક પરિણામ એકંદર નબળા આવ્યા છતાં કંપનીના આઉટલૂક અને બિઝનેસ સ્ટ્રેટેજીને લઈ ફંડોએ આજે મોટી ખરીદી કરતાં એફએમસીજી શેરોમાં આકર્ષણ રહ્યું હતું. વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪૮૯ ઉછળીને રૂ.૭૨૨૪.૪૫, સુલા રૂ.૯.૬૫ વધીને રૂ.૧૬૭.૨૦, ઝાયડસ વેલનેસ રૂ.૩૦.૩૫ વધીને રૂ.૫૭૯.૬૫, ગોકુલ એગ્રો રૂ.૧૧.૫૫ વધીને રૂ.૨૨૨.૬૫, ગુજરાત અંબુજા એક્ષપોર્ટ રૂ.૭.૯૫ વધીને રૂ.૧૬૪.૩૫, હિન્દુસ્તાન યુનિલિવરના ત્રિમાસિક નફામાં ઘટાડા છતાં આવકમાં ૧૦ ટકાથી વધુ વૃદ્વિએ શેર રૂ.૯૫ ઉછળીને રૂ.૨૧૧૮.૧૫, ઝુઆરી ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૦.૫૦ વધીને રૂ.૨૬૦.૬૦, ટીઆઈ રૂ.૨૧.૨૫ વધીને રૂ.૪૬૫.૩૫ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૨૭૩.૬૮ પોઈન્ટ વધીને ૧૮૫૧૪.૪૫ બંધ રહ્યો હતો.
મેટલ શેરોમાં ફરી તેજી : લોઈડ્સ મેટલ રૂ.૭૨, જિન્દાલ રૂ.૩૫, સેઈલ રૂ.૫, હિન્દાલ્કો રૂ.૨૫ ઉછળ્યા
મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફરી ફંડોએ આક્રમક તેજી કરી હતી. બીએસઈ લોઈડ્સ મેટલ રૂ.૭૨.૨૫ વધીને રૂ.૨૦૫૦.૮૫, જિન્દાલ સ્ટીલ રૂ.૩૪.૭૫ વધીને રૂ.૧૦૮૯, સેઈલ રૂ.૫.૧૦ વધીને રૂ.૧૭૦.૯૫, નાલ્કો રૂ.૧૦.૩૦ વધીને રૂ.૩૪૪.૭૫, હિન્દાલ્કો રૂ.૨૫.૫૫ વધીને રૂ.૯૬૨.૨૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૨૯.૨૦ વધીને રૂ.૧૨૭૬.૮૦, એનએમડીસી રૂ.૧.૯૫ વધીને રૂ.૮૫.૮૮, હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૦.૩૫ વધીને રૂ.૫૩૭.૪૦, એપીએલ અપોલો રૂ.૨૨.૭૫ વધીને રૂ.૧૮૬૯.૫૫ રહ્યા હતા. મેટલ ઈન્ડેક્સ ૯૦૦.૯૫ પોઈન્ટ ઉછળીને ૪૦૮૧૫.૨૩ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં વેલ્યુબાઈંગ : ક્રોમ્પ્ટન, બર્જર પેઈન્ટ, કલ્યાણ જવેલર્સ, અંબર, ડિક્સન વધ્યા
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડોનું વેલ્યુબાઈંગ આજે વધતું જોવાયું હતું. ક્રોમ્પ્ટન રૂ.૧૭.૨૦ વધીને રૂ.૨૬૪.૫૫, બર્જર પેઈન્ટ રૂ.૨૧.૪૦ વધીને રૂ.૫૨૦.૩૦, કલ્યાણ જવેલર્સ રૂ.૨૦.૧૦ વધીને રૂ.૬૨૮.૯૦, અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૧૯૯.૨૦ વધીને રૂ.૭૪૦૯.૭૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૩૮૨.૧૫ વધીને રૂ.૧૪,૨૮૨.૧૫, બ્લુ સ્ટાર રૂ.૩૫.૫૦ વધીને રૂ.૧૬૮૦.૮૫, હવેલ્સ રૂ.૧૦.૮૦ વધીને રૂ.૧૨૩૭.૩૦, એશીયન પેઈન્ટ રૂ.૨૨.૪૦ વધીને રૂ.૨૭૫૯.૧૫, વોલ્ટાસ રૂ.૩.૩૫ વધીને રૂ.૧૩૧૩.૬૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૭૭૪.૨૩ પોઈન્ટ વધીને ૬૫૧૬૪.૩૦ બંધ રહ્યો હતો.
બેંકેક્સ ઈન્ડેક્સ ૫૦૭ પોઈન્ટ ઉછળ્યો : ઈન્ડસઈન્ડ, એચડીએફસી, બીઓબી, યુનિયન બેંક, કોટક બેંક વધ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોની આજે સતત ખરીદી રહી હતી. બેંકોના ત્રિમાસિક પરિણામ સાથે યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર યથાવત રહેવાની અપેક્ષાએ ફંડોની આજે ખરીદી વધતી જોવાઈ હતી. ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૯.૪૦ વધીને રૂ.૧૦૧૨.૧૫, એચડીએફસી બેંક રૂ.૧૨.૮૦ વધીને રૂ.૭૪૮.૨૫, બેંક ઓફ બરોડા રૂ.૩.૯૫ વધીને રૂ.૨૪૩.૨૦, યુનિયન બેંક રૂ.૨.૭૫ વધીને રૂ.૧૭૧.૦૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૪.૯૦ વધીને રૂ.૩૯૦.૩૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૯.૫૦ વધીને રૂ.૧૪૩૭.૩૫, એક્સિસ બેંક રૂ.૧૨.૫૫ વધીને રૂ.૧૨૩૫.૯૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૭૩.૬૮ પોઈન્ટ વધીને ૧૮૫૧૪.૪૫ બંધ રહ્યો હતો.
સ્મોલ, મિડ કેપ શેરોમાં ઘટાડે ફંડોના આકર્ષણે માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૨૫૩૩ શેરો પોઝિટીવ બંધ
સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં આજે ઘટાડે પસંદગીના શેરોમાં ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોનું વેલ્યુબાઈંગ થતાં માર્કેટબ્રેડથ ફરી પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૪૩૯ સ્ક્રિપમાંથી વધનારની સંખ્યા ૧૫૨૮થી વધીને ૨૫૩૩ અને ઘટનારની સંખ્યા ૨૭૪૦થી ઘટીને ૧૭૦૫ રહી હતી.
FPIs/FIIની રૂ.૨૯૮૨ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૯૯૮ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-બુધવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૨૯૮૧.૮૭ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૧૭,૩૫૮.૩૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૪,૩૭૬.૪૪ કરોડની વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૯૯૮.૦૨ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૮,૧૭૬.૨૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૭,૧૭૮.૨૦ કરોડની વેચવાલી કરી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૪.૧૯ લાખ કરોડ વધીને રૂ.૪૮૩.૩૫ લાખ કરોડ પહોંચી
સેન્સેક્સ, નિફટી બેઝડ આક્રમક તેજી સાથે શેરોમાં વ્યાપક આકર્ષણે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૪.૧૯ લાખ કરોડ વધીને રૂ.૪૮૩.૩૫ લાખ રહ્યું હતું.