સેન્સેક્સ ૮૭૯ પોઈન્ટ ઉછળીને ૭૨૪૭૨
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કોર્પોરેટ પરિણામોમાં ટીસીએસના અપેક્ષાથી સારા પરિણામે IT શેરોની આગેવાનીએ ફંડોનું બાઉન્સબેક
નિફટી સ્પોટ ૨૮૯ પોઈન્ટ ઉછળીને ૨૨૫૨૦ : બેંકિંગ, ઓટો, કેપિટલ ગુડઝ શેરોમાં રિકવરી : FPIs/FIIની કેશમાં રૂ.૩૫૬૯ કરોડની ચોખ્ખી વેચવાલી
મુંબઈ : ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ભડકો અને રૂપિયાના ઐતિહાસિક પતન સાથે સાઉદી અરેબિયા પર હુથીઓના હુમલાને લઈ વૈશ્વિક બજારો પાછળ ગઈકાલે ભારતીય શેર બજારોમાં મહાકડાકો બોલાયા બાદ આજે ફંડોએ ટીસીએસના અપેક્ષાથી સારા પરિણામ પાછળ આઈટી શેરો ઉછાળી સેન્સેક્સ, નિફટીનું ગઈકાલનું ગાબડું પૂર્યું હતું. અલબત આઈટી શેરો ઉછાળીને સપ્તાહના અંતે ફંડો, મહારથીઓ, ખેલંદાઓએ સાઈડ માર્કેટમાં મોટું ઓફલોડિંગ કર્યું હતું. ઈન્ડેક્સ બેઝડ બેંકિંગ, ઓટોમોબાઈલ, કેપિટલ ગુડઝ-પાવર, હેલ્થકેર, કન્ઝયુમર ડયુરેબલ્સ, એફએમસીજી, મેટલ-માઈનીંગ શેરોમાં સિલેક્ટિવ શોર્ટ કવરિંગ સાથે રિકવરી બતાવી હતી. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધતા અટકીને આજે સાધારણ ઘટી આવ્યાની પણ રાહત બજારમાં જોવાઈ હતી. સેન્સેક્સ ૮૭૯.૦૯ પોઈન્ટ ઉછળીને ૭૨૪૭૨.૩૩ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૮૮.૬૫ પોઈન્ટની છલાંગે ૨૨૫૨૦.૪૫ બંધ રહ્યા હતા.
ટીસીએસ રૂ.૮૮ ઉછળીને રૂ.૨૧૬૩ : પર્સિસ્ટન્ટ, સિએન્ટ, હેક્ઝાવેર, ઈન્ફોસીસ, એચસીએલ વધ્યા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ટીસીએસના રિઝલ્ટ પાછળ ફંડોએ તેજી કરી હતી. ટીસીએસનો ત્રિમાસિક ચોખ્ખો નફો ૧૫ ટકા વધીને આવ્યા સાથે કંપનીએ એઆઈ થકી ત્રિમાસિકમાં ૩.૧ અબજ ડોલરની આવક કરતાં પોઝિટીવ ડેવલપમેન્ટે શેરમાં ફંડોની આક્રમક ખરીદી રહી હતી. ટીસીએસ રૂ.૮૭.૭૫ વધીને રૂ.૨૧૬૩, ટાટા એલેક્સી રૂ.૧૩૩ વધીને રૂ.૩૧૩૩, આરસિસ્ટમ્સ રૂ.૨૮.૮૦ વધીને રૂ.૨૭૧.૯૫, એડીએસએલ રૂ.૧૦.૪૫ વધીને રૂ.૧૦૯, સિએન્ટ રૂ.૬૮.૮૦ વધીને રૂ.૧૧૫૮.૬૫, હેક્ઝાવેર ટેકનોલોજી રૂ.૨૯.૦૫ વધીને રૂ.૫૩૯.૯૦, પર્સિસ્ટન્ટ સિસ્ટમ રૂ.૨૬૯.૭૦ વધીને રૂ.૫૭૨૯.૭૦, ઈન્ફોસીસ રૂ.૨૯.૯૦ વધીને રૂ.૧૦૨૪.૦૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૩૩.૫૫ વધીને રૂ.૧૨૧૪.૩૦, ટાટા ટેકનોલોજી રૂ.૨૦.૯૫ વધીને રૂ.૭૧૫.૩૦, ન્યુક્લિયસ રૂ.૨૦.૫૦ વધીને રૂ.૬૪૩.૨૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૭૭૪.૯૫ પોઈન્ટની છલાંગે ૨૭૪૦૬.૬૨ બંધ રહ્યો હતો.
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં રિકવરી : ફેડરલ બેંક, એચડીએફસી બેંક, કેનેરા બેંક, સ્ટેટ બેંકમાં તેજી
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ ફંડોએ આજે ઘટાડે શોર્ટ કવરિંગ સાથે પસંદગીની ખરીદી કરી હતી. ફેડરલ બેંક રૂ.૭.૩૦ વધીને રૂ.૩૨૮.૧૦, એચડીએફસી બેંક રૂ.૧૪.૫૦ વધીને રૂ.૭૦૭.૧૦, કેનેરા બેંક રૂ.૨.૩૦ વધીને રૂ.૧૧૯.૫૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૭.૪૫ વધીને રૂ.૯૫૮.૧૦, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૧.૦૧ વધીને રૂ.૭૯.૩૧, પીએનબી રૂ.૧.૩૦ વધીને રૂ.૧૧૬.૮૦, એક્સિસ બેંક રૂ.૧૨ વધીને રૂ.૧૨૫૯, બેંક ઓફ બરોડા રૂ.૧.૯૦ વધીને રૂ.૨૩૬ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૬૧૬.૮૫ પોઈન્ટ વધીને ૬૨૧૫૯.૧૯ બંધ રહ્યો હતો.
આઈટીસીમાં તેજીએ એફએમસીજી શેરોમાં સુધારો : એવીટી નેચરલ, કોલગેટ, ઉત્તમ સુગર, રેડિકો ઉંચકાયા
એફએમસીજી શેરોમાં આજે આઈટીસી લિમિટેડ પાછળ ફંડોએ તેજી કરી હતી. આઈટીસીમાં પાછલા દિવસોમાં મોટી બ્લોક ડિલ્સમાં ગોલ્ડમેન સેશ અને જીક્યુજી પાર્ટનર્સ ઈમર્જિંગ માર્કેટ ઈક્વિટી ફંડ સહિતની વેચવાલી બાદ આજે ફંડોએ મોટી ખરીદી કરી હતી. આઈટીસી લિમિટેડ રૂ.૧૨.૧૫ વધીને રૂ.૨૬૬.૨૦ રહ્યો હતો. એવીટી નેચરલ રૂ.૯.૫૮ વધીને રૂ.૯૫, કોલગેટ પામોલીવ રૂ.૮૦.૧૦ વધીને રૂ.૧૮૨૦.૧૦, બજાજ કન્ઝયુમર રૂ.૧૬.૫૦ વધીને રૂ.૫૦૫, રેડિકો રૂ.૧૩૨.૪૦ વધીને રૂ.૪૫૬૨.૪૦, ઉત્તમ સુગર રૂ.૭.૯૫ વધીને રૂ.૨૯૮.૬૦, યુનાઈટેડ સ્પિરીટ રૂ.૪૬.૫૦ વધીને રૂ.૧૩૬૦ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૩૩૭.૯૧ પોઈન્ટ વધીને ૧૭૦૫૬.૩૫ બંધ રહ્યો હતો.
મેટલ-માઈનીંગ શેરોમાં ઓવરસોલ્ડ પોઝિશન હળવી થઈ : સેઈલ, એપીએલ અપોલો, હિન્દુસ્તાન ઝિંક વધ્યા
મેટલ-માઈનીંગ શેરોમાં પણ ઘટાડે ઓવરસોલ્ડ પોઝિશન હળવી થઈ હતી. સેઈલ રૂ.૪.૬૦ વધીને રૂ.૧૭૧.૫૦, એપીએલ અપોલો રૂ.૫૩.૧૦ વધીને રૂ.૨૧૦૫.૧૦, હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૧ વધીને રૂ.૫૪૩, એનએમડીસી રૂ.૧.૧૬ વધીને રૂ.૭૧.૯૬, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૩૮.૧૦ વધીને રૂ.૨૬૩૩.૧૦, લોઈડ્સ મેટલ રૂ.૨૩.૯૦ વધીને રૂ.૧૮૨૨.૫૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૩૫૫.૨૮ પોઈન્ટ વધીને ૩૭૯૭૯.૨૫ બંધ રહ્યો હતો.
ઓટોમોબાઈલ શેરોમાં ઘટાડે સપોર્ટ : આઈશર મોટર્સ રૂ.૨૪૧, ઉનો મિન્ડા રૂ.૨૫, મારૂતી રૂ.૧૭૩ વધ્યા
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધતાં અટકી સાધારણ ઘટી આવતાં ફંડોએ ઓટોમોબાઈલ શેરોમાં ઘટાડે વેચવાલી અટકાવી સાધારણ રિકવરી બતાવી હતી. આઈશર મોટર્સ રૂ.૨૪૧.૧૦ વધીને રૂ.૭૦૩૧.૧૦, ઉનો મિન્ડા રૂ.૨૫ વધીને રૂ.૧૧૧૦, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૫.૮૫ વધીને રૂ.૨૭૯.૧૦, મારૂતી સુઝુકી રૂ.૧૭૨.૮૦ વધીને રૂ.૧૧,૩૯૫, બજાજ ઓટો રૂ.૧૩૭ વધીને રૂ.૯૭૮૭, હ્યુન્ડાઈ મોટર રૂ.૨૪.૯૫ વધીને રૂ.૧૯૩૮.૧૦, ભારત ફોર્જ રૂ.૨૦ વધીને રૂ.૧૮૧૫, હીરો મોટોકોર્પ રૂ.૪૯ વધીને રૂ.૪૯૦૯, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૨૨.૧૦ વધીને રૂ.૨૭૯૨.૧૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૪૫૬.૮૦ પોઈન્ટ વધીને ૫૫૧૪૫.૯૨ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં મજબૂતી : બ્લુ સ્ટાર રૂ.૫૩, ટાઈટન રૂ.૪૨, એશીયન પેઈન્ટ રૂ.૨૨ વધ્યા
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ આજે ઘટાડે ઉડાઉડ વેચવાલી અટકીને સપોર્ટ મળતો જોવાયો હતો. અલબત ઘણા શેરોમાં ફંડોએ સાવચેતીમાં નવી મોટી ખરીદી કરવાનું ટાળ્યું હતું. બ્લુ સ્ટાર રૂ.૫૨.૬૦ વધીને રૂ.૧૫૭૨.૬૦, ટાઈટન કંપની રૂ.૪૨.૨૫ વધીને રૂ.૪૪૦૬.૨૫, એશીયન પેઈન્ટ રૂ.૨૨.૧૦ વધીને રૂ.૨૩૪૫, બર્જર પેઈન્ટ રૂ.૩.૮૫ વધીને રૂ.૪૭૧.૭૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૪૫૫.૭૭ પોઈન્ટ વધીને ૫૭૧૫૩.૨૯ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ શેરોમાં પસંદગીનું આકર્ષણ : આઈનોક્સ વિન્ડ, થર્મેક્સ, કોચીન શિપ, કમિન્સમાં રિકવરી
પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં પણ આજે ઘટાડે પસંદગીની ખરીદી રહી હતી. આઈનોક્સ વિન્ડ રૂ.૪.૨૦ વદીને રૂ.૬૬.૭૦, થર્મેક્સ રૂ.૧૧૭.૯૦ વધીને રૂ.૩૨૫૬.૨૫, સુઝલોન રૂ.૧.૧૦ વધીને રૂ.૩૭.૫૮, કોચીન શિપ રૂ.૩૧.૨૦ વધીને રૂ.૧૨૩૩.૨૦, કિર્લોસ્કર એન્જિન રૂ.૪૬.૬૦ વધીને રૂ.૨૨૦૯.૩૫, કમિન્સ ઈન્ડિયા રૂ.૬૫.૭૫ વધીને રૂ.૪૮૨૫.૧૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૩૩૭.૮૮ પોઈન્ટ વધીને ૭૩૨૯૧.૭૦ બંધ રહ્યો હતો.
ફાર્મા શેરોમાં ઘટાડે વેલ્યુબાઈંગ : અપોલો હોસ્પિટલ, નોવાર્ટિસ, મેદાન્તા, થ્રીબી બ્લેકબાયો, ગ્લેનમાર્ક વધ્યા
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોએ આજે ઘટાડે સેલિંગ અટકાવીને પસંદગીના શેરોમાં વેલ્યુબાઈંગ કર્યું હતું. અપોલો હોસ્પિટલ રૂ.૩૫૩ વધીને રૂ.૮૦૨૦, પાર્ક હોસ્પિટલ્સ રૂ.૯.૮૦ વધીને રૂ.૨૭૦.૭૫, ગ્લેનમાર્ક રૂ.૮૧.૫૦ વધીને રૂ.૨૨૯૧.૨૫, એસ્ટરડીએમ રૂ.૨૨.૫૫ વધીને રૂ.૬૯૯.૯૫, નોવાર્ટિસ રૂ.૬૧.૧૫ વધીને રૂ.૨૦૪૭.૫૫, મેદાન્તા રૂ.૩૭.૮૫ વધીને રૂ.૧૩૧૩.૯૦, થ્રીબી બ્લેકબાયો રૂ.૪૩.૫૦ વધીને રૂ.૧૫૭૫.૭૫, ફોર્ટિસ હેલ્થ રૂ.૨૧.૧૦ વધીને રૂ.૭૮૫.૧૦, ઓરોબિન્દો ફાર્મા રૂ.૪૪.૧૦ વધીને રૂ.૧૬૮૬.૧૦, મનીપાલ હોસ્પિટલ રૂ.૧૭.૬૫ વધીને રૂ.૭૦૧.૧૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૩૨૧.૦૨ પોઈન્ટ વધીને ૪૮૮૨૮.૦૧ બંધ રહ્યો હતો.
સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં ઘટાડે રિકવરી છતાં ઉછાળે છેલ્લે સેલિંગ પ્રેશર વધ્યું : ૨૪૯૨ શેરો પોઝિટીવ બંધ
સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં ગઈકાલે વ્યાપક કડાકા બોલાઈ ગયા બાદ આજે ઘટાડે સિલેક્ટિવ શેરોમાં ખરીદી થઈ હતી. પરંતુ છેલ્લા કલાકમાં ફરી ઘણા શેરોમાં વેચવાલીનું દબાણ વધતું જોવાયું હતું. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૬૧૩ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૪૯૨ અને ઘટનારની સંખ્યા ૧૮૯૫ રહી હતી.
FPIs/FIIની કેશમાં રૂ.૩૫૬૯ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૪૭૪૩ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે શુક્રવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૩૫૬૮.૯૦ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૦,૩૭૩.૯૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૯૪૨.૮૯ કરોડની વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૪૭૪૩.૨૬ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૫,૬૨૬.૫૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૮૮૩.૨૭ કરોડની વેચવાલી કરી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૪.૩૪ લાખ કરોડ વધીને રૂ.૪૬૫.૩૧ કરોડ થયું
શેરોમાં આજે ઘટાડે ઈન્ડેક્સ બેઝડ તેજીના પરિણામે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૪.૩૪ લાખ કરોડ વધીને રૂ.૪૬૫.૩૧ લાખ કરોડ રહ્યું હતું.




